________________
Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates
૪૧૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ એમને એમ જિંદગીમાં અને સ૨વાળા આવશે. આહાહા ! બાપુ ! એ સ૨વાળા આવશે જેના ખોટાં છે એના ખોટાં સ૨વાળા આવશે. (શ્રોતાઃ જેવી ૨કમો હોય એવો સરવાળો આવે ને ) ૨કમ એક બે ચાર પાંચ આંકડાઓ હોય તો સ૨વાળો આવે પણ મીંડાં મૂક્યા હોય એનો સ૨વાળો શું આવે? (શ્રોતાઃ મીંડાંનો સ૨વાળો મીંડાં!) મીંડાંનો સરવાળો મીંડાં આવે. આહાહાહા ! આંકડા ભલે મૂકે એક-એક, એક-એક-એક તોય એનો સ૨વાળો આવે આ દસ આંકડા, પંદર આંકડા, વીસ આંકડા. આહાહા ! એમ જેણે ૫૨નું કર્યું; હું ૫૨નું કરી શકું છું. ૫૨માં ક૨વાનો ભાવ થ્યો મારો રાગ ને એ પણ મારી ચીજ છે ને એવા મીંડાં જેણે મૂક્યા છે, એના સ૨વાળામાં મીંડાં આવશે. આહાહા ! એટલે આત્માનો ભાવ નહીં આવે પણ સંસાર આવશે એમ. આહાહા!
શુદ્ઘનયનો વિષય, એટલે સમ્યગ્દર્શન ધર્મની પહેલી દશા, એવા ધર્મીનો વિષય અભેદ છે ચૈતન્ય ચૈતન્ય ચૈતન્ય ચૈતન્ય ચૈતન્ય પ્રકાશ પૂંજ એકાકાર છે એક સ્વરૂપે છે અને તે નિત્ય છે. આહાહા ! તેની દૃષ્ટિમાં-સમ્યગ્દષ્ટિની દૃષ્ટિમાં અભેદ, એકાકાર, નિત્ય દ્રવ્ય છે. દ્રવ્ય એટલે વસ્તુ. તેની દૃષ્ટિમાં ભેદ દેખાતો નથી. આહાહાહા! આ તો મંત્રો છે બાપા! આ તે કંઈ (એકદમ ) કથા-વાર્તા નથી કે હાલી જાય. અરે ! એણે નિજાનંદનો નાથ અંદર અભેદપણે બિરાજે છે અંદર. આહાહા !
એની દૃષ્ટિનો વિષય એ અભેદ છે, એક સ્વરૂપે છે, નિત્ય છે, એવી દૃષ્ટિએ દેખનારનેઅભેદ ને એકાકાર ને નિત્ય દેખનારને, તેની દૃષ્ટિમાં ભેદ, અભેદને દેખનારને ભેદ દેખાતો નથી, છે? આહાહા ! શું કીધું ઈ ? ધ્રુવ પ્રભુ છે નિત્ય પ્રભુ, પર્યાય અવસ્થા એ બદલે છે વિચારમાં દશા, પણ વસ્તુ તરીકે તો ધ્રુવ છે. એ ધ્રુવ છે તે અભેદ છે. તે અભેદ-એકાકાર નિત્ય દ્રવ્યને જોનાર એ તો અભેદને જુએ છે. તો અભેદ જોના૨ને ભેદ દેખાતો નથી. આહાહા ! અંદર આત્મામાં અનંતા ગુણો છે, વસ્તુ છે તે આત્મા અને ગુણો છે તે એની શક્તિ. આંહી એવો અંદ૨માં ભેદ છે, પણ અભેદને દેખના૨ને એ ભેદ દેખાય નહીં. આહાહા !
અરે આવી વાતું હવે બાપુ ! એને વખત જોઈશે. એક મેટ્રિક જેવા પાપના અધ્યાય માટે, સુમનભાઈ ? પાપના અધ્યાય માટે અમેરિકા તમે કેટલું ૨ખડયાં ? અમેરિકા કે નહીં ? ક્યાં હશે ખબર નથી પાછું, બીજાં ઘણાંય જાય છે ને ? લાખ્ખો રૂપિયા ખરચીને અમેરિકા ને આ ફલાણે-ઢીંકણે આફ્રિકા ને. આહાહા ! હેરાન, હેરાન છે. આહાહા !
આંહી તો બીજું કહેવું છે. કે સંસારમાં જ્ઞાન માટે–જાણવા માટે પણ કેટલોક કાળ એને જોઈએ છે ને ? વકીલ થાવું હોય તો એલ. એલ. બી. માટે પણ વખત જોઈએ કે નહીં ? દાક્તર ને એમ. એ. થવું હોય તો પણ કાંઈ વખત જોઈએ કે નહીં ? તમારે આ ધંધામાં ય વખત તો ગયો હશે ને પાંચ, સાત દશ વરસ. આહાહા ! તો... એના પાપના ધંધા માટે પણ કેટલોક વખત જોઈએ તો... આત્માની ઓળખાણ માટે બાપુ કાંઈ વખત ન કાઢ તું ? ( શ્રોતાઃ પણ શું કરે ? આખો દિ’ ઓફિસે જવું ને એમાં વખત મળે ક્યાંથી ? ) શું કીધું ? ( શ્રોતાઃ સવારે આઠ વાગ્યે જાય ને રાત્રે આઠ વાગ્યે આવે ) એમના દિકરાની વાત કરી. સવારે જાય ને. અરે ! આહાહા ! જેનો સ્વભાવ અભેદ ને એકાકાર છે, એ ચીજને જેણે અંત૨ દેખવી છે તેને દેખના૨ને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com