________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૧૮
સમયસાર સિદ્ધિ ભાગ-૧ કહ્યું છે. વ્યવહારનય નથી એમ કહ્યું છે. આહાહા! બહુ ધ્યાન રાખે તો (સમજાય) વાણિયાને ધંધા આડે નવરાશ ન મળે અને ધરમને નામે બહારમાં આ વ્રત ને તપમાં પડયાં. આહાહા ! પ્રથમ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનનો વિષય (ધ્યેય) શું છે? આહા! સમજાણું કાંઈ ? આહાહા !
આંહી તો આત્માનો જે અનુભવ છે એ પણ દૃષ્ટિનો વિષય નથી. (શ્રોતા. એ પર્યાય છે) પર્યાય છે. આહાહાહા! ભગવાન સર્વજ્ઞ પરમાત્માને જે અનંતજ્ઞાન અને અનંત આનંદાદિ પ્રગટયાં. એ તો વ્યવહારનયનો વિષય છે, એ નિશ્ચયનો વિષય નથી. પ્રગટયા ને? છે ત્રિકાળ જે ત્રિકાળ છે, વસ્તુ સ્વરૂપે ત્રિકાળ છે એને જોનારને અને એને સત્યાર્થ કહેવામાં આવે છે. અને ઈ સત્યાર્થને દેખનારને તેની દૃષ્ટિમાં ભેદ દેખાતો નથી માટે ભેદ નથી તેમ કહેવામાં આવે છે. આરે. આવી વાતું! સમજાણું કાંઈ? ક્યાં ગયા કપુરભાઈ ! કલકત્તામાં આવું છે નહીં કાંઈ, હેરાન થવાના રસ્તા છે બધા. આહાહાહા !
ગજબ વાત કરે છે ને આ ગાથા તો જૈનદર્શનનો પ્રાણ છે. વિશ્વદર્શન, જૈનદર્શન કોઈ પક્ષ નથી વિશ્વદર્શન. છ દ્રવ્ય, એમાં આત્મદ્રવ્ય એક અનંતગુણનો પિંડ એને જાણવો એ જૈનશાસન છે, જૈનશાસન કોઈ પક્ષ નથી. વસ્તુ જે જૈન સ્વરૂપ છે ત્રિકાળી એ અભેદને જોવું એની પર્યાયને જૈન શાસન કહે છે, પર્યાયને હોં?
આંહી તો એ પર્યાયનો વિષય છે. એ અભેદ છે, એકરૂપ છે, નિત્ય છે. આહાહા!ત્રણ શબ્દ વાપર્યા છે. છે ને? અભેદ, એકાકાર, નિત્ય. આહાહા! જે દૃષ્ટિ કે જ્ઞાનનો અંશ આંહી તો “જાણવું છે ને એટલે, જે જ્ઞાનનો અંશ, ત્રિકાળી નિત્યને જોવે દેખે, તેની દૃષ્ટિમાં ભેદ દેખાતો નથી. તેથી ભેદ નથી એમ કહેવામાં આવે છે. આહાહાહાહા ! કહો, સમજાણું કાંઈ ? તેની દૃષ્ટિમાં ભેદ અવિદ્યમાન, અવિદ્યમાન એટલે નથી, અસત્યાર્થ એટલે જૂઠો જ કહેવો જોઈએ. આહાહા!આંહી સુધી તો કાલ આવ્યું હતું. બાબુલાલજી ! અહીં સુધી કાલ આવ્યું તું, આ તમારા માટે અને હસમુખભાઈને બધા આવ્યા છે ને નવા. આહાહા!
કે આ શું છે પણ આ ત્રણ-ચાર લીટીમાં. આહાહા ! અરે ! બાપુ! આહા! ગંભીર મારગ પ્રભુ ! વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરે, હજી તો સર્વશ કોણ છે એની ખબરું ન મળે, અને સર્વજ્ઞની હૈયાતિ જગતમાં છે કે નહીં, એની ય ખબરું ન મળે ! એની ખબરું ન મળે તો સર્વજ્ઞ સ્વભાવી આત્મા છે કે નહીં, એની ય ખબરું ન મળે. આહાહાહા !
સર્વજ્ઞ પ્રગટ થયેલી પર્યાયવાળા છે કે નહીં? અને ઈ પર્યાયવાળા પ્રગટવાળા છે તો સર્વજ્ઞા સ્વભાવવાળો આત્મા છે કે નહીં? આહાહા ! તો સર્વજ્ઞ સ્વભાવી અભેદ સ્વભાવમાં જોનારને એને આ કેવળજ્ઞાનની પર્યાય ને મતિજ્ઞાનની પર્યાય ને ભેદ એમાં અભેદમાં દેખાતો નથી. તેની દૃષ્ટિની અપેક્ષાએ ભેદ છે, છતાં આ દૃષ્ટિની અપેક્ષાએ ભેદ નથી એમ કહેવામાં આવ્યું છે. સુમનભાઈ ! રાત્રે તો બાપુજી કહેતા 'તા કે હવે એક મહિનો રજા લેશે હવે, એમ ઠીક.
આ કરવાનું છે બાપુ, ઈ તો બધું સમજવા જેવું છે. આહાહા ! ભગવાન છે ને પ્રભુ! તારું સ્વરૂપ જ અંદર ભગવાન છે. નિત્ય દ્રવ્ય ભગવાન સ્વરૂપ છે ત્રિકાળી. એની જે દૃષ્ટિ અથવા એનું જે જ્ઞાન, એનાં જ્ઞાનને એમાં વિષય જે અભેદ છે, તેમાં ભેદ દેખાતો નથી; માટે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com