________________
Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates
ગાથા
૧૧
૪૧૧
અંશ વ્યવહાર, તેને આંહી જુદી કહી, ‘ નથી ’ એમ કહ્યું, અભૂતાર્થ છે એમ કહ્યું અને ત્રિકાળી ચીજને સત્ય છે ને ભૂતાર્થ છે એમ કીધું. હવે એનો અર્થ કે જેનો વિષય નથી, તેને અભૂતાર્થ કહેવાય, છે ને ? આહાહા ! અસત્યાર્થ કહેવાય. વ્યવહારનયને અભૂતાર્થ કહેવાનો આશય એવો છે–હવે કહે છે એની વર્તમાન પર્યાય અને રાગને ( વ્યવહારનય ) જુઠ્ઠી છે; નથી ( અસત્યાર્થ ) છે એમ કહેવાનો આશય (એવો છે કે ) –શુદ્ઘનયનો વિષય તો અભેદ છે. આહાહા !
શું કહ્યું ? અંદર સમ્યગ્દષ્ટિ જીવ, ધર્મની પહેલી સીઢીવાળો જીવ, એનો વિષય છે એ તો ત્રિકાળી અભેદ અખંડ છે. ત્રિકાળી આનંદનો નાથ પ્રભુ, નિત્યાનંદ પ્રભુ એ શુદ્ઘનયનો વિષય છે. આહાહા ! એ અભેદ છે. ત્રિકાળી ચીજ છે એમાં પર્યાય અને રાગનોય ભેદ નથી. આરે ! આવી વાતું ? સમજવું.
-
શુદ્ઘનયનો વિષય એટલે શુદ્ઘનયનું લક્ષ જે છે તે અભેદ છે એકાકારરૂપ છે. આહાહાહાહા ! સમ્યગ્દર્શનની પ્રતીતિ જે પર્યાય, એનો વિષય અભેદ છે. ત્રિકાળી એકરૂપ વસ્તુ છે અને તે એકાકાર એક સ્વરૂપે છે. ભેદ અને અનેકતા તેમાં નથી. આ તો મંત્રો છે પ્રભુ ! આહાહાહા ! અત્યારે તો સાંભળવું મુશ્કેલ પડી જાય તેવું છે, જ્યાં જુઓ ત્યાં ધમાલ ! ધમાલ ! ધમાલ ! વ્રત કરો ને અપવાસ કરો ને, ભક્તિ કરો ને... પૂજા કરો ને. એ ય મોટી-૨થયાત્રા કાઢો ને... ગજરથ કાઢો ને...! હાથીને કાઢે છે ને ગજરથ પાંચ-પાંચ લાખ ખર્ચીને. અરે ! બાપા એ તો બધી ૫૨ની વસ્તુ છે એમાં કદાચિત્ રાગનો ભાવ મંદ હોય તો પુણ્ય છે પુણ્ય છે તે ભવ છે ને ભવ છે તે સંસા૨ છે. આહાહાહા ! સમજાણું કાંઈ ?
આંહીંયાં તો ખુલાસો પંડિતજી એવો કરે છે. ભઈ ! આંઠી વ્યવહારનયને જુદી કીધી એટલે વર્તમાન પર્યાયને, રાગને ‘ નથી ’ એમ કહ્યું અને ત્રિકાળી વસ્તુ છે તેને સત્ય કહીને ‘ છે ’ એમ કહ્યું. એનો અર્થ શું ? કે વ્યવહારનયનો વિષય અભૂતાર્થ કહ્યો એનો અર્થ કે જેનો વિષય નથી. છે ? તેને અભૂતાર્થ કહે છે, વ્યવહારનયને અભૂતાર્થ કહેવાનો આશય એવો છે કે–શુદ્ધનયનો વિષય અભેદ, એકાકારરૂપ, નિત્ય દ્રવ્ય છે. નિત્ય દ્રવ્ય પ્રભુ કાયમ રહેનારો ભગવાન, કાયમ ભગવાન અનાદિ છે ને અનંતકાળ એમ ને એમ રહેનારું તત્ત્વ ધ્રુવ, એ ધ્રુવ તત્ત્વ જે છે તે (જ્ઞાયકભાવ ) સમ્યગ્દર્શનનો વિષય છે. આહાહા ! એ શુદ્ઘનયનો વિષય છે !
ભાષા તો સમજાય એવી છે પણ ભાવ બાપુ જેમ છે, એમ છે. અરે ! જે કરવું જોઈએ એ પહેલું કરે નહીં ને બાકી મૂકીને બધા થોથાં. આહાહા !
શું કીધું ? ત્રિકાળી વસ્તુનો વિષય ક૨ના૨ નય અથવા સમ્યગ્દષ્ટિનો વિષય અભેદ છે. જેમાં એક સમયની પર્યાયનો પણ એનો વિષય નથી. એ તો ત્રિકાળી એકાકારરૂપ અભેદ-ભેદ વિનાની ચીજ વસ્તુ છે પ્રભુ. એકાકાર-એક સ્વરૂપે, તે પણ નિત્ય દ્રવ્ય છે એ તો, કાયમ રહેનારી ચીજ છે, પલટતી જે અવસ્થા, બદલતી અવસ્થા છે એ તો વર્તમાન ક્ષણિક છે અને કાયમ રહેનારી ચીજ એ પોતે તો નિત્ય ને ધ્રુવ છે. આહાહા !
આત્મામાં બે પ્રકારઃ એક બદલતી અવસ્થા; ક્ષણે ક્ષણે વિચાર બદલાય અને એક કાયમ રહેનારી ચીજ, કાયમ રહેનારી ચીજ તે નિત્ય છે, બદલતી અવસ્થા તે અનિત્ય અને પર્યાય છે. હિંમતભાઈ ! કોઈ દિ' સાંભળ્યું નથી ને કર્યું નથી ને માથાકૂટ કરીને મરી ગયાં, ત્યાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com