________________
Version 001: remember fo check h±tp://www.AtmaDharma.com for updates
ગાથા ૧૧
૪૦૫
નાખતાં જુદુ પડી જાય છે, એમ આત્મામાં/ઝીણી વાત છે બાપુ ! અનંતકાળમાં એણે કોઈ દી ’કરી નથી અનંતકાળ ચોરાશીના અવતાર ચોરાશીની લાખ યોનિના અવતાર અનંત અનંત કર્યા. આહાહા ! ચોરાશી લાખ યોનિ કહે છે ને ? એમાં એક એકમાં અનંત વા૨ જન્મ્યો છે. આહાહા ! ભૂલી ગયો.
અહીંયાં કહે છે કે એવા જનમ મરણના કારણરૂપ જે ભાવ. આહાહા ! પુણ્ય ને પાપનો જે ભાવ એ મલિન ભાવ છે અને ભગવાન અંદર જેમ જળ નિર્મળ છે એમ એનો સ્વભાવ શુદ્ધ જ્ઞાનાનંદ, શુદ્ધ ૫૨મ ઈશ્વરસ્વરૂ૫, ૫૨મ શાંતસ્વરૂપ, ૫૨મ વીતરાગસ્વરૂપ એવું એનું ત્રિકાળી સ્વરૂપ છે. આહાહાહા ! સમજાણું કાંઈ ? એના ઉપર નજર પડતાં રાગ અને આત્મા બે ભિન્ન પડી જાય (છે). આહાહા ! છે? શુદ્ઘનયને કતકફળ એટલે નિર્મળી ઔષિધ એ પાણીમાં જેમ મેલ હોય ને નિર્મળી ઔષધિ નાખતાં મેલ અને પાણી જુદાં પડી જાય છે, એમ ભગવાન આત્મા સચ્ચિદાનંદ શુદ્ધ ત્રિકાળી સ્વરૂપ છે, એમાં પુણ્ય ને પાપના ભાવ એ મેલ છે. એમાં ભેદજ્ઞાન કરતાં એનાથી ભિન્ન મારી ચીજ જ્ઞાયકભાવ છે એમ શુદ્ઘનયનો વિષય-ત્રિકાળી જ્ઞાયકભાવનો અનુભવ કરતાં, આહાહા ! એ શુદ્ઘનય કતકફળના સ્થાને તેથી શુદ્ઘનયનો આશ્રય કરે છે. ઝીણી વાત ઘણી બાપુ ! આહા !
આ બહારનાં કામ કરીએ છીએ અમે, એ બધાં મિથ્યાદૅષ્ટિના ભાવ છે. સમજાણું કાંઈ ? આ ધંધાને પાણીને સુમનભાઈ સાચું હશે આ બધુંય તમારી નોકરી બોકરીનું બધુંય. આ કારખાનાં કરોડોના ચલાવવાને અને આ અમે કરીએ છીએ (શ્રોતાઃ નોકરી નો અર્થ જ નો... કરી ) નો... કરી ઈ તો છે. પણ આ કામ કારખાનાં ને પૈસા ઉઘરાવવાના ને પૈસા ઉઘરાવીને કામ કરીએ છીએ કંઈક એ તદ્ન મિથ્યાર્દષ્ટિ જુઠ્ઠીદૃષ્ટિનું પાખંડ છે. આહાહા!
કેમ ? કે પ્રભુ આત્મા એ ૫૨દ્રવ્યથી જુદી ચીજ છે. એ જુદી ચીજ, જુદાનું કાંઈપણ કરી શકે એ ત્રણકાળમાં નહીં. ( શ્રોતાઃ શેઠનું કામ નોકર ન કરી શકે ?) નોકરે ય કરે નહીં ને શેઠે ય કરે નહીં, કોણ કરતો 'તો ધૂળ, શેઠ કહેવો કોને ? અબજો રૂપિયા ને કરોડો રૂપિયા માટે શેઠ કહેવો ? શેઠ તો ઠેઠ છે ઈ. આત્માના સ્વભાવથી હેઠે ઉતરી ગયો છે ૫૨ને પોતાનું માનીને. શેઠ તો એને કહીએ, શેઠ એટલે શ્રેષ્ઠ એ રાગના વિકલ્પથી જુદો પાડી આત્માની દૃષ્ટિ કરે, અનુભવે એ શેઠ છે. આહાહા !( શ્રોતાઃ તત્વની દૃષ્ટિએ ઈ શેઠ કહેવાય પણ લૌકિક દૃષ્ટિએ શેઠ કહેવાય છે ને ?) લૌકિક એટલે પાખંડ દૃષ્ટિ, લૌકિક એટલે શું ? આહાહા ! સમજાણું કાંઈ ?
એ આંહી કહે છે “ તેઓ શુદ્ઘનયનો આશ્રય કરે છે ” એટલે ત્રિકાળી આનંદકંદ પ્રભુ ધ્રુવ અવિનાશી આત્મા, એનો જે આશ્રય કરે છે. છે ? ત્રીજી લીટી છે. છે ? હિંમતભાઈ ! ત્રીજી લીટી છે કે નહીં એને સૂઝયું કે નહીં એને ? જોડેવાળા બતાવોને એને કોક એને કોઈ દિ’ ચોપડા વાંચ્યા નથી. બધા બહારમાં કડાકૂટમાં. આહાહા ! આંહીયા કહે છે કે આ પ્રભુ અંદર જે ચૈતન્ય સ્વરૂપ છે, અતીન્દ્રિય અનંત સ્વભાવના સાગ૨થી ભરેલું તત્ત્વ છે. પ્રભુ! આહાહા! એ સચ્ચિદાનંદ સત્ શાશ્વત, ચિદ્ ને આનંદ-જ્ઞાન અને આનંદનો એ ભંડાર છે. આહાહા ! એનો જેણે આશ્રય કર્યો એનું જેણે અવલંબન લીધું, એનો જેણે આધાર બનાવ્યો. દુનિયાની કોઈ ક્રિયા, જડ આદિ છે તેની સાથે કાંઈ સંબંધ નથી અને એ પુણ્ય પાપના ભાવ થાય એ પણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com