________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
ગાથા
૧૧
૩૯૩
આહાહા ! જેને ભગવાન શાયક સ્વરૂપ છતી ચીજ પડી છે, નિર્મળાનંદ સહજસ્વભાવ એની સામું જોતો નથી અને રાગનો ભાવ જે દયા ને દાન ને વ્રત ને તપ અને ભક્તિને, એની સામું જોના૨ા એ વ્યવહા૨માં વિમોહિત છે-વ્યવહા૨માં મૂંઝાઈ ગયા છે, વિશેષ વ્યવહા૨માં લીન છે વિમોહિત મિથ્યાર્દષ્ટિ છે. આહાહા !( શ્રોતાઃ અઠ્ઠાવીસ મૂળગુણમાં પણ દોષ લાગે છે ?) એમાં રોકાય ગયો, ઈ બધા એક છે. ઈ સુરેન્દ્ર હમણાં એક છે ને ? ન્યાં બાબૂલાલજી ગયા ’ તાં તે... બધાંય એમ કહે છે તે. આહાહા ! એકાંત છે વ્યવહારથી નિશ્ચય ન થાય એમ માનવું તે એકાંત છે. રાગની ક્રિયા કરતાં-કરતાં આનંદ પ્રગટે જ્ઞાયક પ્રગટે તો તો અનેકાંત છે. આહાહા !
–
આંહી તો કહે છે કે સ્વને આશ્રયે પ્રગટે ને ૫૨ને આશ્રયે પ્રગટે નહીં, એનું નામ અનેકાંત છે. તો આ કહે છે કે રાગ કરતાં-કરતાં પ્રગટે એનું નામ અનેકાંત છે અને રાગથી પ્રગટે એમ ન માનો તો એકાંત છે. આહાહા!
શું થાય બાપુ ? આ પ્રભુ તારા ઉદ્ધારનો મા૨ગ તો આ છે. આહા ! અરે ! ક્યાં રોકાઈ ગ્યો જ્યાં ચીજ છે ત્યાં ન જતાં, જે ચીજમાં નથી ચીજ એમાં રોકાઈ ગયો. આહાહા ! ચાહે તો ઈ દયા, દાન, વ્રત, ભક્તિનાં પરિણામ કે પંચમહાવ્રતના હો, પણ એ વ્યવહા૨ વિમોહિત છે એમાં જે મુંઝાઈ ગયા છે ને આત્મા તો એનાથી ભિન્ન છે એને એ જોતાં નથી તો એને તો ઢંકાઈ ગયો આત્મા. આહાહાહા !
સમજાય એવું છે ને ભાષા સાદી છે કાંઈ બહુ ( કઠિન નથી !)
વ્યવહા૨થી વિમોહિત હૃદયવાળાઓ તેને જેવાં ભાવોનું વિશ્વરૂપપણું પ્રગટ છે એવો અનુભવે છે. શું કીધું ઈ ? તે આત્માને જેમાં ભાવોનું અનેક વિશ્વ એટલે અનેકપણું પોતે ભગવાન પહેલો કીધો કે સહજ એક જ્ઞાયકભાવ છે–ઈ તો સહજ એક જ્ઞાયકભાવ છે. અને આ વિકારી ભાવો તો અનેક છે, જેમાં ભાવોનું વિશ્વરૂપ એટલે અનેકરૂપપણું પ્રગટ છે. પ્રગટ છે, વિકા૨ જ પ્રગટ છે એને તો. આહાહા ! અને ભગવાન આત્મા જ્ઞાયકભાવ તો એને અપ્રગટ છે. આહા ! જેને પ્રગટ છે છતી ચીજ, એને પ્રગટપણે ન માનતાં, પર્યાયમાં રાગાદિનું પ્રગટપણું તેને તે પ્રગટ છે એમ માને છે. આ જ છે બધું આ જ છે. (વસ્તુ) જ આ છે. આહાહા ! ( શ્રોતાઃ ) એક-એકમાં મન નહીં લાગે તો અનેક–અનેકમાં મન લગાવે છે ?
(ઉત્ત૨: ) હા, મન જાય છે અનેકમાં માટે મિથ્યાર્દષ્ટિ છે. અનેકપણાને અનુભવે છે–વ્યવહા૨માં મુંઝાયેલા. આહાહા !
પછી... સ્વરૂપનો સ્વીકાર થયા પછી... રાગ આવે ત્યારે એ તો પૃથક તરીકે તેને શેય તરીકે જાણે છે. ૫૨શેય તરીકે જાણે છે. અને આ તો પોતાનું સ્વરૂપ જ રાગ અને એનાથી મને લાભ થશે એમ માનનારા છે. આહાહા ! સમજાણું કાંઈ ?
આત્મા જ્ઞાયક છે સહજ એક જ્ઞાયક છે–સહજ એક જ્ઞાયકભાવ છે. એવી શુદ્ઘનયથી એનું ભાન થયું અંતર્દષ્ટિમાં ત્યા૨ે તો એણે મેલપણે હું છું એ તો ન રહ્યું, છતાં મેલ છે એને તો એ જાણે છે. જેમ સ્વ પરિપૂર્ણ સહજ સ્વભાવ છું એમ જાણે છે, એની પર્યાયમાં રાગ છે ઈ રાગને જાણે છે. એ પણ જાણે છે એમ કહેવું એય વ્યવહા૨ છે. ખરેખર તો એ જ્ઞાનની પર્યાયને જ જાણે છે. સમજાણું કાંઈ ? આહા !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com