________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૦૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ વિકારી મેલ (છે). આહાહા !નિર્મળાનંદ પ્રભુ, જેનો સ્વભાવ નિર્મળ ચૈતન્ય (છે). જેમ જળ નિર્મળ છે એમ કાદવની મલિનતાથી પર્યાયમાં મલિનતા દેખાય છે, જળ તો નિર્મળ છે એમ ભગવાન આત્મા ચૈતન્યપ્રકાશનો પૂંજ નિર્મળ છે. ચૈતન્યનો પ્રકાશ ચૈતન્યપ્રકાશ જાણન દેખન પ્રકાશ તેનો ઈ પૂંજ સ્વરૂપ નિર્મળાનંદ છે. આહાહા ! એ એનો આશ્રય કરે, સંયોગનું લક્ષ છોડી હૈ, અંદર દયા, દાનના વિકલ્પ ઊઠે એનુંય લક્ષ છોડી દે એ બંધનું કારણ દુઃખનું કારણ છે. એક સમયની વર્તમાન દશા ચાલતી અવસ્થા હાલત એનું પણ લક્ષ છોડી દે. આહાહા! અને સચ્ચિદાનંદ ધ્રુવ ચીજ ધ્રુવ છે અંદર ભગવાન નિત્ય નિત્યાનંદ પ્રભુ છે. આહાહા ! એનો જે આશ્રય કરે એને જે અવલંબે એનાં તરફ જે દશા ઢળી જાય. આહાહા ! તેને અવલોકન કરનાર એ શુદ્ધનયનો આશ્રય કરે ત્રિકાળી ચીજનો અને તેને જે અવલોકે. આહાહા ! પૂર્ણાનંદ પ્રભુ પૂરણ અંદર છે એને જે અવલોકે, તે સમ્યગ્દષ્ટિ છે. તે હજી ધરમની પહેલી સીઢીવાળો સમ્યગ્દષ્ટિ છે સંભળાય છે કે નહીં, હિંમતભાઈ ! સંભળાય છે ને? બેય કાને ઊંચા છે, એના. ખબર છે ને. ધીરૂભાઈ આવ્યા છે, મળ્યા? આ હિંમતભાઈ આવ્યા છે, ધીરૂભાઈ વઢવાણ. આહાહાહા ! આવ્યા છે.
આંહી કહે છે તે કદી કર્યું નથી, સાંભળ્યું નથી પ્રભુ! આહાહા! કાં તો પરની દયાયું પાળવી ને ભગવાનની ભક્તિ કરવી ને વ્રત પાળવા ને એ બધી રાગની ક્રિયાઓ છે બાપુ એ કાંઈ તારી ધર્મક્રિયા નથી. (શ્રોતાઃ લોકસેવા કરવામાં તો કંઈ વાંધો નથી હું?) લોકસેવા કોણ કરતો તો મૂંઢ ? અજ્ઞાની મૂંઢ એ તો પહેલી વાત કરીને... પરની સેવા કરી શકું છું એ માન્યતા જ મિથ્યાભ્રમ પાખંડ છે. આહાહા ! (શ્રોતા: આપની દૃષ્ટિએ એ છે.) અજ્ઞાનીની દૃષ્ટિએ તો અજ્ઞાનપણે એ ગમે એમ માને, એથી કંઈ સત્ય થઈ જાય? આહા.... હા ! એક આંગળી આ હુલે એને હલાવી શકે નહીં આત્મા! આ તો જડ માટી છે, પ્રભુ તો ચૈતન્ય સ્વરૂપ છે. જાણનાર દેખનાર, જ્ઞાનચક્ષુ છે ઈ આને થતાને જાણે પણ થતાને કરે. એ આત્મામાં છે જ નહીં કોઈ દિ'. આહાહાહા ! સમજાણું કાંઈ ?
આ તો સારામાં સાર ગાથા છે. એનું તદ્દન માખણ છે. આહાહાહા!
જ્ઞાન, જ્ઞાન એટલે જાણવાનો સ્વભાવનો પિંડ પ્રભુ, એમાં તો પુણ્ય ને પાપના રાત્રેય નથી. પણ જે વર્તમાન દશા છે વર્તમાન પર્યાય, એ પણ જેમાં નથી. એ તો પરિપૂર્ણ આનંદ ને પરિપૂર્ણ જ્ઞાન ને પરિપૂર્ણ શાંતિ ને પરિપૂર્ણ વીતરાગતા, પરિપૂર્ણ ઈશ્વરતાના સ્વભાવથી ભરેલો પ્રભુ છે. આહાહાહા ! એ પામરને પ્રભુતા કેમ બેસે? સમજાણું કાંઈ ? આહાહા!
એવો જે ભગવાન સર્વોત્કૃષ્ટ તત્ત્વ પ્રભુ પોતે છે. આહાહા! જેની સત્તામાં જેના હોવામાં, આ શું છે એવું જણાય છે એ સત્તા ઈ ચૈતન્ય સ્વરૂપ છે. જેની ભૂમિકામાં, જેના હોવાપણામાં, આ શરીર છે, આ કર્મ છે, આ રાગ છે આ છે, આ છે એવું જેની સત્તામાં હોવાપણામાં જણાય છે, એ જાણનારો તે આત્મા છે. એ જણાય જે ચીજ એ તેની નથી. આહાહા ! છોટાભાઈ ! આવું છે આ વાત, અનંતકાળ ચ્યો ભાઈ, અનંતકાળથી આથડ્યો વિના ભાન ભગવાનક્રિયાઓય કરી અનંતવાર વ્રત ને તપ ને ભક્તિ ને પૂજા ને... કરોડોનાં મંદિરો બનાવ્યાં ને એમાં ધૂળમાં કાંઈ નથી એમાં. આહાહાહા ! એમાં રાગની મંદતા હોય તો કદાચ પુણ્ય થાય. એ પુણ્ય તો ભવ છે. આહાહા !
આંહી તો પ્રભુ કહે છે સર્વશે કહેલું તત્વ સંતો આડતિયા થઈને જગત પાસે જાહેર કરે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com