________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૩૯૮
સમયસાર સિદ્ધિ ભાગ-૧
છે ? પોતાની બુદ્ધિથી જે પોતાની જ્ઞાનની દશા છે; પોતાનું જ્ઞાન પર્યાય, એનાથી નાખેલા (એટલે ) રાગ અને સ્વભાવ વચ્ચે આ રીતે પ્રજ્ઞાછીણીને નાખીને, આહાહા! ‘શુદ્ઘનય અનુસાર બોધ થવા માત્રથી, થવા માત્રથી ” સ્વભાવને આશ્રયે જે બોધ થયો શુદ્ધનયને આશ્રયે જે બોધ થવામાત્રથી-શું કહ્યું ? આહા ! પોતાની જ્ઞાનની નિર્મળ પર્યાય, એને સ્વભાવ તરફ વાળતાં જે શુદ્ધનય અનુસાર બોધ-જ્ઞાન થવા માત્રથી ઊપજેલું, શાયકના જ્ઞાનમાત્ર થવાથી ઉત્પન્ન થયેલું, આત્મ- કર્મના વિવેકપણાથી, આત્મા અને રાગનો વિકલ્પ છે ઈ કર્મ. આત્મા અને કર્મના વિવેકપણાથી બેની જુદાઈથી. આહાહા! શાયકભાવ, એ શુદ્ઘનયને અનુસારે તેનું જ્ઞાન થતાં, આત્મા અને કર્મના વિવેકપણાથી, આહાહા ! રાગ અને સ્વભાવની જુદાઈનું ભાન થવાથી, આહાહા ! આવી વાત છે.
ર
,,
પોતાની બુદ્ધિથી નાખેલા; એનો અર્થ શું ? આહાહા ! સાંભળેલું જ્ઞાન છે એ પણ નહીં એમ કહે છે. આહાહા! સાંભળ્યું છે એ જ્ઞાન નથી એ પોતાની બુદ્ધિ નહીં. અહીંયા તો ચૈતન્યસ્વરૂપ ભગવાન એને અનુસારે થઈને જે જ્ઞાન થયું એ પોતાની બુદ્ધિથી, એ જ્ઞાનથી આહાહા ! “ એ બુદ્ધિથી નાખેલા શુદ્ધનય અનુસાર જ્ઞાન થવામાત્રથી ”, “ ઊપજેલા આત્મકર્મના વિવેકપણાથી પોતાના પુરુષાર્થ દ્વારા ”–ભાષા નાખી જોયું ? પોતાના પુરુષાર્થ દ્વારા અંદરમાં કર્મ જરીક ખસ્યા છે માટે આ કામ ચાલે છે એમ નથી. આહાહા ! “ પોતાનાં પુરુષાર્થ દ્વારા, આહાહા ! આવિર્ભૂત ક૨વામાં આવેલો ” શું ? જે જ્ઞાયકભાવ ત્રિકાળી, રાગના અને પર્યાયબુદ્ધિના પ્રેમમાં ઢંકાયેલો હતો. ખ્યાલમાં નહોતો આવતો. આહાહા ! એક સમયની પર્યાયના પ્રેમમાં કે વિકલ્પના પ્રેમમાં એ ઢંકાઈ ગયો, વસ્તુ હતી છતી છતાં તે આચ્છાદન ઢંકાઈ ગઈ હતી. આહાહા ! અજ્ઞાનીને આચ્છાદન થઈ ગઈ છે. વસ્તુ આચ્છાદન થતી નથી પણ એને આચ્છાદન પર્યાયમાં થઈ એટલે ઢંકાઈ ગયો એમ કહેવામાં આવે છે. આહાહા !
વસ્તુ શાયકસ્વરૂપ જે વસ્તુ છે એ તો ત્રિકાળ શુદ્ધ અને આનંદકંદ જ છે એ ઢંકાતી નથી ને પ્રગટ થતી નથી, એ તો છે જ એવી. આહાહા !
આ ગાથા તો જૈનદર્શનનો પ્રાણ છે, આખા બાર અંગ ને જૈનશાસનનું મૂળ છે આ. ઝીણી વાત છે ભાઈ ! અત્યારે તો મુશ્કેલ થઈ પડી છે. બહારની વાતમાં ને વાતું છે–આવું આ કર્યું ને આ કર્યું, વ્રત કર્યાં, ને તપ કર્યાં ને પડિમા લીધી ને, આહાહા ! એ બધા–અનેક વિકૃત ભાવ, એને અનુભવનારા, વ્યવહારમાં મૂઢ થઈ ગયા છે એ તો અને આ ભાનવાળા વ્યવહારના જાણનારા રહી ગયા છે હવે. આહાહા ! જેણે આત્મા અને કર્મ, કર્મ એટલે રાગ, ચાહે જીવનો શુભાગ હો એ રાગ અને આત્માના વિવેકપણાથી એને ભિન્ન પાડવાથી એને જુદા ક૨વાથી, આહાહા ! ઊપજેલો જે બોધ, આહાહા ! એમાંથી પોતાના પુરુષાર્થ દ્વારા આવિર્ભૂત કરવામાં આવેલા, શું ? સહજ એક જ્ઞાયકભાવ ! આહાહા !
વળી, એક બાજુ એમ કહેવું-કે જે ત્રિકાળી જ્ઞાયકભાવ છે એ ત્રિકાળી તે શુદ્ધ જ છે. એ કોઈ દિ ’ અવ૨ાણો નથી, અશુદ્ધ થયો નથી, હીણો રહ્યો થયો નથી. આહાહા ! આટલા-આટલા અનંત ભવ કર્યા પણ જ્ઞાયકભાવમાં કંઈ પણ ઊણપ આવી નથી. છતાં આંહી એમ કહે છે કે જ્ઞાયકભાવ ઢંકાઈ ગયો છે. એ પર્યાયવાળાને (પર્યાય ) દૃષ્ટિ છે તેને નજરમાં નથી, (તેથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com