________________
Version 001: remember to check h±tp://www.AtmaDharma.com for updates
સમયસાર સિદ્ધિ ભાગ-૧
વિશ્વરૂપપણું આ વિશ્વરૂપપણું કેમ મૂકયું ? ઓલામાં સહજ એક જ્ઞાયકભાવ છે ને ત્રિકાળી એકરૂપ છે વસ્તુ ધ્રુવ નિત્યાનંદ ધ્રુવ. જ્યારે પુણ્ય-પાપના ભાવ અનેકરૂપ છે. અસંખ્ય પ્રકારના, –દયા, દાન, વ્રત, પૂજા, નામ સ્મરણ, જાપ માળા, ભક્તિ આદિ શુભના અનેક પ્રકાર છે અને અશુભના અનેક પ્રકાર છે. આહાહા! એ શુભના અનેક પ્રકારના ભાવને અનુભવનારાવ્યવહારમાં મૂંઝાઈ ગયેલા, આહા ! ઈ વ્યવહા૨ને જ પોતાના માનનારા. આહાહા ! આવી વાતું છે. એવા હૃદયવાળાઓ જેમાં ભાવોનું અનેકપણું પ્રગટ છે. ઓલી વસ્તુ છે તે અવ્યક્ત છે પર્યાયની અપેક્ષાએ અપ્રગટ છે. પર્યાયમાં પ્રગટ નથી વસ્તુમાં પ્રગટ છે. પર્યાયની અપેક્ષાએ વસ્તુ (જ્ઞાયક) અવ્યક્ત નામ અપ્રગટ છે. અને એને આ પર્યાય છે તે વ્યક્ત ને પ્રગટ છે.
આહાહાહા!
૩૯૪
અજ્ઞાનીને એ પુણ્યના ભાવ દયા, દાન, વ્રત, ભક્તિ એ જ એને પ્રગટ છે. પ્રગટ દેખાય છે. જુઓને આ કેટલું બધું છોડયું, દુકાન છોડી, ધંધા છોડયા, બાયડી છોડી, છોકરાં છોડયાં ને આ બેઠો. આંહી હમણાં એક આવી 'તી ઈ કહેતી 'તી આમણે ત્યાગ કર્યો છે ને વળી સમકિત નથી ને ઈ શું ? આહાહા!
ભાઈ શ્વેતાંબરનું તો બધું સમજવા જેવું છે, દિગંબરનાં તો ક્ષુલ્લક હોય એ પણ એને સહન કરવાનું ઘણું હોય છે. નગ્નપણે રહેવું સાધુને આને તો કાંઈ ન મળે એની તો વાત શી પણ બિચારા આ નગ્ન રહે શિયાળાની ટાઢયું. આહાહા ! શાંતિસાગર આંહી આવ્યા ’તા... ૯૭ ’માં શાંતિસાગર બહુ મોટા અત્યારે આચાર્ય. આંહી ઠંડીમાં પોષ મહિનામાં હતા, એ બહાર નીકળ્યાં ઓ૨ડીમાં સૂવાડયાં હતાં અંદર, બહાર નીકળ્યા તો આમ, જે જે ધ્રુજે ઠંડી બહુને બંધ કરો બંધ કરો બંધ કરો ! આમ બચારાં નરમ હતાં પણ વસ્તુ સ્થિતિ.
આંહી વ્યવહા૨ના હૃદયવાળાઓ અનેકપણું પ્રગટ છે એવો આત્માને અનુભવે છે. એવો છે નહીં એને અનુભવે છે, એ મિથ્યાર્દષ્ટિ છે.
વિશેષ કહેશે... ( પ્રમાણ વચન ગુરુદેવ !)
પ્રવચન નં. ૩૯ ગાથા - ૧૧ તા. ૨૧-૭-૭૮ શુક્રવાર, અષાઢ વદ-૧ સં. ૨૫૦૪
આજે શ્રાવણ વદ એકમ છે સિદ્ધાંતની. દિવ્યધ્વનિ દિન, ભગવાનની દિવ્યધ્વનિનો આજ દિવસ છે. ભગવાનને રાજગૃહીના પાસે વિપુલાચલ પર્વત ઉપર આજ દિવ્યધ્વનિ છૂટી હતી. કેવળજ્ઞાન તો વૈશાખ સુદ ૧૦ મે થયું. પણ છાસઠ દિવસ વાણી બંધ રહી. વાણીનો યોગ નહિ ને સાંભળના૨નો (પણ ) યોગ નહીં. ( ભગવાન મહાવીરની ) છાસઠ દિવસ વાણી બંધ રહી. આજ સવારમાં સૂર્ય ઊગ્યે બે ઘડી. દિવ્યધ્વનિ છૂટી. ઇન્દ્ર લાવ્યા ગણધ૨ને ગૌતમ સ્વામીને આવ્યા એટલે અંદર, માનસ્તંભ જ્યાં દેખ્યો, એમાં એનું માન ગળી ગયું, અને એને પોતાને અંદર ભાવશ્રુતજ્ઞાન પ્રગટ થયું.
ભગવાનની વાણી નીકળી, એ વાણીમાં ભાવશ્રુતજ્ઞાન આવ્યું કેવળજ્ઞાન નહીં. ભાવશ્રુતજ્ઞાનમાં બધું આવે. કારણકે વાણી છે ને એટલે એના ભાવના અર્થના કર્તા તીર્થંકર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com