________________
Version 001: remember to check h±tp://www.AtmaDharma.com for updates
૪૦૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ આહાહા ! કંઈક માલ લેવા આવ્યાં 'તા ! આહાહા !વિપુલાચલ પર્વત ઉ૫૨, આહાહા ! ગણધર જેવાં મુનિપણું લઈ લીધું બીજાં કોઈ શ્રાવક થયાં હોય, કોઈ મુનિ, સમકિતી થયા હોય. આહાહા!
અને આ બાર અંગની રચનાનો દિવસેય આ જ છે એટલે કે આ શાસ્ત્ર એ માંહ્યલું છે એટલે એની રચનાનો દિવસેય આ જ છે. આહાહા ! સમજાણું કાંઈ ? ઝીણું છે બાપુ પણ શું થાય ? આહાહા!
ચોરાશીના અવતારમાં જુઓને, આહાહા ! સાંભળીએ છીએ ને વળી કોઈ દિકરી બિચારી બળીને મરી ગઈ બળી ગઈ, છોકરાંને છોકરાંને હાર્ટફેઈલ થઈ ગયું. આહાહા ! કેન્સર કોઈ આમ મરી છોકરાં બિચારાં કાલ આવ્યાં હતા ને દામનગરવાળા ભાવસાર એ હતાં. ત્યાં બે ત્રણ ઘ૨ જ ફક્ત આંહીના મુમુક્ષુ તરીકે છે. તેમાં એક ભાવસાર હતાં. શરીર લટ્ટ જેવું હતું બહું પણ તેને કેન્સર થયું. છોકરો કાલ આવ્યો હતો ( કહેઃ ) મારા બાપા મરી ગયા, ગુજરી ગયા કેન્સ૨માં. આ રવિવારે મારી પૂજા છે ને છોકરાને આપણે ઓળખતા નહોતા. એનાં બાપને ઓળખતા, કહો એકસઠ વરસની ઉંમર ને કેન્સર પણ છેલ્લા સુધી આંહીની રટણાં; નહીં ભલામણ કહેવી ને શું કરજો તમે આનું ને બિલકુલ નહીં એ કહે મારી પાછળ આ કરજો એ આવું કરજો એ કંઈ નહીં... એ તો પોતાના વિચારમાં હતા બસ એ જ. દેહ છૂટી ગયો. આહાહા!
નહીં તો ભલામણ તો કરે કે આ તારી માને સાચવજે, ફલાણું આમ કરજે, ઢીંકણું ક૨જે. આહાહા !! કોણ સાચવે બાપુ ? આહાહા ! તારો વિકલ્પ જ મફતમાં જાશે, હૈં? એવાં છોકરાં હોય કે સામુંય નહીં જુએ એની માની સામું. એવાય હોય છે ને ? ઘણાં છે દાખલા છે ઘણાં જોયા છે ને બાપુ ? બાપુ કોનું કોણ છે ભાઈ ? બધાં સ્વાર્થના સગા છે. પોતાનું પોષણ મળે ત્યાં સુધી એ વહાલાં લાગે. આહાહા !
આંહી તો કહે છે અજ્ઞાની આત્માને જેમાં અનેક ભાવનું પ્રગટપણું છે એવો અનુભવે છે. ધર્મી જેમાં એક જ્ઞાયકભાવ પ્રકાશમાન છે, એવો અનુભવે છે બસ. આહાહા ! આ બેયની વાત. અંતર્ પ્રભુ ચૈતન્ય જ્યોત ઝળહળ જ્યોત ભગવાન શુદ્ધ આનંદનો નાથ પ્રભુ પોતે ૫૨માત્મ સ્વરૂપ જ છે. એનાં જેવી કોઈ સર્વોત્કૃષ્ટ કોઈ ચીજ છે જ નહીં. એવો એક સહજ જ્ઞાયકભાવ પ્રકાશમાન છે એવો અનુભવે છે. આહાહા !
જુઓ આ સમ્યગ્દર્શન અને એની સાથે રહેલું આ સમ્યગ્નાન. આહાહા ! આંહીથી તો શરૂઆત થાય છે, હજી ધ૨મની આંહીથી શરૂઆત થાય છે. એની ખબરું ન મળે ને. આહાહા ! ‘અહીં શુદ્ઘનય કતકફળના સ્થાને છે' જેમ ઓલું પાણી અને કાદવ હતું, એમાં જે નિર્મળી ઔષધિ નાખી 'તી, તેવું મેલ અને પાણી જુદાં પડી ગયા'તા! એમ આ શુદ્ઘનય કતકફળને સ્થાને છે. રાગ અને ભગવાન ઈ સમ્યગ્નાનથી જુદાં પડી જાય છે; જેમ કતકફળનિર્મળી ઔષધિથી કાદવનો મેલ અને જળ નિર્મળ જુદાં પડી જાય છે. એમ આ શુદ્ઘનય એટલે ? સ્વભાવને અનુસરનારી જે જ્ઞાનનય એ જ્ઞાન એને અનુસર્યું છે એને લઈને, આહાહા ! એ કતકફળને સ્થાને (છે) રાગને ભિન્ન પડવાના સ્થાને એ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com