________________
૪૧૦
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર સિદ્ધિ ભાગ-૧ તેઓ કર્મથી ભિન્ન રાગથી ભિન્ન, એ વિકલ્પ ઊઠે છે. ગુણી ભગવાન અનંતગુણનો ધણી અને એનું જ્ઞાન આનંદ એવો ગુણ, એવો જે ભેદ ઊઠે વિકલ્પનો રાગ, આહાહા ! એનાથી પણ ભિન્ન કર્મથી ભિન્ન દેખનારા, એવા રાગથી પણ ભિન્ન જાણનારા.
આરે.... આવી વાતું હવે ક્યાં? ચોવીસ કલાકમાં-માથાકૂટમાં પડ્યા છે તે હવે એને આવું ત્યાં લઈ જવો અંદર. કોઈ દિ' જોયો નથી-જાણ્યો નથી ત્યાં એને અવલોકન કરવા લઈ જવો. બાપુ! એનો પ્રયત્ન અનંતગુણો છે. સુમનભાઈ ! આહાહા !
અત્યારે તો બહારમાં ગોટા વાળ્યા છે સંપ્રદાયમાં તો આખી વાત. બધી ખબર છે ને! સંપ્રદાયમાં કોક વ્રતને ધર્મ મનાવે, કોઈ દયાને મનાવે કોઈ ભગવાનની ભક્તિને પરમ મનાવે (સાધકને ય) હોય છે-શુભભાવ હોય છે. પૂરણ વીતરાગ ન થાય, ત્યાં સુધી આત્માનું અવલંબન હોવા છતાં શુભરાગ આવે પણ એ છે બંધનું કારણ એ ધર્મનું કારણ ને મોક્ષનું કારણ નથી. આહાહા !
આંહીયા તો કહે છે “કર્મથી ભિન્ન આત્માના દેખનારાઓએ” આહાહા! કર્મ શબ્દ આંહી રાગ છે. રાગથી જુદો પ્રભુને દેખનારાઓએ, “વ્યવહારનય અનુસરવા યોગ્ય નથી” એ રાગને અવલંબવા યોગ્ય નથી. આહાહાહાહા ! એ દયા, દાન અને વ્રતના ભાવને અનુસરવા લાયક નથી. આહાહાહાહા ! સમજાણું કાંઈ...?
એ અગિયાર ગાથા. હવે એનો ભાવાર્થ. ઓલી સંસ્કૃત ટીકા હતી. ટીકામાં ઘણી ગંભીરતા ભરી છે, એને ચાલતી ભાષામાં જરી ભાવાર્થ સમજાવે છે.
(ભાવાર્થ:-) અહીં વ્યવહારનયને અભૂતાર્થ, એટલે? કે વર્તમાન રાગ થાય દયાદાનનો તેને અને એ રાગને જાણનારી (જ્ઞાનની) વર્તમાન પર્યાયને અભૂતાર્થ કીધી. એ “છે નહીં” –એનામાં છે ખરી, પણ વસ્તુની દૃષ્ટિ કરાવવા વસ્તુમાં નથી માટે તેને નથી એમ કહ્યું છે. એ પર્યાય જ નથી રાગ જ નથી. આહાહા ! કેમકે એનો આશ્રય કરવાલાયક નથી. આહાહાહા ! એક સમયની જે દશા છે જાણવાની દશા જાણનારો ત્રિકાળી પ્રભુ છે પણ એની વર્તમાન દશા જે પલટતી–હલચલ થતી દશા વિચારની (જ્ઞાનની) એ આંહી નથી એમ કહ્યું! નથી” કહ્યું. એ ગૌણ કરીને “નથી” એમ કહ્યું છે- એમ કહે છે જુઓ ! અભૂતાર્થ (કહ્યું!)
અને શુદ્ધનયને ભૂતાર્થ કહ્યો છે. ત્રિકાળી ચીજને સત્ય કીધી અને પર્યાય અને રાગને અસત્ય કહ્યું. જેનો વિષય વિદ્યમાન ન હોય જેનો વિષય જ હોય નહીં, અસત્યાર્થ હોય તેને અભૂતાર્થ કહે છે; આ અભૂતાર્થની વ્યાખ્યા કરી. પહેલાં ગાથાનો અર્થ છે ને એનો અર્થ કહે છે. નય એટલે જાણવાની દશા. એમાં એક વ્યવહારનય એટલે વર્તમાન પર્યાયને અવસ્થાને અને રાગને જાણે એ વ્યવહારનય; અને એ જ્ઞાનની પર્યાય શુદ્ધ ત્રિકાળને જાણે એ નિશ્ચય (નય!) શુદ્ધનય.
આંહી વ્યવહારનયને જુઠી કહી અભૂતાર્થ કહ્યો અને શુદ્ધનયને સત્ય કીધી, છે એમ કહ્યું. હવે એનો વિષય અવિદ્યમાન હોય-અસત્યાર્થ હોય, વ્યવહારનો વિષય નથી” એ માટે એને અભૂતાર્થ કીધી છે. કઈ અપેક્ષાએ એ કહેશે, તેને અભૂતાર્થ કહે છે. આહાહાહા ! શું કીધું ઈ? વ્યવહારનય એટલે વર્તમાન પર્યાય અને દયા દાનનો રાગ, એને જાણનારી જે નય છે જ્ઞાનનો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com