________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા – ૧૧
૪૦૧ (“પોતાના પુરુષાર્થ દ્વારા આવિર્ભત કરવામાં) આવેલા એવા સહજ એક જ્ઞાયકભાવપણાને લીધે ” આહાહા...“આવિર્ભત કરવામાં આવેલા એવા સહજ એક જ્ઞાયકભાવપણાને લીધે ” આવિર્ભત કરવામાં આવ્યો નો અર્થ ? દૃષ્ટિમાં તેનો સ્વીકાર થયો છે એમ, એણે આવિર્ભાવ કર્યો એમ કહેવામાં આવ્યું. આહાહા! આવું છે ઝીણું !
વર્તમાન દષ્ટિ એનાં સન્મુખ થઈને એનો સ્વીકાર થયો એથી એને, આહાહા ! એક જ્ઞાયકભાવ જ પ્રકાશમાન છે. આહાહા ! જેની દૃષ્ટિમાં અથવા જ્ઞાનની પર્યાયમાં એક જ્ઞાયકભાવ જ પ્રકાશમાન છે. જેની જ્ઞાનની પર્યાયમાં અનેક વિકલ્પના પરિણામ પ્રગટ છે તેને અનુભવે છે એ મિથ્યાષ્ટિ વ્યવહારમાં મૂઢ થઈ ગયેલા છે. આહાહા ! અને આ રાગથી ભિન્ન પડીને, પોતાની જ્ઞાનની પર્યાયમાં આખા ભાવનું જ્ઞાન થતાં તે જ્ઞાયકભાવ પ્રકાશમાન છે. જ્ઞાનની પર્યાયમાં એક જ્ઞાયકભાવ પ્રકાશમાન છે. સમ્યજ્ઞાનની એક પર્યાયમાં, આહાહા ! એક જ્ઞાયકભાવ પ્રકાશમાન છે એવો અનુભવે છે. આહાહા !
સમ્યજ્ઞાનની સાથે ટેષ્ટિ અંદર રહી છે સાથે. સમ્યજ્ઞાન, રાગને અને આત્માને જુદા પાડી અને આત્મા તરફ જ્યાં ઢળ્યું છે જ્ઞાન, ત્યારે તે સહજ એક જ્ઞાયકભાવપણાને લીધે તેને એક જ્ઞાયકભાવ પ્રકાશમાન તેની પર્યાયમાં આવ્યો. આહાહાહા ! અંધારામાં હતો એ પ્રકાશમાં આવ્યો. આહા! આ ચૈતન્ય ઝળહળ ઝળહળ જ્યોતિ, જેની જ્ઞાનની પર્યાય રાગથી ભિન્ન પડીને પુરુષાર્થ દ્વારા અંદર જાય છે અને એક જ્ઞાયકભાવ પ્રકાશમાન દેખાય છે. સમજાણું કાંઈ? આનું નામ તો હુજી સમ્યગ્દર્શન છે. આહાહાહા !
એની વિધિ અને રીતની પણ ખબર ન મળે એને આ એકાંત લાગે, આવું પણ એનું સાધન શું? ઈ સાધન જ આ. પોતાના પુરુષાર્થ દ્વારા, રાગથી (આત્માને) ભિન્ન કરી ને એક સહજ જ્ઞાયકભાવ પ્રકાશમાન આવ્યો એ એનું સાધન (છે. ). આહાહા ! બીજું સાધન નહીં એનું નામ અનેકાન્ત છે. અને આ તો એમ કહે છે કે આએ ખરું ને વ્યવહારથીય થાય એય ખરુંતો અનેકાન્ત છે.
અરે ભગવાન! એમ ન હોય. અસ્તિ-નાસ્તિ છે એ સપ્તભંગીનો પહેલો બોલ છે. સ્વપણે છે ને પરપણે નથી. એમ સ્વપણેય છે ને પરપણેય છે? આહાહા! અનેકાન્તનો અર્થ સ્વપણેય પણ છે ને પરપણેય પણ છે એનું નામ અનેકાન્ત છે? સ્વપણે છે ને પરપણે નથીચૌદ બોલમાં એમાં તો આવે છે. અનેકાન્તને પ્રકાશનાર અમૃતચંદ્રાચાર્ય ચાંદ બોલ તત્તઅતત્ત, એક-અનેક. આહાહા ! જે સત્ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી છે, તે પર દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી નથી. આહાહા !
જે નિશ્ચયથી શુદ્ધ ચૈતન્ય પ્રકાશમાન છે, તે રાગથી પ્રકાશમાન ને રાગથી જણાય તેવો છે નહીં. આહાહા ! આવી વાત છે પણ શું થાય? ભગવાનનો દિવ્યધ્વનિનો દિવસ છે એ વિપુલાચલ પર્વત ઉપર, રાજગૃહીમાં ભગવાનની વાણી નીકળી હશે એ ગણધર ને ઇન્દ્રો ને, આહાહા ! પચીસસો વર્ષ થઈ ગયાં. આહાહા !
કંઈકને ત્યાં અંદર આત્મજ્ઞાન થયાં. કોઈને મુનિપણાં આવ્યાં. આહાહા! આને –ગૌતમને તો મુનિપણું આવ્યું એકદમ, ભગવાન બિરાજતાં હતાં. આહાહા ! ધર્મની હાટડી ખોલી ભગવાને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com