________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૧
૪૦૯ કરે છે એમ માને છે એ પણ મિથ્યાત્વ અજ્ઞાનને સેવે છે. આહાહાહા !
આંહી તો પ્રભુ સર્વજ્ઞ ત્રિલોકનાથ જિનેશ્વરદેવ પરમેશ્વર-ત્રિકાળજ્ઞાની, જેને ત્રણકાળનું જ્ઞાન છે એ પરમાત્મા ફરમાવે છે એ સંતો, આડતિયા થઈને જગત પાસે જાહેર કરે છે. માલ તો પ્રભુના ઘરનો છે. આહાહાહા!
એ શુદ્ધનયનું અવલંબન લે છે આશ્રય “તેઓ જ બીજા નહીં એમ. વર્તમાન પર્યાયનો આશ્રય કરે, રાગનો આશ્રય કરે એ બિલકુલ મિથ્યાષ્ટિ છે. આહાહાહાહા ! તેઓ જ સમ્યક અવલોકન કરતાં હોવાથી સમ્યગ્દષ્ટિ છે. આહાહા ! પણ બીજા સમ્યગ્દષ્ટિ નથી એમ લેવું. કૌંસમાં કહયું કે શુદ્ધનય, અશુદ્ધનયનો સર્વથા આશ્રય કરે, એટલે શું કીધું? કે ત્રિકાળી જ્ઞાયકનો આશ્રય કરે છે, એને પણ પર્યાયમાં અશુદ્ધતા છે એવું લક્ષ છે. લક્ષ છે. અવસ્થામાં રાગ છે એવું લક્ષ છે પણ આશ્રય આનો (જ્ઞાયકનો) કરે છે, અને એનો સર્વથા લક્ષ જ નથી. જેને, અશુદ્ધતા છે જ નહીં પર્યાયમાં, એ તો ભૂલ કરે છે. અશુદ્ધનયનો સર્વથા આશ્રય કરે છે. એનો અર્થ થયો કે સમ્યગ્દષ્ટિ પણ કથંચિત્ અશુદ્ધનો આશ્રય કરે છે એટલે કે પર્યાયમાં અશુદ્ધતા અપૂર્ણતા છે એવું એને ખ્યાલમાં છે છતાં આશ્રય કરે છે ત્રિકાળનો. સમજાણું કાંઈ ?
અરે ! આવું કયાં નવરા હોય છે. આહાહા ! અરે, મોટા રાજાને મોટા કરોડપતિ મરીને એ બકરીની કૂખે બચ્ચાં થાય, એ ઢેઢ ગરોળીની કૂખે, આહાહાહા ! કેટલાંક તો કરોળિયા થાય, કાં ભમરા થાયને અરે ! પ્રભુ! તને ખબર નથી બાપુ! આહાહા! જેણે આ એક જ પ્રભુનો આશ્રય લીધો જેણે, તે એક જ સમ્યગ્દષ્ટિ અને ધર્મી છે. બાકી જેટલા પરનો આશ્રય લઈને પડ્યાં છે, એ બધા મિથ્યાષ્ટિ છે.
ત્યારે આંહી અશુદ્ધનયનો સર્વથા આશ્રયનો અર્થ કે, “જ્ઞાનીને પણ અશુદ્ધનયનો આશ્રય છે.” એવું અંદરમાં આવે એનો અર્થ આટલો, એ ૧૪ મી ગાથામાં આવે છે, અર્થમાં. સ્વનો આશ્રય લેવાની વાત એક જ છે. છતાં પર્યાયમાં અશુદ્ધતા છે એટલું લક્ષ તો હોવું જોઈએ, પર્યાય છે, અશુદ્ધતા છે, એ લક્ષ હોવું જોઈએ. પછી આશ્રય લેવો નહિ એનો, પણ અશુદ્ધતા બિલકુલ છે જ નહીં પર્યાયમાં તો તો એ લક્ષ ચૂકી જાય છે તો અશુદ્ધતા ટાળવી એ પણ રહેતું નથી. આહાહા! સમજાણું કાંઈ?
સમજાણું કાંઈ આવે છે ને? સમજાણું હોય તો તો થઈ રહ્યું. આ તો કઈ પદ્ધતિથી ને કઈ રીતથી કહેવાય છે, કોની તરફ વલણ જાય છે એટલું સમજાય છે? આહાહા ! જેઓ અશુદ્ધનયનો એટલે કે બીજાઓ, સમ્યગ્દષ્ટિ નથી. આહાહા! જેને પર્યાયનો અને રાગનો ને નિમિત્તનો આશ્રય છે ત્યે છે એ સમ્યગ્દષ્ટિ નથી, એ મિથ્યાદેષ્ટિ અજ્ઞાની છે. આહાહા ! એ ચારગતિમાં નરક નિગોદમાં જવાના ભાવને સેવે છે ઈ. આહાહાહા !
માટે કર્મથી ભિન્ન આત્માના દેખનારાઓએ છે? છેલ્લી લીટી, પુણ્ય ને પાપના ભાવ, દયા દાન વ્રત ભક્તિ પૂજાનો ભાવ એ કર્મ છે વિકાર છે. આહાહાહા ! એનાથી ભિન્ન દેખનારાઓએ એ રાગની ક્રિયાના કાર્યથી પ્રભુ ભિન્ન છે. કેમકે એનાથી રહિત થઈ શકે છે તો સહિત હોય તો રહિત થઈ શકે નહીં. ખરેખર દ્રવ્ય–વસ્તુ રાગ સહિત છે જ નહીં, એથી રાગ રહિત થઈ શકે છે. આહાહા ! સમજાણું કાંઈ ?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com