________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૧
૪૦૩ ઓલામાં રાગની એકતા કરવામાં હતું મિથ્યાજ્ઞાન, આ રાગ ને ભિન્ન પાડવાના સ્થાનમાં છે. જે જ્ઞાન સ્વભાવ સન્મુખ વળ્યું ત્યારે તે જ્ઞાને રાગ અને સ્વભાવને બેને ભિન્ન કર્યા આહાહા ! એ નિર્મળી ઔષધિની પેઠે છે, શુદ્ધનય એમ કહે છે. નિર્મળી ઔષધિ નાખી ને જુદાં પડે એમ શુદ્ધનય જ્યાં અંદર વળે સ્વભાવ અનુસાર જ્યાં જ્ઞાન થાય, એ જ્ઞાને રાગને અને આત્માને જુદાં પાડયા. આહાહાહાહા !
શુદ્ધનય કતકફળના સ્થાને છે. તેથી જેઓ શુદ્ધનયનો આશ્રય કરે છે એટલે કે ત્રિકાળનો આશ્રય કરે છે. તેઓ જ સમ્યક અવલોકન કરવાવાળા છે. આહાહા ! એ શુદ્ધનયનો આશ્રયનો અર્થ ઈ. શુદ્ધનયનો વિષય ત્રિકાળ છે ઈ ત્રિકાળ શુદ્ધનયનો વિષય ત્રિકાળ જ છે. એ ત્રિકાળનોજ્ઞાયકભાવનો આશ્રય કરે છે. તેઓ જ' (શું કહ્યું?) “તેઓ જ'. આહાહા! જે ત્રિકાળી જ્ઞાયક ચૈતન્ય ધ્રુવ એક સમયમાં હોં પણ ત્રિકાળ એટલે ભવિષ્યમાં રહેશે ને( એમ નહીં) આંહી તો વર્તમાનમાં. આહાહા ! જ્ઞાયકભાવ ધ્રુવ ટકતું ત્રિકાળી તત્વ. આહાહા ! એનો જે આશ્રય કરે છે, તેઓ જ સમ્યક અવલોકન કરતા હોવાથી “તેઓ જ”, એક જ; “સમ્યક અવલોકન કરતા હોવાથી સમ્યગ્દષ્ટિ છે!” આહાહાહા ! છે કે નહીં એમાં?
જેઓ શુદ્ધનયનો એટલે ભૂતાર્થનો/ગાથામાં બે ભાગ આવ્યા 'તા ને? ભૂતાર્થ તે જ શુદ્ધનય છે. બીજા૫દમાં એમ આવ્યું હતું. એ ત્રિકાળી વસ્તુ તે જ શુદ્ધનય છે અને ત્રીજા પદમાં એમ આવ્યું 'તું કે ભૂતાનો આશ્રય કરે એ શુદ્ધનયનો આશ્રય કર્યો કહેવાય, અને એ પર્યાયને પણ શુદ્ધનય કહેવાય. ૧૪ મી ગાથામાં એ આવે છે, જે વસ્તુ શુદ્ધનય છે એ ત્રિકાળને પણ કહેવાય અને એને આશ્રયે આનંદ આવ્યો-નિર્મળ સમ્યજ્ઞાન થયું એને પણ શુદ્ધનય કહેવામાં આવે. એનો અંશ પ્રગટયોને? અનુભવ કહો, શુદ્ધનય કહો કે આત્મા કહો ત્રણેય એક જ છે. આવે છે ને ચૌદમી ગાથામાં? આ તો અગિયારમી ચાલે છે. આહાહા !
જેઓ શુદ્ધનયનો આશ્રય કરે છે. “ભૂયત્વમસિદો' છે ને ? એની વ્યાખ્યા થઈ, જે ત્રિકાળી જ્ઞાયકભાવ (છે). એ તરફ જેણે જ્ઞાનને વાળ્યું છે, અને ઈ જ્ઞાનની પર્યાયમાં જેને ત્રિકાળીનો આશ્રય છે. એ રીતે જે ત્રિકાળીને અવલોકે છે. આહાહા! “તેઓ જ સમ્યક અવલોકન કરતા ( હોવાથી)” કેમ કે સાચું અવલોકન તો તે જ કરનારા છે, ત્રિકાળી ચૈતન્યનો પૂંજ પ્રભુ, આહાહા ! પરમેશ્વર સ્વરૂપ પ્રભુ એવા પરમેશ્વરનો જે આશ્રય કરે છે અને તે આશ્રય કરીને તે પરમેશ્વરને અવલોકે છે. આહાહા! તે જ સમ્યગ્દષ્ટિ છે.
આવી ગાથા છે આ. હજી તો આ ચોથા ગુણસ્થાનની વાત છે, પડિમાધારી પાંચમું ને મુનિ છઠ્ઠ એ તો ક્યાં? આ તો પડિમા, બે-ચાર લીધી ત્યાં તો થઈ ગયા આપણે જાણે પાંચમે ગુણસ્થાને આવી ગયા. મહાવ્રત લીધા તે જાણે આવી ગયા મુનિપણાં. અરે રે! આહાહા!
(શ્રોતાઃ પાત્ર હોવે તો માલૂમ પડે કે પાત્ર તૈયાર હોવે તો માલૂમ પડે ને) એ આ અંતર્મુખ જાય ત્યારે માલ મળે. જ્યાં માલ છે ત્યાં જાય તો માલ મળે. માલ ક્યાં છે? અંતરમાં છે. પરમાત્મસ્વરૂપ પ્રભુ પરમેશ્વર સ્વરૂપ જ છે. આહાહા ! પોતાનો પરમેશ્વર, ભૂલી ગયો હતો આવ્યું છે ને (સમયસાર) આડત્રીસ ગાથામાં. આહાહા!આડત્રીસ ગાથામાં આવે છે. પોતાના પરમેશ્વરને ભૂલી ગયો છે, પોતાનો પરમેશ્વર, ભગવાન નહીં. આહાહાહા !
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com