________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ४०८
સમયસાર સિદ્ધિ ભાગ-૧ અતીન્દ્રિય શાંતિ શાંતિ શાંતિ શાંતિ અકષાય વીતરાગ સ્વભાવ શાંતિ! એ પણ પૂર્ણ છે. આહા હા !
એવા પૂર્ણાનંદનો આશ્રય કરે એટલે કે તેને અવલંબે એટલે કે તેને અવલોકે. આહાહાહા ! જે જ્ઞાનની વર્તમાન દશા, પૂર્ણાનંદનો નાથ તેને અવલોકે, અવલોકનારી પર્યાય અવલોકાય છે તે ચીજમાં પેસતી નથી. તેમ અવલોકનારી પર્યાયમાં અવલોકન યોગ્ય વસ્તુ આવતી નથી. આરે...! આકરો મારગ ભાઈ ! આહાહા! અંતરના જનમ મરણ રહિત થવાની રીત બહુ ઝીણી છે બાપા. આહાહા! ચોરાશીના અવતાર તો અનંત કર્યા હજી જેને મિથ્યા શ્રદ્ધા છે એને અનંતા ભવ એનાં ગર્ભમાં પડ્યા છે રખડવાના. આહાહા ! એ ઢોરમાં જશે, કાગડા-કૂતરામાં જશે. અહીં અબજોપતિ હોય અને માંસ દારૂ આદિ ન ખાતો હોય ને આવી મમતા ધંધાની ને આની, એ મરીને બધા ઢોરમાં જવાના, પશુમાં અવતરવાના, કેમકે જેણે વિકારીભાવની આડોડાઈ બહુ કરી આડોડાઈ ટેડાઈ, એને આ શરીર જે મનુષ્ય ઊભાં છે અને ગાય, ભેંસ, ખિસકોલી આદિ આમ આડાં છે. એ આડોડાઈ કરી એ આડોડાઈ શરીરમાં અવતરશે. આહાહાહા ! આડોડાઈ સમજે? ટેડાઈ. ખિસકોલી, ગાય, ભેંસ, ઘોડા હાથી આદિ આમ (આડાં) છે ને? માણસ આમ ( ઊભા) છે ને ઓલાં આડાં છે. આહાહા ! જેણે માંસ દારૂ એવાં ખાધાં છે તે તો મરીને નીચે નરકમાં જાય છે. એવા ભવ પણ અનંતવાર કર્યો. પણ એ ન હોય અને એકલાં ક્રોધ ને માન માયા કષાય લોભાદિ ભાવ તીવ્ર કર્યા છે ને એમાં જ (રો) પચ્યો છે. આહાહા! એની કષાયની તીવ્રતાની આડસને લઈને, જેનો આત્મા તો ઊંધો પડ્યો પણ એનો જન્મ થશે ત્યાં શરીર આડું મળશે એને તીરછું શરીર વાંકું મળશે. એ માણસ ઊભાં નહીં થઈ શકે. ઝીણી વાતું બાપુ! એણે કર્યું નથી દરકાર ભાઈ. આહાહા!
આંહીથી ભવિષ્યમાં અનંતકાળ રહેવાનો છે. આત્મા નાશ થાય એવો છે? આત્મા તો અવિનાશી છે. તો આંહીથી છૂટીને પણ રહેવાનો છે ને? ક્યાં રહેશે? જેણે એમ માન્યું છે કે હું દયા દાનના રાગ મારા, આ પરનું કરી શકું છું. એવા મિથ્યાત્વભાવના (ફળમાં) ભવિષ્યમાં રહેશે, દુઃખીમાં રહેશે, દુઃખમાં. આહાહાહાહા !
કેમ ભગવાન આત્મા તો અવિનાશી છે એ કાંઈ નાશ થાય એવો નથી, અને લોકોય એમ કહે છે ને દેહ છૂટે ત્યારે એ જીવ ગયો, જીવ મરી ગયો એમ કહે છે? (ના) મરતાં દેહ છૂટે ત્યારે (બોલે કે) એ જીવ ગયો એ જીવ ગયો! પલ્સ નથી હાથ આવતી એ જીવ ગયો ત્યારે જીવ છે એ ગયો ને? અને પાછો ગયો ત્યાં રહેશે કે નહીં ? આહાહા!
ઈ ક્યાં રહેશે જીવ જઈને? આ ઊંધાઈ બધી કરી છે, આ પરના કામ મેં કર્યા ને આમ કર્યા ને પરને પરે (બીજાંએ) અભિનંદન આપ્યાં ને ભેગાં કરીને, જલસા નોંધાવીને ! તમે તો ભારે કામ કર્યું ને તમે તો પચાસ લાખ ભેગાં કર્યા ને... આ આંધ્રપ્રદેશમાં જુઓને અત્યારે થાય છે ને? આંધ્ર દેશમાં મોટું ખેદાનમેદાન થઈ ગયું છે ને આંધ્રપ્રદેશમાં ઘણાં પાંચ-પાંચ, દશદશ લાખ ભેગાં કરે છે માણસો ઓલાં જ્યાં આપે ને ત્યાં તો. આહાહા ! તમે તો ન્યાલ કરી નાખ્યાં એમ જગત બોલે ધૂળેય નથી હવે સાંભળને ! હવે તારાં આવા કષાયના અભિનંદન દેનારને પણ મિથ્યાત્વનું પાપ લાગે છે અને આ અભિનંદન જે ઝીલે છે મને (મારા) વખાણ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com