________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૧
૩૮૯ કુકડાના છીએ અને અમારે ત્યાં જૈનની વસ્તી નથી, પણ અપાસરો રાખ્યો છે સાધુ આવે તોઅમે ગયા તે દિ' અપાસરો નહોતો, ચોરે ઊતર્યા 'તા અમે. એ કોઈ ગરાસીયા છે તે આવ્યા 'તા. એને કોઈ હશે શહેરમાં. પાણી અમને મળ્યું, મેલું જ તે ત. કારણકે આંહી એમ કે તળાવનું પાણી જ છે મેલું આંહી બીજું સાધન નથી, કૂવો નથી, જળનિર્મળ નદી ચાલતી નથી, ઈ કાંઈ છે નહીં. આને મહારાજ ઠારજો ધરે, – ઠારજો એટલે શું સમજ્યાં? મેલ જરી નિકાળીને ઠરે, મેલ હેઠે બેસી જાય એમ. આહા... હા !
પણ, ઓલું મેલને જ જે દેખે છે, એ તો જળ અંદર ચોખ્યું છે એ તો જોઈ શકતા નથી. હૈ? જોઈ શકે તો ઠારવા માટે ( પ્રયત્નો કરે. એમ. જળનો એક નિર્મળભાવ તિરોભૂત થઈ ગયો છે, એવા જળનો અનુભવ કરનારા પુરુષો-જળ અને કાદવનો વિવેક નહિ કરનારા, પાણી ને કાદવની જુદાઈને નહિ જાણનારા, જોયું? મેલું પાણી એ કાદવ છે ને જળ નિર્મળ છે, બે ને જુદા નહીં પાડનારા, આહા... હા! બેનો વિવેક નહિ કરનારા ઘણાં તો, બધાં છે એમ નથી લીધું, બધાં જ મેલું અનુભવે છે એમ નથી લીધું. ઘણાં તો, આહાહા! તેને એટલે પાણીને મલિન જ અનુભવે છે. મેલું જ તે પાણી એમ મેલું જ અનુભવે છે. ઘણાં!
પણ કેટલાક પોતાના હાથથી નાખેલાં, હવે આવી વાત જુઓ ન્યાંય કેટલાક! ન્યાંય બધાય નહીં, હેં? કેટલાક માણસો પાણી મેલું હોવા છતાં કેટલાક માણસો “પોતાના હાથથી નાખેલા.” વળી ઈ શું કહ્યું? એ નોકરને હુકમ કર્યો નથી કે આમાં આ નાખ અને આને જુદું પાડ, પોતે જાતે જુદું પાડે છે. મેલ અને પાણીને પોતે જાતે કરીને મેલને જુદું પાડે છે. પોતાના હાથથી નાખેલા શું? કાકફળ નિર્મળી ઔષધિ, એક ઔષધિ થાય છે નિર્મલી (જે) ગાંધીની દુકાને મળે તે જેવી પાણીમાં નાખે કે મેલ જુદો થઈ જાય અને પાણી જુદું થઈ જાય, ઔષધિ આવે છે નિર્મળી ઔષધિ, લખ્યું છે ને આમાં નિર્મળી ઔષધી, ઈ પોતાના હાથથી નાખી છે. નોકરને કહ્યું નથી કે આમાં નાખ એમ, એટલે કે એમાં જેટલી જોઈએ તેટલી પાણીના પ્રમાણમાં જે જોઈએ એટલી પોતે જાતે જ નાખી છે નિર્મળી ઔષધિ.
ઈ પોતાના હાથથી નાંખેલા, વળી આંહી કોઈ તકરાર ત્યે કે હાથ તો આત્માનો નથી ને તમે કહો છો કે પોતાના હાથથી નાખેલાં, અરે ભાઈ ! અહીં તો દૃષ્ટાંત છે. આ હાથ આત્માનો નથી, પોતાના હાથથી નાખેલાં એ તો દેષ્ટાંતથી સમજાવવું છે કે આ હાથ છે એટલે પોતાના હાથથી નાખે છે એમ. નાખી શકે છે કે હાથ તેનો છે એ અત્યારે આંહી સિદ્ધ કરવું નથી. આહાહા!
પોતાના હાથથી નાખેલા નાખ્યું, મેલા પાણીમાં કતકફળ નાંખ્યું ને પડવામાત્રથી એમ, એ આમ અંદર પડયું જ્યાં, પડવા માત્રથી ઊપજેલો, આહાહા! જોયું? તત્કાળ મેલ અને જળ નિર્મળ જુદું પડી ગયું. આહાહાહા ! જળ-કાદવના વિવેકપણાથી પાણી ને કાદવની જુદાઈપણાથી પોતાના પુરુષાર્થ દ્વારા. આહાહા ! છે ને? ઈ જાતનો પુરુષાર્થ કર્યો, આવિર્ભત કરવામાં આવેલું નિર્મળ પાણી છે તે પ્રગટ કરવામાં આવ્યું છે તો હતું (નિર્મળ જ) પણ મલિનને લઈને ઢંકાયેલું હતું, એની મલિનની દૃષ્ટિવાળાને, એણે અહીંયા નિર્મળ પ્રગટ કર્યું. નિર્મળ છે' એવું પ્રગટ કર્યું છે? આવિર્ભત એટલે પ્રગટ કર્યું. ઓલામાં તિરોભાવ એટલે ઢંકાઈ ગયું. મલિનના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com