________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૧
૩૯૧ આવો ઉપદેશ લ્યો! પછી માણસ કહે કે સોનગઢવાળા તો એક નિશ્ચયની જ વાત કરે છે પણ વ્યવહારથીય થાય, (એવું કહેતા નથી) બાબુલાલજીને કીધું તું ને સુરેન્દ્ર પાસે ગયા 'તા ત્યાં બાબુલાલ, ઓલા ઈસરીમાં છે ને સુરેન્દ્ર એણે કીધું 'તું વ્યવહારથી થાય, આણે ના પાડી, બધાને એ વાંધા ઊઠે છે.
એ પાણી જેમ મેલું છે તો હવે મેલાથી નિર્મળતાનું ભાન થાય? એમ પર્યાયમાં વિકાર છે, વિકારથી એક જ્ઞાયકભાવનું ભાન થાય? એ તદ્ન ખોટી વાત છે. સમજાણું કાંઈ?
એ વ્યવહારના રાગને જોનારને તો વ્યવહાર રાગ જ દેખાય છે. એની ઉપેક્ષા કરીને જે જ્ઞાયકભાવ છે એ તો એને ઢંકાઈ ગયો છે. એની ઉપેક્ષા કરી નાખી છે. જ્ઞાયકભાવ ત્રિકાળ છે તેની ઉપેક્ષા, ઉપેક્ષા મલિનભાવની કરવી જોઈએ. સમજાણું કાંઈ? આહાહા!
જે આત્મામાં પુણ્ય-પાપના મલિન ભાવ છે તેની ઉપેક્ષા કરવી જોઈએ. કારણકે વાસ્તવિક શાકભાવમાં ઈ છે નહીં. પણ જેની ઉપેક્ષા કરવી છે તેનો આશ્રય-તેનો આદર કર્યો અને જેની ઉપેક્ષા નથી કરવી તેની ઉપેક્ષા કરી. ત્રિકાળી જ્ઞાયકભાવ છે સહજરૂપ તેની ઉપેક્ષા કરી એટલે એને ઢંકાઈ ગયો. આહાહા
આવો વીતરાગ મારગ ! અત્યારે તો સાંભળવો મળવો મુશ્કેલ પડી ગયો છે બહારમાં કડાકૂટમાં પડયા ને વ્યવહાર કરતાં-કરતાં ને વ્રત ને તપ ને ભગવાનની પૂજા ને ભક્તિ ને અપવાસને અમે ત્યાં ગયા 'તા એક વાર, બીજી વાર તાવ આવ્યો ત્યારે તંય એ પોતે સુરેન્દ્ર સ્નાન કરાવતા 'તા ભગવાનને પ્રતિમાને કરાવતાં 'તા. તાવ આવ્યો 'તો ને અમે ગ્યા'તા ત્યાં, એ બધું કરે એટલે આમ જાણે આપણે. ઓહોહો ! કોણ કરે બાપુ? ઈ શરીરની રાગ-બધી ક્રિયા તો જડની છે એનો ભાવ તમારો જરીક હોય તો તે પણ શુભ છે રાગ છે, તે રાગને જોનારને રાગથી રહિત જ્ઞાયકભાવ છે એને તો એ જોતો નથી. એ કાળે પણ રાગ હોવા છતાં, રાગને જ જોનારાને રાગ હોવા છતાં જ્ઞાયકભાવ છે ત્યાં, રાગ હોવા છતાં તેને જ્ઞાયકભાવ છે પણ રાગને જોનારે જ્ઞાયકભાવને તિરોભૂત કરી નાખ્યો છે. આહા. હા! એણે તો એને ઢાંકી દીધો, અને આ ઊઘડી ગયો પુણ્યને પાપના ભાવ બહાર આવી ગયા. આહાહા ! સમજાણું કાંઈ ? સહજ એક જ્ઞાયકભાવ તિરોભાવ થઈ ગયો-આમાં જરી ગૂઢ છે, સહજ એક જ્ઞાયકભાવ તિરોભૂત થઈ જતો નથી. જ્ઞાયકભાવ તિરોભૂત થઈ જતો નથી.
પણ... કર્મના મળવાથી જેનો, એવા આત્માનો અનુભવ કરનારને માટે વાત છે. આહાહા ! સમજાણું કાંઈ? જે કંઈ પુણ્ય ને પાપના ભાવ, એનો જે અનુભવ કરે છે એને જ્ઞાયક સહજ એક ભાવ તે ઢંકાઈ ગયો છે, એની દૃષ્ટિમાં ઈ આવતો નથી. એની દૃષ્ટિમાં તો આ દયા, દાન, વ્રત, ભક્તિ આ કરીએ એ અમારું છે. આહા... હા! એવી રીતે પ્રબળ કર્મના મળવાથી જોયું? આકરાં કર્મનું મળવું–તીવ્ર વિકાર ઘણોં ભલે હોં! આહાહા ! પણ જેનો સહજ એક જ્ઞાયકભાવ ઢંકાઈ ગયો છે–ઢંકાઈ ગયેલાની વ્યાખ્યા આટલી, શાકભાવ ઢંકાતો નથી.
દ્રવ્યભાવ, દ્રવ્યસ્વભાવ છે ઈ તો કાયમ શુદ્ધ નિર્મળાનંદ જ છે. પણ જે મલિનને જોનારને જ્ઞાયકભાવ ઢંકાતો ન હોવા છતાં એને ઢંકાઈ ગયો એમ કહેવામાં આવે છે. પર્યાયષ્ટિવાળાને-રાગની દૃષ્ટિવાળાને જ્ઞાયકભાવ છતો છે પણ તેની નજરમાં તે લેતો નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com