________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૧
૪૨૭ કહે છે. હવે પછી ત્રીજા બોલમાં જરી ઝીણી વાત આવશે. આહાહા! ભગવાન આત્મા, એક સમયમાં પરિપૂર્ણ ચીજ, તેનો આશ્રય લેતાં સમ્યગ્દર્શન થાય, સમ્યજ્ઞાન થાય, સમ્યગ્વારિત્ર થાય. એ વાત મૂકી દઈને, “બહુધા પ્રાણીઓ-માંહોમાંહે વ્યવહારનો જ ઉપદેશ કરે છે.” એક તો એને ભેદરૂપ વ્યવહાર રુચ્યો છે અનાદિનો અને એના ઉપદેશકો પણ એવા એને મળ્યા. આહાહા! સમજાણું કાંઈ? ઉપદેશક પણ તેહવા, આવે છે ને? શું કરે જીવ નવીન? શું આવે છે એની પહેલાં? “દ્રવ્ય રુચિકર જીવડાં, ભાવ રુચિકર હીન.. ઉપદેશક પણ તેહવા, શું કરે જીવ નવીન?” આહાહા ! દ્રવ્ય રુચિકર જીવડાં, વ્યવહારની રુચિ વ્રત ને તપ ને અપવાસને, દેવગુરુનો વિનય કરો, ભક્તિ કરો, પૂજા કરો, વ્રત કરો, અપવાસ કરો, વ્યવહાર સમકિતના આઠ આચાર બરાબર પાળો, વ્યવહાર જ્ઞાનના આચાર બરાબર પાળો. કેમકે ભગવાને પણ વ્યવહાર કહ્યો છે ને? કહ્યો છે કે નહીં? પણ કહ્યો છે ઈ શું કરવા એ તો નિશ્ચયની સાથે નિમિત્તરૂપે સહુચર સાથ દેખીને ઉપચારથી વ્યવહાર કહ્યો છે. “પણ એનું ફળ... બંધન છે.” આહાહા !! સમજાણું કાંઈ?
શાંતિથી આ તો વસ્તુમાં વ્યવહાર અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. નિશ્ચય સત્યાર્થ છે અને નિશ્ચય ભૂતાર્થનો આશ્રય લેતાં સમ્યગ્દર્શન થાય, એવી જે મૂળગાથા ને મૂળવતુ (છે.) ત્યારે કહે કે આમ કેમ કહ્યું? કે વ્યવહાર જૂઠો? કે ભઈ ઈ તો ગૌણ કરીને જૂઠો કહ્યો છે. વ્યવહાર, વ્યવહાર તરીકે નથી પર્યાય તરીકે નથી, એમ નહીં. તેમ રાગ તરીકે વ્યવહાર આવે છે, એ નથી એમ નહીં. પણ તેને ગૌણ કરી અને ત્રિકાળી મુખ્યની દૃષ્ટિ કરાવવા, ત્રિકાળી તે સત્ય છે અને પર્યાય આદિના વ્યવહારો તે અસત્ય છે, એ ગૌણ કરીને અસત્ય કીધાં છે. અભાવ કરીને અસત્ય કીધાં નથી. તેથી એને મુખ્ય ગૌણ કરીને કહેવામાં આવ્યું છે. આહાહા!
ત્યારે કે આમ કેમ કહ્યું કે વ્યવહારના ભેદરૂપી વ્યવહારનો પક્ષ તો અનાદિ કાળનો પોતાને લઈને સ્વચ્છેદે છે. અને ઉપદેશકો પણ એવા મળ્યા છે. વ્યવહારનો ઉપદેશ કરી અને બીજાને લાભ થાય એવાં સાંભળનારાઓને પણ એમાં ઠીક પડે છે. બાબુલાલજી! આહાહા! છે? એનો ઉપદેશ પણ, શેનો ઉપદેશ? વ્યવહારનો. દયા-દાન-વ્રત-તપ કરો, વિનય કરો, ભક્તિ કરવી, સમકિતના આચાર પાળવાં બરાબર વ્યવહારના, એનો ઉપદેશ પણ; એક તો વ્યવહારનો પક્ષ એને છે અનાદિનો ને એમાં ઉપદેશ દેનારા પણ આવા મળ્યાં છે. આહા ! પણ બહુધા એટલે ઘણાં, સર્વ પ્રાણીઓ, ઘણાં સર્વ પ્રાણીઓ પરસ્પર (ઉપદેશ) કરે છે કહેનારાં કહે છે ને સાંભળનારા હા પાડીને પ્રસન્નતા આપે છે. બરાબર છે, સાધન એ જ જોઈએ, એમને એમ થાતાં હશે પાધરાં નિશ્ચયની વાતું કરે છે. સમજાણું કાંઈ ? આહાહા !
એમ અજ્ઞાનીઓ ઘણાં પ્રાણીઓ તો વ્યવહારનો માંહોમાંહે ઉપદેશ આપી અને પ્રસન્નતા પામે છે, કહે કે બહુ સારી આપણને સારી વાત કરી અને ઈ કરતાં-કરતાં થાય ને, કે પાધરું થાતું હશે? અશુભ ટાળે, શુભ કરે પછી શુભથી શુદ્ધ થાય. (શ્રોતાઃ ક્રમ તો છે એવો ને?) ઈ ક્રમ જ નથી. એ ક્રમ તો સમ્યગ્દર્શન પામ્યા પછી સ્વરૂપની દૃષ્ટિ દ્રવ્યનો આશ્રય કર્યા પછી, પહેલાં અશુભ ચારિત્રનાં અશુભના પરિણામ ટાળે અને પછી શુભનાં ટાળે ઈ તો આ અપેક્ષા છે. (શ્રોતા: સમ્યગ્દર્શન પછીની વાત છે) સમ્યગ્દર્શન થયા પછીની વાત છે. આહાહા ! સમજાણું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com