________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૯૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ જ્ઞાયક (અનુભવ્યો) ભગવાનની વાણી તો નિમિત્ત છે. પણ એની તાકાત એટલી હતી. આહાહા ! કે આ જ્ઞાયક પૂરણસ્વભાવભાવ એનું અવલંબન લઈને, એ જ્ઞાયકભાવ છે ઈ નિરાલંબન છે હમણાં બતાવ્યું હતું કોઈકને ગાથા શ્લોક ત્યાં ઉપર, બતાવી'તી? નિરાલંબન છે. આહાહા ! વસ્તુને પ્રાપ્ત થવામાં કોઈ આલંબન બહારની જરૂર નથી, એવો જે નિરાલંબી પ્રભુ એનું આલંબન લઈને, જેણે ભાવશ્રુત જ્ઞાન આનંદના સ્વાદ સહિતનું ભાવશ્રુતજ્ઞાન પ્રગટ થયું. આહાહાહા !
જે જ્ઞાનમાં અતીન્દ્રિય આનંદ સ્વાદમાં સાથે આવે તેને આંઠીયા જ્ઞાન કહેવામાં આવે છે. આહાહાહા ! એવું જ્ઞાન, જેણે અંતર્મુહૂર્તમાં એ તો ઉપયોગ અંતર્મુહૂર્ત છે, છે તો એક સમયમાં. આહાહા! સમયાંતરમાં એકદમ આખી લાઈન ફરી ગઈ. જે દૃષ્ટિ રાગ અને પુણ્ય ઉપર હતી એ દૃષ્ટિ પડી જ્ઞાયકના આનંદના સાગરમાં, એક સમયમાં જ્ઞાન સમ્યક થઈ ગયું. જે જ્ઞાન ભવનો અંત લીધો, આહાહા ! એ જ્ઞાનને પ્રાપ્ત કરીને (ગણધરે) બાર અંગની રચના અને ચાર જ્ઞાનની પ્રાપ્તિ અંતર્મુહૂર્તમાં કરી નાખી. આહાહા !
જુઓ ! એ તાકાત ગણધરની, છે છઘી-પણ આત્મા અંદર છે ને! આહાહા ! વેદાંતમાં પૂરા હતા વેદમાં પ્રવિણ હતા, એના મોટા અગ્રેસર હતા. આહાહા ! એવી દષ્ટિવંત પણ, ત્રણ લોકના નાથની દિવ્યધ્વનિ જ્યાં સૂની (સાંભળી) આહાહાહા ! એણે પુરુષાર્થની ગતિને અંતરમાં વાળી, જે (ગતિ) રાગ ઉપર હતી. આહાહા! (તે દૃષ્ટિને અંતર્મુખ કરી!) ભાવ આકરો છે બાપા. આહાહા !
અને એ શ્રુતકેવળીઓ, આહાહા! શ્રુતને અંતર્મુહૂર્તમાં ફેરવી જાય એવી એની તાકાત છે. રચના અંતર્મુહૂર્તમાં કરી, બાર અંગ કોને કહે ભાઈ એ તો કંઈ વિચાર્યું એણે, આહાહા ! જેના ત્રીજા ભાગમાં તો ચૌદ પૂર્વ આવે છે. અને એ સિવાય બે ભાગ બીજા છે. આહાહા ! એવા આખા બાર અંગની રચના અંતર્મુહૂર્તમાં કરી પણ છદ્મસ્થ છે તે ક્રમે કરી.
કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે તે એક સમયમાં થાય છે. સમજાણું કાંઈ? આહાહાહા!
એ બાર અંગની રચનાનો દિવસ પણ આ જ છે. આ જે શાસ્ત્ર છે આ, એનો અર્થ અર્થ, પછી બાર અંગના જાણનારાઓનો વિચ્છેદ થઈ ગયો, પછી અગિયાર અંગના જાણનાર રહ્યા, પછી તેનોય વિચ્છેદ થઈ ગયો, (એમ સમય જતાં) પછી એક અંગના જાણનારા રહ્યા, એનો વિચ્છેદ થઈ ગયો. પછી એક અંગના અર્થના જાણનાર રહ્યા. આહાહા ! એ અર્થના જાણનારમાંથી
આ કુંદકુંદાચાર્ય/એક અંગના અમુક અર્થના જાણનાર. આહાહા ! એમાંથી એણે સમયસાર બનાવ્યું. આહાહા ! આ સમયસાર ગ્રંથની પ્રમાણિકતા છે. પોતે કહ્યું છે પાંચમી ગાથામાં.
મારા ગુરુ જે છે, કે અરિહંત જે છે. આહાહા ! એ અરિહંત વિજ્ઞાનઘનમાં નિમગ્ન હતા. કેવળજ્ઞાની પરમાત્મા મહાવીર પ્રભુ આદિ, એ વિજ્ઞાનઘન ભગવાન એમાં નિમગ્ન હતા, અને પછી ગણધર થયા એ (પણ) વિજ્ઞાનઘનમાં નિમગ્ન હતા, ત્યાંથી અમારા ગુરુપર્યત, આહાહા ! કુંદકુંદાચાર્ય એમ કહે છે કે અમારા ગુરુપર્યત જેવા અરિહંત વિજ્ઞાનઘનમાં મગ્ન હતા, નિમગ્ન, મગ્ન એકલા નહીં એવા અમારા ગુરુવિજ્ઞાનઘનમાં (અંતર્નિમગ્ન હતા) વિજ્ઞાનઘન ભગવાન, એકલો વિજ્ઞાનનો પૂંજ આખો મોટો પ્રભુ. એમાં અરિહંત નિમગ્ન હતા, એમ અમારા ગુરુ પણ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com