________________
Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates
૩૯૦
સમયસાર સિદ્ધિ ભાગ-૧ દેખનારને નિર્મળજળ ઢંકાઈ ગયેલું છે, પણ આંહી મલિનતા અને જળને ભિન્ન પાડનારી ઔષધિ નાખવાથી, પોતાના હાથથી-પુરુષાર્થથી આવિર્ભાવ ક૨વામાં આવેલા ‘સહજ એક નિર્મળ ભાવપણાને લીધે ’–પાણીનો સ્વભાવ, ઈ તો સ્વભાવ જ એનો છે કહે છે. સ્વભાવ સહજ એક નિર્મળભાવપણાને લીધે જળને નિર્મળ જ અનુભવે છે. પાણીને તો ‘નિર્મળ જ અનુભવે છે. ઓલા મલિન અનુભવે છે, ભેદ નહિ પાડનારા મલિનને જ દેખનારા, અંદર જળ નિર્મળ છે ઈ એને ખ્યાલ નથી. આહાહાહા !
આ.... દાખલો પણ કેવો આપ્યો છે જુઓ, એ તો દેષ્ટાંત થયો.
‘એવી રીતે–જળ અને કાદવના દૃષ્ટાંતે, હવે સિદ્ધાંત સિદ્ધ કરવો છે આત્મામાં ‘એવી રીતે પ્રબળ કર્મના મળવાથી ' જોયું ? રાગની તીવ્રતા હોય છે-કર્મનો ઉદય ઘણો હોય છે અને વિકા૨ ૫ણ પોતે ઘણો કરતો હોય છે પર્યાયમાં ‘પ્રબળ કર્મના મળવાથી ' –આહાહા ! ૫દ્રવ્ય લીધું છે પણ ૫૨દ્રવ્યના નિમિત્તથી થતો વિકારી ભાવ, આહા ! એના મળવાથી જેનો સહજ એક શાયકભાવ ભગવાન આત્મા સ્વાભાવિક એક શુદ્ધ જ્ઞાયકભાવ કા૨ણપ૨માત્માનું સ્વરૂપ જે એક નિર્મળ જ્ઞાયકભાવ ‘તિરોભૂત થઈ ગયો છે' કોને ? જે રાગ અને દ્વેષને, મલિન પર્યાયના દેખનારને એ જે જ્ઞાયકભાવ છે, છે તો છે પણ એને તિરોભૂત થઈ ગયો છે–ઢંકાંઈ ગયો છે, છે તો શાયક જ્ઞાયક જ હોં ! આહાહા !
જ્ઞાયકભાવ છે ઈ તો કોઈ દિ ’ મલિન થતો નથી, ઈ તો પર્યાયમાં મલિનતા છે. પર્યાય (મેલી છે) જ્ઞાયકભાવ તો એવો ને એવો પડયો જ છે અંદર, સુંદર શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ. આહાહા ! એવા નિર્મળ, છે ? જેનો એક શાયકભાવ તિરોભૂત થઈ ગયો છે. શું કીધું ? જે રાગ ને દ્વેષ ને કર્મના સંબંધવાળા મલિનને દેખે છે જીવને, એને તો જ્ઞાયકભાવ છે તો ખરો પણ એને ઢંકાંઈ ગયો છે. તે શાયકભાવ, શાયકભાવ ઢંકાતો નથી, જ્ઞાયકભાવ પ્રગટ થતો નથી ! જ્ઞાયકભાવ તો ત્રિકાળ છે.
પણ મલિનતા દેખનારને જ્ઞાયકભાવ છે છતો... છતાં તેને (જ્ઞાયકભાવ ) ઢંકાઈ ગયો છે. શું કહ્યું ? સમજાણું કાંઈ ? આહાહા! જેમ પાણી નિર્મળ છે અને મલિનતા તો એની પર્યાયમાં છે. એમ ભગવાન આત્મા શાયકભાવ તો નિર્મળ જ છે ત્રિકાળ, પણ રાગ અને દ્વેષ ને પુણ્ય-પાપના મેલની પર્યાયને જોનારને, એને જ જે જુએ છે–નજરું જેમાં ત્યાં પડી છે. પર્યાય ઉ૫૨ અને રાગ ઉપર અને વિકા૨ ઉપ૨ એની નજરું ત્યાં છે એને શાયકભાવ છતો પડયો છે પણ એને માટે ઢંકાઈ ગયો છે. સમજાણું કાંઈ ? આહાહા !
આવી વાત આ તો અમૃતનાં ઝરણાં છે. અમૃતના મંત્રો છે આ તો, આહા ! જેમ સર્પને ઊતા૨વાના મંત્રો હોય છે ને ? વીંછીના (ઝેરને ) ઊતારવાના મંત્રો હોય છે એમ આ તો મંત્રો છે. આહા... હા !
‘ એવા ’, શું કીધું ? ‘ એવી રીતે પ્રબળ કર્મના મળવાથી ’ –એટલે વિકારી પરિણામની તીવ્રતાના કારણે, પર્યાયમાં હોં ‘ જેનો સહજ એક જ્ઞાયકભાવ ’–સ્વાભાવિક એક જ્ઞાયકભાવ, રાગ અને દ્વેષને જોનારને, એનાં અસ્તિત્વને જોનારને, શાયકનું અસ્તિત્વ તે ઢંકાંઈ ગયું છે, છે છતાં તે જોતો નથી એટલે ઢંકાઈ ગયું છે. આહાહાહા !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com