________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
ગાથા
૧૧
૩૮૭
જ ૫રમાર્થ છે. આહાહા ! એ શુદ્ઘનય એક જ સાચી હોવાથી એક જ સાચી હોવાથી, એ સત્ય નામ વિદ્યમાન-આ છે એને અને સત્ છે અને, છતો પદાર્થ છે તેને એ પ્રગટ કરે છે. એટલે શુદ્ધનય છતી ચીજ છે તેનો વિષય કરીને તે ‘ છે’ તેમ તેને પ્રગટ કરે છે. ‘છે’ એમ એની દશામાં પ્રગટ થાય છે. આહાહાહા ! માળે આવું ઝીણું છે.
અને એ અર્થ લીધો છે ‘ પંચાધ્યાયી ’ માં કે ભૈ આ શુદ્ઘનય છે એક જ કહે છે. અને એનાં બે ભેદ પાડે તો સર્વજ્ઞની આજ્ઞા બહાર મિથ્યાર્દષ્ટિ છે. એવું પંચાધ્યાયીમાં છે. શું કહ્યું ? પંચાધ્યાયીમાં એમ છે કે ભગવાનની આજ્ઞા એક જ છે કે શુદ્ધનય તે એક જ નય છે એ શુદ્ઘનયના એકના બે ભાગ પાડે-કે અશુદ્ધ છે ને અશુદ્ધ ઉપચારિક છે ને અશુદ્ધ અણઉપચાર છે, વ્યવહાર એવા ભેદ પાડે અશુદ્ધના, શુદ્ધમાંથી તો સર્વજ્ઞની આજ્ઞા બહાર મિથ્યાર્દષ્ટિ છે. પંચાધ્યાયીમાં એમ કીધું છે. તો પછી... આમ મકખનલાલજીએ અર્થ કર્યો છે ત્યાં તો... બીજે તો બધે ગોટો વાળ્યો છે ઘણે ઠેકાણે, ન્યાં અર્થ કર્યો છે કે ભાઈ આ અહીં કહે છે ઈ સ્વસમયમાં આશ્રય લેવા માટે ઈ સ્વસમયની અપેક્ષાએ એક નય કીધી છે. સ્વસમય એટલે આત્મા ત્રિકાળી. સમજાણું કાંઈ ? એણે લખ્યું છે નીચે મકખનલાલજીએ, પંચાધ્યાયીનો પહેલો અર્થ મકખનલાલજીએ જ કર્યો. પછી બીજો દેવકીનંદનજીએ અને ત્રીજો ફૂલચંદજીએ પંચાધ્યાયીના ત્રણ અર્થ છે. ત્રણેય પુસ્તક છે અહીંયાં. આ વાત ફૂલચંદજીના પુસ્તકમાં છે.
આંહી શું કહેવું છે ? આહા ! પ્રભુ એક સમયમાં પર્યાય પણ છે, રાગેય છે અને એ ધ્રુવ એકરૂપ વસ્તુ પણ છે. હવે જ્યારે એકરૂપ વસ્તુ છે એનો સ્વીકા૨ ક૨વો હોય તો એણે પર્યાય અને રાગને જાણવાની નય છે તેની ઉપેક્ષા કરવી પડશે. તેને હેય કરીને એક ત્રિકાળી વસ્તુ છે તે ઉપાદેય કરવી પડશે. સમજાણું કાંઈ ?
શુદ્ઘનય ગંભીર છે બાપુ ! આ ગાથા તો એવી ગાથા છે. આહાહા !
અસ્તિ તો બેયની છે-પર્યાયની પણ અસ્તિ છે, રાગની પણ અસ્તિ છે ને ધ્રુવની પણ અસ્તિ છે. અસ્તિ એટલે છે, વિદ્યમાન છે બેય, પણ એક વિધમાન છે તેને અવિધમાન કરી એટલે લક્ષ છોડાવવા માટે, તે નથી એમ કહી અને વિધમાન એક ત્રિકાળી વસ્તુ છે તેની દૃષ્ટિ કરાવવા એ સત્ય અને ભૂતાર્થ તે એક જ છે. આહાહાહા ! કહો, હીરાભાઈ ! આવું ઝીણું છે. અમારે આવ્યા છેને હસુભાઈને ઈ આવ્યા છે. ઝીણું, ગાથા છે ને. આહાહાહા !
પ્રભુ તું કેવડો ક્યાં છો આખો ? ત્યાં તેની દૃષ્ટિ લઈ જવા, ત્યાં તેની દૃષ્ટિનો વિષય બનાવવા, ઈ પર્યાય ને રાગ હોવા છતાં ઈ દૃષ્ટિનો વિષય નથી, ઈ ગુણભેદ કરવો એ પણ દૃષ્ટિનો વિષય નથી. તો પછી પર્યાય અને રાગ એ તો દૃષ્ટિનો વિષય છે જ નહીં. આહાહા ! એ જાણવા લાયક એક છે પણ આદરવાલાયક માટે તો આ એક જ ત્રિકાળી વસ્તુ એ જ શુદ્ધ ને એ જ સત્ય છે. આહાહા ! સમજાણું કાંઈ ?
આ બીજી લીટીનો અર્થ હાલે છે આ. આહાહા ! ગહન છે પ્રભુ ! આહાહા ! આત્મા, શરીર પ્રમાણે અસંખ્ય પ્રદેશી એમાં અનંત... અનંત... અનંત... અનંત... અનંતના અનંતને અનંતપણે ગુણો અને એને પાછી જે રાશિ આવે એવા એને અનંતપણે ગુણો, એની રાશિ આવે એને અનંતપણે ગુણો, એ અનંત ગુણતાં–ગુણતાં એ અનંત અનંત ચાલ્યા જાય અંદ૨ તો પણ તે ગુણની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
=