________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૧
૩૯૭ નિમગ્ન હતા. ઠેઠ થી ઠેઠ અરિહંતથી માંડીને અમારા ગુરુ (પર્યંત) આહાહાહાહા!
જુઓ! આ શાસ્ત્રની પ્રમાણતા બતાવવામાં પ્રમાણિક આવા પુરુષો હતા. સમજાણું કાંઈ? આહાહા! એને છતાંય નિર્માન, નિર્માન, નિર્માન. આહાહા ! ક્યાં પ્રભુ અમારું ભાવશ્રુતજ્ઞાન અને ક્યાં પ્રભુ તમારું કેવળજ્ઞાન? આહાહા ! જેને અંતર્મુહૂર્તમાં બાર અંગની રચનાની તાકાત અને બાર અંગનું જ્ઞાન અંતર્મુહૂર્તમાં પ્રગટ કર્યું! આહાહા ! એ સંત કહે છે, પ્રભુ તમારી કેવળજ્ઞાનની પર્યાય ક્યાં અને અમારી આ શ્રુતજ્ઞાનની પર્યાય પામર ક્યાં? આહાહાહાહા! આમ છે. આંહી તો જ્યાં થોડું ઘણું ઘારણામાં કાંઈ આવડ્યું અને આવડતમાં આવ્યો, ત્યાં એને એમ થઈ જાય કે આપણે વધી ગયા ને આપણે આગળ ગયાને બાપા એ મારગડા અંતરના અલૌકિક છે ભાઈ ! આહાહા! આહાહા !
જે ગણધરને બાર અંગની ઉત્પત્તિ એક ક્ષણમાં કરી અને રચના એક ક્ષણમાં કરી. ચાર જ્ઞાન-મતિ, શ્રુત, અવધિ, મન:પર્યયની ઉત્પત્તિ એક ક્ષણમાં થઈ, એ પુરુષ એમ કહે, પ્રભુ તમારું કેવળજ્ઞાન ક્યાં? પર્યાય હોં? દ્રવ્યની તો વાત ક્યાં કરવી? કેવળજ્ઞાનની પર્યાય ક્યાં પ્રભુ અને અમારી શ્રુતજ્ઞાનની પર્યાય ક્યાં? આહા ! અમે પ્રભુ પામર છીએ હોં! આહાહા ! વસ્તુ તરીકે અમે પ્રભુ છીએ પણ પર્યાય તરીકે | આવો રચનાની અંતર્મુહૂર્તમાં બાર અંગની શક્તિ એ પણ એમ કહે કે અમે પામર છીએ. આહાહા ! એ માંહ્યલું રચાયેલું આ સમયસાર છે. એનો તો એક ભાગ છે થોડો, છતાં ઘણી વાત રહી ગઈ છે.
આપણે આંહી સુધી આવ્યું છે. છે ને?
જેમાં ભાવોનું અનેકપણું પ્રગટ છે એવો અનુભવે છે, અજ્ઞાની ! આહાહા! પર્યાયમાં અગિયારમી ગાથા વચમાં છે વચમાં કાલ આવ્યું'તું. કાલ તો સજજાય હતી પરમ દિ' છે? વચમાં “વ્યવહારથી વિમોહિત હૃદયવાળાઓ, જેમાં ભાવોનું અનેકરૂપપણું છે, એવો અનુભવે છે' શું કહ્યું છે? કે પર્યાયમાં અનેક પ્રકારના શુભાશુભ રાગ છે, તેમાં વ્યવહારમાં મૂંઝાઈ ગયેલા વિમોહિતવાળા જીવ, આહાહા ! તેને મારું આ સ્વરૂપ છે તેમ અનુભવે છે. આહાહા ! એનું એને વેદન છે દુઃખનું. આહાહા!
જે જ્ઞાન, ભાવોનું અનેકરૂપપણું એમાં વિકલ્પોના અનેક પ્રકાર છે. અજ્ઞાનીને સ્વભાવનો આશ્રય તો થયો નથી. જેને અવલંબે એકતા થાય અને અનેકતા તૂટે એ તો થયું નથી. એથી અનેકપણાને જ એ અનુભવે છે, પુણ્ય ને પાપ, દયા ને દાન આદિ અસંખ્ય પ્રકાર શુભના અને અસંખ્ય પ્રકાર અશુભના, એને અજ્ઞાની, વ્યવહારમાં મોહાયેલા, મૂંઝાયેલા પ્રાણી, વ્યવહારમાં મૂંઢ પ્રાણી અને અનુભવે છે. સમજાય છે કાંઈ? આહાહા!
હવે, “પણ ભૂતાર્થદર્શીઓ છે? છતી ચીજ છે, ભૂત છતો પદાર્થ છે આહાહા ! મહાચીજ છે વસ્તુ છે મૌજુદગી હૈયાતિવાળી ચીજ છે ધ્રુવ શાકભાવ. આહાહા ! એ શુદ્ધનયને દેખનારાઓ અંતરને જોનારાઓ, જે પર્યાય પરને જુએ છે તે છોડી દઈને જે પર્યાય પોતાને જુએ છે. “એવા શુદ્ધનયને દેખનારાઓ પોતાની બુદ્ધિથી નાખેલા” આહાહા ! પુરુષાર્થથી રાગથી ભિન્ન પડીને, આહાહા ! રાગ અને સ્વભાવ વચ્ચે પ્રજ્ઞાછીણી પુરુષાર્થથી કરી છે. પ્રજ્ઞાછીણી મારી છે વચમાં. આહાહા !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com