________________
Version 001: remember to check h±tp://www.AtmaDharma.com for updates
૪૦૦
સમયસાર સિદ્ધિ ભાગ-૧ એને ઢંકાઈ ગયો છે. ત્યારે... કર્મ અને આત્માનો વિવેક કરનારા પોતાના પુરુષાર્થ દ્વારા, આહાહા! સહજ એક જ્ઞાયકભાવને જેણે પ્રગટ કર્યો છે, આહીં એ ન જ લેતા એમ કહ્યું કે એક જ્ઞાયકભાવ પ્રકાશમાન છે એમ કહ્યું, ઓલાને પ્રગટ છે આંહી પ્રકાશમાન છે. આહાહા ! સમજાણું કાંઈ ?
,
ઘણી ટીકા ગંભીર !!હિન્દુસ્તાનમાં અત્યારે આવી ટીકા અન્ય મતમાં તો નથી, પણ જૈન મતમાં –દિગંબરમાંય આવી ‘ આત્મખ્યાતિ ’ જેવી બીજી એકેય ટીકા નથી બીજે, એવી અલૌકિક ટીકા છે. અમૃતચંદ્રાચાર્ય ! આહાહાહાહા ! દિગંબર સંત ! આહાહા ! હજાર વર્ષ પહેલાં હતાં હજી તો ભરતક્ષેત્રમાં વિચરતા હતા. આહાહા
છતાં એ પાછા છેલ્લાં એમ કહે પ્રભુ એ ટીકાની રચના મારાથી નથી થઈ હોં ! આહાહા ! હું તો જ્ઞાનસ્વરૂપ છું, તો હું તો મારામાં છું એ વાણીમાં હું ક્યાંથી આવ્યો, કે હું વાણીને ૨ચું ? આહાહા ! જ્યાં હું છું ત્યાં તો વાણી નથી હું તો જ્ઞાનસ્વરૂપમાં સ્વરૂપગુપ્ત છું. આહાહા ! તો હું વાણીને બનાવું એ આવે ક્યાંથી ? આહાહાહા !
ત્યારે એક પ્રશ્ન મંદસૌરવાળાએ કર્યો છે, એમ કે બહેનશ્રીએ (ચંપાબેને ) આમ લખ્યું કે ચેતન જણાય છે પણ પૂરણ કહી શકાતું નથી, એમ કેમ ? એમ કે ને મહારાજ પણ (શ્રીકાનજી સ્વામી ) પણ એક કલાક ધોધમાર (વાણીની વર્ષા ) વહાવે છે એમ લખ્યું છે એણે, પણ કરે કોણ ભાષા ? અરે પ્રભુ ભાઈ ! ભાષા ભાષાને કા૨ણે નીકળે છે.
એમાં કહ્યું છે ને ? સર્વજ્ઞની વાણી સર્વજ્ઞને અનુસારીણિ કહેવાય, અનુભવશીલી એવો પાઠ છે ને પહેલા પં. રાજમલજીની ટીકામાં. ભગવાનની વાણી કેવી છે કે અનુભવશીલી, કે ભગવાનને અનુસારીણિ એટલે ? કે સર્વજ્ઞને અનુસારે (પરિણમે ) વાણી નિમિત્ત છે તેને અનુસરે છે નિમિત્તથી થાય છે એમ નહીં. આહાહા ! જેવું ત્યાં સર્વજ્ઞપણું છે એવી રીતે જ વાણી નિમિત્તને અનુસરીને પોતાના ઉપાદાનની શક્તિથી સ્વ૫૨પ્રકાશક વાણી પરિણમે છે. આહાહા!
અરે પ્રભુ તો જ્ઞાનસ્વરૂપ છે એ રાગમાં આવતો નથી તો વાણીમાં ક્યાંથી આવે ? આહાહા !વાણીમાં સ્વપ૨પ્રકાશક કહેવાની સ્વતઃ શક્તિ છે. આત્મામાં સ્વપ૨પ્રકાશક જાણવાની સ્વતઃ શક્તિ છે. જાણવાની સ્વતઃ શક્તિ, વાણીમાં સ્વતઃ ૫૨ની અપેક્ષા વિના, આહાહા ! ભલે એને અનુસારીણિ કીધી, પણ એ તો ૫૨ની અપેક્ષા રાખીને (છે એમ નથી નહીં તો ) ઈ તો પોતે પોતાથી જ પરિણમી છે. આહાહા!
એ ચર્ચા ચાલી છે... ઓલામાં આવી છે ખાનિયા. · ખાનિયાચર્ચામાં ' એ ચર્ચા ચાલી છે. એમ કે વાણી તો ભગવાનને અનુસારીણિ છે, અરે બાપુ ! કઈ અપેક્ષાએ છે ? એ તો નિમિત્ત છે ઈ અપેક્ષાએ કહ્યું છે. બાકી વાણી તો વાણીને કા૨ણે, તે સમયમાં તે ૫૨માણુ ભાષાપણે પરિણમવાને લાયક હતાં તે પોતાથી પરિણમ્યા છે. આ વાત ! આહાહા !
એક શાયકભાવ ! આહાહા ! ઓલામાં ભાવોનું વિશ્વરૂપપણું અનેકરૂપપણું એમ હતું. વિશ્વરૂપપણું–અનેકરૂપપણું પ્રગટ છે એવો અનુભવે છે. આહાહા ! ત્યારે ધર્મીજીવ પોતાને રાગ અને આત્માની જુદાઈપણાને લીધે, પોતાના પુરુષાર્થ દ્વારા, પ્રગટ કરવામાં આવેલો ‘છે તો છે ' પણ દૃષ્ટિમાં જ્યારે આવ્યો ત્યારે પ્રગટ કરવામાં આવ્યો એમ કહેવામાં આવ્યું. આહાહાહાહા !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com