________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૧
૪૧૫ “નથી' એમ કહ્યું છે. એનું શું કારણ? એ વાત ચાલે છે. આહાહા !
(શ્રોતા: પહેલાં ગોટાળો કહેવો ને પછી એનો ખુલાસો કરવો?) ગોટાળો કીધો જ નથી, કઈ અપેક્ષાએ કહ્યું છે એને લક્ષમાં ન લ્ય.
તેથી “અહીં” એમ કહ્યું ને? બીજે ઠેકાણે તો ખુલાસા બધા કર્યા છે ભિન્ન ભિન્ન. આ ઠેકાણે- આ ગાથામાં, તેથી અહીંકહ્યું ને? અહીં કઈ અપેક્ષા છે! આહાહા ! ઝીણી વાતું બાપુ! ધરમ એવો ઝીણો છે. અનંતકાળમાં એણે લક્ષમાં આ વાત લીધી નથી.
વસ્તુમાં, વસ્તુ જે આત્મા છે એ વસ્તુ તરીકે તો અભેદ છે. અભેદ નામ જેમાં ગુણ અને ગુણીનો ભેદે ય નથી એ તો ગુણી અખંડ વસ્તુ છે એમાં એક સમયની પર્યાય ચાલે છે એ પણ ભેદ છે, એ પણ એમાં નથી અને જે દયા દાન વ્રત ભક્તિના પરિણામ થાય રાગ એ પણ વ્યવહારનયનો વિષય છે, એ પણ વસ્તુમાં નથી. આહાહા ! ઝીણી વાત છે બાપુ! બહુ ઝીણું તત્ત્વ છે.
અહીં વ્યવહારનયને જૂઠો કહ્યો છે, અભૂતાર્થ નામ જૂઠો. આ ઠેકાણે, બીજે ઠેકાણે તો કહ્યું છે વ્યવહારનય સત્ છે. સમજાણું કાંઈ? સત્ છે એટલે પર્યાય છે. ગુણ ભેદ છે, રાગ છે, એટલું. પણ અહીંયાં જે નથી કહ્યું એનું શું કારણ છે? આ ઠેકાણે આમ કહ્યું એનું શું કારણ છે? એમ કહે છે કે વ્યવહારનય અસત્ય છે, અભૂતાર્થ નામ અસત્ય, અભૂત એટલે જુઠી છે, છે નહીં. અને શુદ્ધનય તે છે ભૂતાર્થ સત્ય છે. હવે એનો ખુલાસો કરે છે.
જેનો વિષય વિદ્યમાન ન હોય, જેનું ધ્યેય વિષય હોય જ નહીં અને અસત્યાર્થ હોય, અસત્ય હોય તેને અભૂતાર્થ કહે છે. તેને અસત્યાર્થ-અભૂતાર્થ કહે છે. આહાહા! ભાઈ આવ્યા છે કે નહીં. હસમુખભાઈ ! ઠીક આઘા બેઠા છે. કાલ બપોરે હતા, સવારે નહોતા. આ (ગાથા) વખતે નહોતાને? બપોરે તો શનિવાર છે ને તે હોય જ છે, છોકરાવને રજા હોયને, હારે લઈને આવ્યા'તા ને છોકરાને લઈને આવ્યા 'તા. સો કેળાં લઈને આવ્યા'તા. છોકરાને આપવા સાટુ લઈને આવે છે ને શનિવાર-રવિવારે કાયમ. આ તો કાલ નહોતા આ વિષયમાં.
શું કહ્યું? પહેલું તો એમ કહ્યું કેઃ વ્યવહારનય તે જુઠી છે, અને નિશ્ચયનય તે સાચી છે. ત્યારે હવે એનો આશય શું? કે જેનો વિષય વિદ્યમાન ન હોય-જેનો વિષય છે જ નહીં, જેનું ધ્યેય જે છે એ છે જ નહીં અને અસત્યાર્થ હોય, જૂઠો હોય બિલકુલ ન જ હોય તેને અભૂતાર્થ કહે છે. આહાહાહા !
વ્યવહારનયને અભૂતાર્થ કહેવાનો આશય હવે કહે છે. કે ભઈ ! અસત્યાર્થ કહ્યો છે આ ઠેકાણે, એનો આશય શું? એનો વિષય નથી કંઈ ? તો આંહી તો અભૂતાર્થ છે તો જેનો વિષય નથી એમ કહેવું છે. વ્યવહારનયનો વિષય જ નથી, માટે જુઠી કીધી છે. એમ જે અહીંયા કહેવામાં આવ્યું છે. તેનું કારણ શું? આહાહા ! વ્યવહારનયને એટલે કે ગુણ ગુણીના ભેદને વિષય કરનાર, પર્યાયને વિષય કરનાર, અને રાગ દયા દાનના વિકલ્પને જાણનાર વિષય કરનાર, એ નયને જુદી કહેવાનો આશય એવો છે કે, એને અસત્યાર્થ નથી એમ કહેવાનો આશય એવો છે, કે આહાહા ! ઝીણી વાતું બહુ બાપુ!
શુદ્ધનયનો વિષય, એટલે કે જે આત્મા અખંડ અભેદ વસ્તુ છે, એ શુદ્ધનય એટલે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com