________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૧૧
૩૮૩ જ નથી ગૌણ કરીને નથી, અસત્ય અને અભૂત એટલે નથી એવા અર્થને, નથી એવા ભાવનેનથી એવા ભાવને પ્રગટ કરે છે. આહાહા ! ઈ એક નયના વિષયની વ્યાખ્યા થઈ. લ્યો! આ થવા આવ્યો કલાક તો પાંચ મિનિટ છે છ મિનિટ. આહાહા !
ગજબ વાત પ્રભુ તારી. સર્વજ્ઞ પરમેશ્વર એનાં કથનો ધર્મનાં ને ધર્મ વિરુદ્ધનાં બેયનું કથન અલૌકિક છે. એવી વાત-પરમસત્ય કાને પડવી બાપુ! એ પણ ભાગ્યશાળી હોય એને પડે. સમજે એ તો ન્યાલ થઈ જાય. આહાહાહા !
હવે શુદ્ધનય એક જ હોવાથી, ઓલામાં બધોય હતું ને? વ્યવહારનય બધોય હતો; ઘણાં હતા એટલે ચાર બોલ. આ તો એક જ પ્રકાર છે. આહાહાહા ! બીજા શાસ્ત્રોમાં શુદ્ધની વ્યાખ્યા આવે છે–શુદ્ધનય-અશુદ્ધનય એવા ભેદો આવે છે, પણ એ બધા ભેદની અપેક્ષાએ પરસમયની મુખ્યતા બતાવવા, આ તો સ્વસમયની મુખ્યતા બતાવવા. આહાહાહા ! મહાપ્રભુ એક સમયમાં પ્રભુ શુદ્ધનય એ એક જ ભૂતાર્થ હોવાથી. છે? “શુદ્ધનય એક એવ” એમ છે સંસ્કૃત. આહાહા ! “શુદ્ધનય એક એવ ભૂતાર્થત્યાત્” “ભૂતાર્થ” “હોવાથી ' એ પાછું ન્યાંય તે ઓલું અભૂતાર્થ “હોવાથી' હતું. આહાહાહા !
પ્રભુનો મારગ ઝીણો બાપુ ભાઈ ! લોકોને હાથ આવ્યો નથી, સંપ્રદાયમાં તો આ વાત સાંભળવા મળતી નથી. આહાહા ! સ્થાનકવાસી શ્વેતાંબરમાં તો આ વાત જ નથી. દિગંબરમાં વાત છે પણ એના અર્થોને.. પોતાની કલ્પનાએ અર્થ કરીને, વ્યવહારના વિષયમાં ચાલ્યા જાય છે. આહાહા!
વ્રત અને તપ અને ભક્તિ ને પૂજા ન કરતાં કરતાં) કલ્યાણ થઈ જશે. જેને આંહી અસત્ય કીધો તેને એનાથી સત્ય મળશે એમ ચલાવે, બાપુ! નુકસાન થાય છે ભાઈ. તને વિપરીત ભાવના ફળમાં, વેદન આકરાં પડશે પ્રભુ. વિપરીતભાવ વર્તમાન છે એ પણ દુઃખરૂપ છે અને એનું ફળ પણ ભવિષ્યમાં ભાઈ તને દુઃખરૂપ છે બાપુ. આ વાત તારા તિરસ્કાર માટે નથી પ્રભુ. પણ, વિપરીત શ્રદ્ધા અને વિપરીત જ્ઞાનનું ફળ, એનું ભવિષ્યમાં પ્રભુ આકરું દુઃખછે. આહાહાહા !
જેના ફળ તરીકે નિગોદ ને નરક બાપુ સામું કોઈ જોનાર નહીં મળે, આહાહા! એ જાણીતો ન્યાં કોઈ માણસ નહીં હોય એ અજાણ્યા ક્ષેત્રમાં-અજાણ્યા શરીરમાં જાવું બાપા. આહાહા! એ મિથ્યાશ્રદ્ધાના ફળમાં એ સ્થિતિ અનંતવાર ઊભી થઈ છે. આહા... હા!
ભાઈ ! તારું સાંભળનાર કોઈ નહોતું ત્યાં હોં? તું રાડ પાડ કાપે ને દુઃખી થા. આ અમેરિકામાં સાંભળીએ છીએ ને? આમ ગાયોને ઊભી રાખે ગમાણમાં ખાવા માટે સેંકડો ગાયો એક હારે. માથેથી હથિયાર (પડે!) સંચો હોય સંચો માથું આમ પડી જાય. કસાઈખાનું છે ને અમેરીકામાં. આહાહા! ભાઈ શું હશે બાપુ રાગની એકતા અને શરીરની એકતા બુદ્ધિમાં બાપા એને પીડન એ કાપવાનું (કપાવાનું) પીડન નથી એને એકતાબુદ્ધિનું પીડન છે. એકતા બુદ્ધિનું દુઃખ છે. આહાહા! આહાહાહા !
એ “શુદ્ધનય એક જ ભૂતાર્થ હોવાથી એની વિશેષ વ્યાખ્યા આવશે. (પ્રમાણ વચન ગુરુદેવ.)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com