________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા
૧૧
૩૮૫
થાય. ધર્મની પહેલી સીઢી ત્યાંથી શરૂ થાય છે માટે તેને શુદ્ઘનય એક જ છે. સમજાણું કાંઈ ? આહાહા ! આવો મારગ.
‘ શુદ્ધનય એક જ ભૂતાર્થ ’ શુદ્ધનય એક જ સાચી એમ. ભૂતાર્થ એટલે સાચી. ‘ હોવાથી ’ પાછું એ પણ‘ હોવાથી ’ શુદ્ધનય એક જ સાચી હોવાથી, સાચાં એટલે છે ‘વિધમાન-સત્ય-ભૂત અર્થને પ્રગટ કરે છે. ’ શુદ્ધનય એટલે કે જે જ્ઞાનનો અંશ ભાગ તે શુદ્ધનય એક જ છે. કેમકે એ શુદ્ધનય ત્રિકાળી ભૂતાર્થ વસ્તુ છે સત્ય છે, એકરૂપ છે એ સત્યને વિધમાન છે ધ્રુવ, ભૂત અર્થ એટલે છતો પદાર્થ છે તેને પ્રગટ કરે છે. આરેરે ! ફરીને....
( શ્રોતાઃ શુદ્ધનય પર્યાયને કીધી છે ને મહારાજ ? ) પર્યાય છે પણ પર્યાયનું લક્ષ છોડાવીને, પર્યાયની દૃષ્ટિ દ્રવ્ય ઉપ૨ જાય છે એ એનું નામ શુદ્ઘનય. તે વિના સમ્યગ્દર્શન થાય નહીં એમ કહે છે. પૂરણ પૂરણ વસ્તુ છે એમાં એનું જ્ઞાન અને પ્રતીત થયા વિના-પૂર્ણ છે એવો સ્વીકા૨ આવે નહીં ત્યાં સુધી પૂર્ણ છે એવું એને ક્યાં છે ? શું કહ્યું ? પૂરણ પ્રભુ છે એકસમયની પર્યાય સિવાય, આહાહાહા ! અનંત ગુણોનું પ્રભુ એકરૂપ એવી પૂરણચીજ છે, એ ચીજનો આશ્રય લીધા વિના સમ્યગ્દર્શન થાય નહીં. એટલે કે પૂરણ છે –એ છે તો છે પણ જેની દૃષ્ટિમાં પૂરણ છે એમ ન આવે, ત્યાં સુધી એને તો પૂરણ છે નહીં. સમજાણું કાંઈ ? હૈં?
આ પ્રશ્ન થયો હતો, નહીં ? વીરજીભાઈના દિકરાએ પ્રશ્ન કર્યો 'તો. ત્રિભોવનભાઈએ. એમ કે આપ આત્માને કા૨ણ ૫૨માત્મા કહો છો તો કારણ હોય તો તો કાર્ય આવવું જોઈએ. તો કા૨ણ ૫૨માત્મા તો બધાની પાસે છે, તો કાર્ય કેમ આવતું નથી ? એ પ્રશ્ન કર્યો 'તો. વી૨જીભાઈના ત્રિભોવનભાઈએ, શું કહ્યું ? આ આત્મા છે ને ત્રિકાળી તેને ‘ કા૨ણ ૫૨માત્મા કહે છે અને તેમાંથી કેવળજ્ઞાનાદિ થાય એને ‘કાર્ય ૫૨માત્મા ’ કહે છે. પર્યાયની પૂર્ણતાને કાર્ય૫૨માત્મા કહે છે અને વસ્તુની પૂર્ણતાને કા૨ણપ૨માત્મા કહે છે. ત્યારે જો કા૨ણપ૨માત્મા છે, તો કા૨ણ છે તો તો કાર્ય આવવું જોઈએ ? એમ પ્રશ્ન થયો ' તો.
ન
પણ કોને કીધું ? કા૨ણપ૨માત્મા છે પણ જે માને એને છે કે ન માને એને છે? જેની દૃષ્ટિમાં તે આવ્યો–કે આ છે તો તેને કા૨ણ પરમાત્મા થયો. દૃષ્ટિએ... ‘ એ છે’ એમ જેણે સ્વીકાર્યું એ દૃષ્ટિમાં... ‘ આ છે ’ એવું સ્વીકાર્યું ત્યારે કા૨ણપ૨માત્મા ‘ છે ’ એવું એની પ્રતીતમાં આવ્યું અને એ પ્રતીતમાં આવ્યું એટલે એને સમ્યગ્દર્શનરૂપી કાર્ય થયું. આવી વાત છે.
ફરીને, એમ કે કા૨ણ ૫રમાત્મા તમે કહો, ‘ કા૨ણપ૨માત્મા ’ કહો ‘ કા૨ણ જીવ ’ કહો ધ્રુવ કહો, સામાન્ય કહો, એકરૂપ કહો, તો એવો જે કા૨ણ પ્રભુ છે તો... એનું કારણ કહો તો તો કાર્ય આવવું જોઈએ. વાત સાચી છે કીધું. પણ કોને ? જે કા૨ણ પ્રભુ છે ત્રિકાળી ! એનો સ્વીકાર જેને થયો દૃષ્ટિમાં.... એને ઈ કારણ૫રમાત્મા છે. પણ એની દૃષ્ટિમાં આવ્યો નથી અને દૃષ્ટિમાં પર્યાય ને રાગનો સ્વીકાર છે. આ પૂર્ણ છે એનો તો સ્વીકાર છે નહીં તો એને તો કા૨ણ ૫૨માત્મા છે નહીં. સમજાણું કાંઈ ? આ ગાથા ઝીણી છે ભાઈ ! આ તો જૈન દર્શનનો પ્રાણ છે આ ગાથા. આમાં તો જેટલું નાખે એટલું નીકળે એવું છે, પાર નથી. આહાહા !
શું કહ્યું ? કે એક સમયમાં, આત્મા ધ્રુવ પણ છે અને તે જ સમયમાં એની એક સમયની પર્યાય પણ છે. બે છે ને ! પર્યાય પણ એનામાં છે ને ? પર્યાયમાં પર્યાય હો બે છે. હવે ઈ બેમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com