________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૧૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ જોડી દીધી છે. એ અભેદને દેખનારને એનાં અનંતાગુણો ગુણીના ગુણ ભેદરૂપ છે, છતાં તેને અભેદને દેખનારને ભેદ દેખાય નહીં. સમજાણું કાંઈ...? આહાહા !
આવી વાતું છે આ. આવો ઉપદેશ ક્યાંથી કાઢયો? આહાહા ! એ ભગવાનનો ઉપદેશ છે બાપુ! આહા! તીર્થંકરદેવ જૈન શાસનના શિરોમણિ પરમાત્મા એની આ વાણીમાં આવ્યું, એ જગત પાસે જાહેર થાય છે. આહાહા! અહીં કહેવાનો આશય શું છે? કે પર્યાયને- છે પર્યાય, ગુણ ગુણી ભેદ પણ છે, રાગ પણ છે, એ બધો વ્યવહારનયનો વિષય છે વર્તમાન અને ત્રિકાળી દેખનારને નિશ્ચયનયનો વિષય છે. તો ત્રિકાળી અભેદને દેખતાં એમાં ગુણ ગુણીનો ભેદ, અભેદને જોતાં ભેદ દેખાતો નથી. આહાહા !
એથી અભેદને જોતાં ભેદ દેખાતો નથી માટે તે ભેદને વ્યવહારનયનો વિષય ગણી અને “નથી' એમ કહ્યું છે, પણ બિલકુલ નથી જ એમ નહીં. વ્યવહારનયનો વિષય નથી જ ! આંહી તો નથી એમ કહ્યું છે, પણ નથી ” એમ કહેવાનો આશય શું? કે ત્રિકાળીમાં દૃષ્ટિ પડી છે ધર્મીની, એમાં ભેદ દેખાતો નથી, માટે તેને ભેદ નથી અને ભેદ જૂઠો છે. એમ કહ્યું ! પણ ભેદપણે ભેદ અને પર્યાયપણે પર્યાય નથી એમ નહીં.
એની વાત કરશે... ( પ્રમાણ વચન ગુરુદેવ!).
પ્રવચન નં ૪૧ ગાથા - ૧૧ તા. ૨૩-૭-૭૮ રવિવાર, અષાઢ વદ-૪ સં. ૨૫૦૪
સમયસાર, અગિયારમી ગાથાનો ભાવાર્થ. કાલ કેટલાંક નહોતાં ને અહીંયાં. અમારે બાબુલાલજી નહોતા. બીજાય આજે ભાવનગરવાળાય આવ્યા છે ને? આ તો અધિકાર જયારે (એવો છે) ગમે તેટલી (વાર) લ્યો ને, તમે તો હતા કાલ.
ભાવાર્થ- અહીં–આ ઠેકાણે અગિયારમી ગાથામાં, અહીં એટલે આ અગિયારમી ગાથામાં વ્યવહારનયને અભૂતાર્થ અને શુદ્ધનયને ભૂતાર્થ કહ્યો છે. ' એટલે? કે જે આત્મા છે અભેદ વસ્તુ અનંતગુણનો પિંડ, એમાં જે ગુણભેદને લક્ષમાં લ્ય, એને વ્યવહારનય કહે છે. જે ગુણી વસ્તુ છે અભેદ અખંડ એમાં ગુણ જે અનંત છે, એવા ગુણીમાંથી ગુણનો ભેદ લક્ષમાં લ્ય એને અહીંયા વ્યવહારનય વર્તમાન ભેદ પક્ષને લક્ષમાં લ્ય એને અહીંયા વ્યવહારનય કહેવામાં આવે છે અથવા પર્યાયને લક્ષમાં લ્ય એ પણ ભેદ છે ત્રિકાળીમાં અથવા રાગને લક્ષમાં લ્ય એ પણ વ્યવહારનય કહેવામાં આવે છે.
એને જાણનારી નયને વ્યવહારનય અને વ્યવહારનયનો વિષય, ગુણ ગુણી ભેદ, પર્યાય અને રાગાદિ એનો વિષય છે. આહાહા ! એને અહીંયા જૂઠો કહ્યો છે. અહીંયા વ્યવહારનયને જુહી કહી છે, ઈ કઈ અપેક્ષાએ જુહી કહી ઈ ખુલાસો કરે છે. અને શુદ્ધનયને ભૂતાર્થ કહ્યો છે ત્રિકાળી જે અભેદ ચૈતન્ય સ્વરૂપ ભગવાન જે જ્ઞાનનો વિષય તદ્દન અભેદ છે. જેની અભેદષ્ટિથી સમ્યગ્દર્શન થાય છે. એવી જે અખંડ અભેદ ચીજ એને આંહીયા શુદ્ધનય કીધી છે અથવા શુદ્ધનયનો એને વિષય કીધો છે અને તેને સત્ય કહ્યું છે. શું કહ્યું? ત્રિકાળી સત્યાર્થ વસ્તુ જે એકરૂપ અભેદ એને સત્ય કહ્યું છે અને ગુણભેદ, પર્યાયભેદ, રાગભેદને વ્યવહાર કહીને તેને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com