________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૦૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ એને ભૂલી ગ્યો તો, જેમ મુઠ્ઠીમાં સોનું હોય, પણ એ ભૂલી ગયો, ક્યાં સોનું? ક્યાં સોનું? દાંતણ કરતાં વખતે સોનું આમ કાઢીને મુઠ્ઠીમાં રાખ્યું હોય પછી કહે કે ક્યાં ગયું? આંહીને આંહી રહી ગયું હોય મુઠ્ઠીમાં. મુઠ્ઠીમાં સોનું છતાં ભૂલી ગયો. આ બાઈયુંને કાંખમાં છોકરું હોય પણ ભૂલી જાય એમ છોકરું કાંખમાં હોય અને હાથ આમ રહી ગયો હોય ને ક્યાં ગયું? ક્યાં ગયું? અહીં લક્ષ ન રહે. આહાહા! (શ્રોતાઃ- બાઈયુ ભૂલે પણ ભાઈએ તેડયું હોય તો ભાઈયું ભૂલે કે નહીં?) ભાઈયુના બાપેય ભૂલે બધા, આ તો છોકરાની બાઈયુની વાતું છે. ઘણું તો છોકરા સાચવે છે બાઈયુને, એટલે આહા.... હા! બાઈયુને કાંખે છોકરું ને ભૂલી જાય એમ. એમ આદમીના કાંખે છોકરું ને એય ભૂલી જાય. આહાહા ! એમ ભગવાન અંદર પ્રકાશમાન જ્યોતિ છે તેને ભૂલી ગયો. આહાહા! અને જે તેનામાં નથી તેને યાદ કર્યું. પુણ્ય ને પાપ ને તેને યાદ કરીને તેમાં રોકાઈ ગયો. બીજા દિવસે વિશેષ વાત.
પ્રવચન નં. ૪૦ ગાથા - ૧૧ તા. ૨૨-૭-૭૮ શનિવાર, અષાઢ વદ-૨ સં. ૨૫૦૪
વસ્તુનું વિશ્વદર્શન એ જૈનદર્શન એનો આ ગાથા પ્રાણ છે. ઝીણું બહુ ઝીણું!
અહીંયાં કહે છે જુઓ અહીં આવ્યા, અહીં શુદ્ધનય કતકફળના સ્થાને છે. છે? છેલ્લી લીટી ચાર છે. શું કહે છે? કે આ આત્મા જે છે વસ્તુ એ પૂરણ અતીન્દ્રિય આનંદઘન છે ત્રિકાળ સત્ છે અને એમાં ચિન જ્ઞાનાનંદનો એ પિંડ છે, આનંદનો એ ગંજ છે એને અહીંયા જ્ઞાયકભાવ ત્રિકાળી જ્ઞાયકભાવ જાણક સ્વભાવભાવ એને અહીંયાં ત્રિકાળી આત્મા કહે છે, એની દૃષ્ટિ કરવી. આહાહા ! એવો ત્રિકાળી જ્ઞાયક જે પરમ સત્ય પ્રભુ પોતે જ પૂર્ણાનંદનો નાથ પરમ સર્વોત્કૃષ્ટ પ્રભુ છે. આહાહા! એનો કોઈ કર્તા પ્રભુ બીજો કોઈ છે નહીં. સ્વયંભૂ છે. એવી જે ચીજ એને રાગના ભાવથી સંયોગના ભાવથી, પર્યાયની એક સમયની દશા, તેનાથી પણ અંતર વસ્તુ જે પૂરણ-પૂરણ છે એ ઉપર દૃષ્ટિ કરવી અને શાકભાવનો અનુભવ કરવો એનું નામ સમ્યગ્દર્શન ને ધરમની પહેલી સીઢી છે. આહાહા ! સમજાણું કાંઈ?
જેમ પાણીમાં મેલ હોય છે, એમાં નિર્મળી એક ઔષધિ થાય છે. એ નિર્મળી ઔષધિ નાખવાથી મેલ અને પાણી બેય જુદાં પડી જાય છે. એમ આ આત્મા આનંદનો નાથ પ્રભુ! સચ્ચિદાનંદ સ્વરૂપ પોતે સ્વરૂપ છે, એમાં જે આ પુણ્ય ને પાપના ભાવ-હિંસા, જૂઠું, ચોરી, વિષય-ભોગવાસના અને દયા, દાન, ભક્તિ, પૂજા, વ્રતાદિના ભાવ એ બધાં મલિન ભાવ છે. એ પાણીમાં જેમ કાદવનું મલિનપણું છે એમ આત્માના ત્રિકાળી સ્વભાવમાં આ વસ્તુ નથી. પણ એની વર્તમાન પર્યાયમાં એ મલિન ભાવ છે. આહાહા! આ શરીર, વાણી એ તો જડ છે એ તો એમાં છે જ નહીં આ તો માટી છે. વાણી, શરીર, કર્મ, પર વસ્તુ (એ) એમાં આત્મામાં છે જ નહીં. પણ એની દશામાં થતા પુણ્ય ને પાપના મલિનભાવ, ચાહે તો દયાનો દાનનો ભક્તિનો પૂજાનો ભગવાનના સ્મરણનો ભાવ હો પણ (એ) ભાવ છે રાગ અને મલિન. આહાહા !
એ મલિનભાવ અને આત્મા જ્ઞાયકભાવ, એ જેમ પાણીમાં મેલ છે ને નિર્મળી ઔષધિ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com