________________
૩૮૪
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
સમયસાર સિદ્ધિ ભાગ-૧
પ્રવચન નં. ૩૮ ગાથા - ૧૧ તા. ૧૯-૭-૭૮ બુધવાર, અષાઢ સુદ-૧૪ સં. ૨૫૦૪
અગિયાર ગાથા. વ્યવહારનય બધોય અભૂતાર્થ હોવાથી એની ઉપેક્ષા કરાવી છે. વ્યવહારનયનો વિષય છે ખરો, કેમકે રાગ એ છે ને ? અસદ્ભુત ઉપચાર-રાગ છે, તોછે તેનું જ્ઞાન થતાં એને વીતરાગતા અત્યારે નથી એવું એને જ્ઞાન થાય. અને ‘રાગને જાણનારું જ્ઞાન ’ એ સદ્ભુત ઉપચાર (છે ). એ જ્ઞાનની પોતાની હૈયાતિ સિદ્ધ કરે તો પછી આ ‘ રાગને જાણે ’ ઉપચાર એમ આવે. જ્ઞાન છે પોતાની પર્યાયમાં પોતાનું અને એ ‘જ્ઞાન તે આત્મા ’ એમ કહીને, છે પણ વર્તમાન પર્યાયની ઉપેક્ષા કરાવી છે. ગૌણ કરીને ઉપેક્ષા કરાવી, એ બધોય અભૂતાર્થ હોવાથી અસત્ય અર્થને પ્રગટ કરે છે. સીધી ભાષા તો એવી છે જાણે, પર્યાય બધી નથી એમ નહીં, પર્યાયની ઉપેક્ષા કરવા અને ત્રિકાળી ભગવાન શુદ્ધ ચૈતન્ય તેનું અવલંબન લેવા, તે પર્યાયને ‘ છે ’ છતાં ઉપેક્ષા કરીને ‘ નથી ’ એમ કહેવામાં આવ્યું છે. હવે એ તો વ્યવહાર છે એની વાતું ઘણી લાંબી છે.
હવે આંહી આવ્યું ‘શુદ્ઘનય ' એક જ ભૂતાર્થ હોવાથી, બીજાં સ્થાનમાં તો શુદ્ઘનયના ભેદ પાડયા છે શુદ્ધ-અશુદ્ધાદિ, પણ એ ખરેખર અશુદ્ઘનય પણ વ્યવહારમાં જાય છે. આંહી તો એક, શુદ્ઘનય એક જ છે એનામાં બીજો ભાગ નથી, એટલે ? શુદ્ઘનયનો વિષય જે ત્રિકાળી ભગવાન ધ્રુવ, તેની દૃષ્ટિ માટે શુદ્ઘનય એક જ છે. અરે ! આવી વાતું હવે આ. સમજાણું કાંઈ ? વસ્તુ જે છે ધ્રુવ એક સમયમાં, તેને એક ન્યાયે તો આંઠી નય કીધી છે શુદ્ધ, છતાં... શુદ્ઘનય એનો વિષય ક૨ના૨ છે, ત્રિકાળી ધ્રુવનો ઈ એક જ શુદ્ઘનય છે, ઈ શુદ્ધનય એટલે જ્ઞાનનો અંશ, એ ત્રિકાળીને વિષય કરે છે. તેથી શુદ્ઘનય એક જ ભૂતાર્થ (છે ) કેમ ? પ્રયોજન તો દ્રવ્યને દૃષ્ટિમાં લેવું–એનો સ્વીકાર કરવો એ પ્રયોજન છે. સમજાણું કાંઈ ?
એ પર્યાય-જ્ઞાનનો અંશ તે આત્મા એની પણ ઉપેક્ષા કરાવી(છે). જ્ઞાનનો અંશ જે રાગને જાણે એને રાગના ઉપચારની પણ ઉપેક્ષા કરાવી છે. આહાહા ! અને રાગ છે, એમ એનાં બે પ્રકાર છે, એક રાગ છે એ સાધન છે અને સાધ્ય છે કે જે અવ્યક્ત રાગ છે–જો બુદ્ધિપૂર્વક રાગ છે તો અબુદ્ધિપૂર્વક ( પણ ) રાગ છે, એની પણ અહીંયા ઉપેક્ષા કરાવી હવે. આહા ! એ મારી ચીજની દૃષ્ટિના વિષયમાં એ વસ્તુ નથી. ‘ જ્ઞાન તે આત્મા ’ એ પણ મારા દૃષ્ટિના વિષયમાં નથી. આહાહા ! ઝીણો બહુ મા૨ગ !
શુદ્ઘનય એક જ શબ્દ છે. જોયું ? ‘ એક જ ’ એ બીજે ઠેકાણે આચાર્યો શુદ્ઘનયના ભેદ પાડે. આમાં ટીકામાં ને અર્થમાંય આવશે. અશુદ્ધનય પણ પછી અશુદ્ધનયને પર્યાયનય કહીને વ્યવહા૨નય કહેવો એમ કહ્યું છે. આહાહા ! એટલે શું ? ત્રિકાળી વસ્તુનો સ્વીકાર કરાવવામાં, પર્યાય અને પર્યાયના ભેદોની ઉપેક્ષા કર્યા વિના-તેનું લક્ષ છોડયા વિના, ત્રિકાળી જ્ઞાયકભાવની દૃષ્ટિ ન થાય અને પ્રયોજન તો શાયકભાવને અનુભવમાં લેવો એ સમ્યગ્દર્શન છે. આહાહા ! ત્રિકાળ જ્ઞાયક ચૈતન્ય સત્ મહાપ્રભુ, સર્વોત્કૃષ્ટ ૫૨મ પારિણામિક શુદ્ધપારિણામિક ૫૨મભાવ, શુદ્ધ સહજ સ્વભાવ ૫૨મ ભાવ, શુદ્ધ સહજ ૫૨મભાવ ત્રિકાળ, એનો આશ્રય લેતાં સમ્યગ્દર્શન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com