________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૪૧૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ સમ્યજ્ઞાનનો વિષય છે, એ સમ્યગ્દર્શનનો વિષય છે. આંહી ‘ નય ’ કેમ કીધી છે કે સમ્યગ્દર્શન છે ઈ જાણતું નથી. ઈ તો પ્રતીતરૂપ છે. તેથી શુદ્ઘનય જાણના૨ છે. શુદ્ઘનય ત્રિકાળને જાણનાર છે તેથી એને શુદ્ઘનય આંહી કીધો છે. આહાહા ! સમજાણું કાંઈ ? કા૨ણકે જાણવાનો વિષય તો એ જ્ઞાન જ છે. એ સિવાય કોઈ ગુણ જાણનાર નથી. ભાઈ ! ત્યાંય એમ કહ્યું છે ને ટોડરમલ્લજીમાં પ્રશ્ન એવો કર્યો છે કે નિશ્ચય સમકિત એ પ્રત્યક્ષ ને વ્યવહાર સમકિત એ પરોક્ષ, એમ શિષ્યે પ્રશ્ન કર્યો છે એમાં. ત્યારે કહે છે કે પ્રત્યક્ષ પરોક્ષ કોઈ ભેદ સમકિતના છે જ નહીં. એ જ્ઞાનના જ ભેદ છે, પ્રત્યક્ષ-પરોક્ષ. બીજા કોઈ ગુણનો ભેદ પ્રત્યક્ષ-પરોક્ષ હોઈ શકે જ નહીં. ભાઈ ! આહાહા ! સમજાણું કાંઈ ?
,
શિષ્યે એમ પૂછ્યું ' તું. ટોડરમલમાં છે રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં કે નિશ્ચય જે સમકિત છે તે પ્રત્યક્ષ, ત્રિકાળી વસ્તુને જે પ્રતીત કરે તે નિશ્ચય પ્રત્યક્ષ અને વ્યવહાર ભેદને જે વિષય કરે તે પરોક્ષ વ્યવહાર સમકિત. તું કહે છો એમ છે જ નહીં. સમકિતના બે ભેદ; નિશ્ચય પ્રત્યક્ષ ને પરોક્ષ બે ભેદ છે જ નહીં. આત્માના જ્ઞાન સિવાય પ્રત્યક્ષ ને પરોક્ષ એવા બે ભેદ બીજા કોઈ ગુણના હોઈ શકે જ નહીં. સમજાણું કાંઈ ? તો આનંદને પ્રત્યક્ષ કહ્યો છે ને ત્યાં ? એટલે કે પોતે જાણેને વેદે છે ઈ અપેક્ષાએ પ્રત્યક્ષ, એ કાંઈ વસ્તુ જ્ઞાનનો વિષય નથી, જ્ઞાન છે ઈ તો પ્રત્યક્ષ અને પરોક્ષ છે. હવે એનાય પ્રકાર ઝીણા બાપા ! બહુ ઘણાં ભેદ, આનંદનું વેદન છે એ પોતે વેદે છે. એ કોઈ બીજો વેદે છે એમ નહીં, માટે એને પ્રત્યક્ષ કહ્યું. બાકી કાંઈ જે જ્ઞાનનો પ્રત્યક્ષનો ભાગ છે એ આનંદનો પ્રત્યક્ષનો ભાગ નથી કાંઈ. આહાહા ! સમજાણું કાંઈ ? ઝીણી, વાત છે એથી હજી આધી છે. જે જ્ઞાનને પણ પ્રત્યક્ષ કહ્યું શ્રુતજ્ઞાનને એ પણ શ્રુતજ્ઞાનને જ્ઞાનનો પ્રત્યક્ષ ભેદ કહ્યો, એ પણ આખા આત્માના આખા અસંખ્યપ્રદેશ ને આકારને કાંઈ જાણતું નથી. (શ્રોતાઃ અનુભવ પ્રત્યક્ષ છે!) અનુભવનો અર્થઃ આનંદનું વેદન પ્રત્યક્ષ છે, પ્રત્યક્ષ એટલે ? પોતે વેદે છે એમ. પ્રત્યક્ષ ને પરોક્ષ ભેદ એ આનંદના ભેદ નથી. ભેદ-પ્રત્યક્ષ ને પરોક્ષ તો જ્ઞાનના ભેદ છે. ભાઈ ! આહાહા ! હજી એમાંય એક ઝીણી વાત છે પણ બહુ ઝીણી થઈ ગઈ. એમાં ઈ શ્રુતજ્ઞાન પોતાને પ્રત્યક્ષ જાણે છે એમ કહેવું ઈ પ્રત્યક્ષવત્ છે માટે પ્રત્યક્ષ કહ્યું છે. ( શ્રોતાઃ નહીં તો એ ય પરોક્ષ છે!) નહીંતર એય પરોક્ષ છે. જે શ્રુતજ્ઞાન સ્વને જાણે છે એ હજી પરોક્ષ છે. કારણકે શ્રુતજ્ઞાનમાં કાંઈ અસંખ્ય પ્રદેશી આકા૨ને એ બધું કાંઈ જણાતું નથી. કેવળજ્ઞાન જ એક પ્રત્યક્ષ છે. આહાહાહા ! ઝીણી વાતું બહુ બાપુ ! માર્ગમાં એટલી અપેક્ષાઓ છે. આહાહા !
આંહી કહે છેઃ વ્યવહા૨નયને જૂઠો કહ્યો એનું કારણ શું ? વ્યવહારનયનો વિષય શું છે ? કે જેનો વિષય ન હોય, જે નય છે એમ કહો અને એનો વિષય ન હોય ? ( શ્રોતાઃ નય નો વિષય ન હોય ?) નય છે ઈ વિષયી છે અને એનો વિષય તો હોય જ.
પણ આંઠી વ્યવહારનયનો વિષય નથી, એમ કહ્યું છે એનું કા૨ણ શું ? સમજાણું કાંઈ ? ધીમેથી સમજવું ભૈ આ ગાથા તો (શ્રોતાઃ અલૌકિક છે) અજાણ્યા માણસને તો આ બધું આખું કારણકે આ ધર્મની વાત જ અત્યારે... ફેરફાર કરી નાખ્યો લોકોએ આખો. આહાહા ! વ્યવહારનયનો વિષય અભૂતાર્થ કહેવાનો આશય એવો છે કે શુદ્ધનયનો વિષય અભેદ એકાકારરૂપ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com