________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
ગાથા
૧૧
૩૮૧
કહો ધીરૂભાઈ ? ન્યાં હતું કાંઈ ત્યાં? મંદિર બનાવો ને આ કરો ને ઢીકણું કરો ને. આહાહાહા ! ત્રણ લોકનો નાથ બાદશાહ-પૂર્ણાનંદનો નાથ બાદશાહ અંદર બિરાજે છે ને ! એ બાદશાહ છે તે જ સત્ય છે એમ કહી અને એનામાં પર્યાયનો અને રાગનો ભેદ પડે તેને ( અસત્ કહ્યો ) છે તો ખરું, પણ તેને ગૌણ કરીને, વ્યવહારનય અસત્યને પ્રગટ કરે છે એમ કહેવામાં આવ્યું છે. ‘ નથી ’ જ એને પ્રગટ કરે છે એમ નહીં. આહાહા! સમજાણું કાંઈ ?
વ્યવહા૨નયનો વિષય જ નથી તો નય શું ? નય તો વિષયી છે. અને સામો એનો વિષય હોય ત્યારે વ્યવહા૨નય હોય છે. સમજાણું કાંઈ ? નિશ્ચયનય છે આહાહા ! એ પણ વિષયી છે. એનો વિષય જો ન હોય તો વિષયી જ ક્યાં? આહાહા! નિશ્ચયનો વિષય તો ત્રિકાળી શાયકભાવ છે. આહાહા ! અને વ્યવહારનો વિષય વર્તમાન પર્યાય ને રાગ ભેદ છે, વિષય એનો છે તો નય કહેવામાં આવે છે. પણ તે વિષયને ગૌણ કરીને એ અસત્યને, ત્રિકાળીને પ્રગટ કરતો નથી ભેદને અને રાગને પ્રગટ કરે ( છે ) માટે ગૌણ કરીને અસત્ય અર્થને પ્રગટ કરે છે. એમ કહ્યું છે. આહાહાહાહા ! કહો દેવીલાલજી ! આવી વાતું છે. હજી તો આ પહેલી લીટીનો અર્થ હાલે છે આ. આહા... હા !
–
અરે ! ભગવાન અંદર પ્રભુ એ જ્ઞાનનું બિંબ, ચૈતન્ય બિંબ પ્રભુ તું છો ને ? આહાહા ! એકલા ચૈતન્યના પ્રકાશનું નૂરનું તેજ સામાન્ય અભેદરૂપે વસ્તુ તું છો એને સત્ય કહીને એને સાચું કહીને, તે જ છતો પદાર્થ છે એમ કહીને, તેનો વિષય નયનો વિષય તેને બનાવ્યો નિશ્ચયનો, અને પર્યાયમાં પર્યાય અંશ છે તે ભેદ છે અને રાગ પણ ૫૨ છે, એનામાં નથી, એનો વિષય વ્યવહારનય છે. એ વ્યવહારનય એને જાણે છે એ તો બરાબર છે પણ આંહી એને ગૌણ કરીને વ્યવહારનયનો વિષય નથી એમ કહેવામાં આવ્યું છે. આહાહા ! આવો મારગ ! દિગંબર જૈનદર્શન સિવાય સાંભળવા મળે એવું નથી બાપુ. આહાહા ! સનાતન જૈનદર્શન ત્રણલોકના નાથનું કહેલું, આહાહા ! પૂર્વાપર વિરોધ રહિત એવું એ જૈનશાસન છે. પણ એને સમજવા માટે ઘણો પ્રયત્ન જોઈએ. ઘણી નિવૃત્તિ લઈને પુરુષાર્થથી તેને સમજવું જોઈએ.
વ્યવહા૨નય બધોય એટલે ચાર (પ્રકારનો) અભૂતાર્થ હોવાથી જૂઠો હોવાથી, કહો વ્યવહારનય જૂઠો તો પર્યાય નથી ? ( નથી, તો ) તો વેદાંત થઈ ગયું આમાંથી કાઢે છે ઈ... ઓલો ! નાથુરામ પ્રેમી એમ કહેતા કે આ તો વેદાંતના ઢાળામાં ઢાળ્યું છે, કુંદકુંદાચાર્યે સમયસારને.
અરે... ત્યાં આગળ તો કીધુંકે ભગવાન અહીં આવ્યું કે પર્યાય છે, દ્રવ્યની છે, ૫૨થી જુદી છે, પોતામાં છે અને પર્યાય દ્રવ્યથી જૂદી પોતામાં છે એમ બધું સિદ્ધ કર્યું છે. ઈ વેદાંતમાં કે દિ ’ હતું ? આહાહાહા ! ઈ કહેતા ઈ, આ પર્યાયને અભૂત કીધી ને ? પર્યાય તે નથી એમ કીધું અહીં તો ! દ્રવ્ય તે છે પર્યાય નથી અસત્ય છે એટલે કે નથી. એમ કહ્યું 'તું ને ? બાપુ ! કઈ અપેક્ષાએ કહ્યું ? ( શ્રોતાઃ અપેક્ષાથી કહ્યું.) એની અપેક્ષાએ એને ગૌણ કરી એનું લક્ષ છોડાવવા, એ નથી એમ કહ્યું અને જેનું લક્ષ દેવું છે એને મુખ્ય કરીને તે જ સત્ય છે એમ દૃષ્ટિ કરાવવી છે. સમજાય છે કાંઈ ?
( શ્રોતાઃ ગૌણ છે તેને ગૌણ કરાવેલ છે ?) પણ હોય એને ગૌણ કરે ને ? નથી એને ગૌણ શું કરવું ? કાંઈ ચીજ જ નથી એને ગૌણ કરી ? ગૌણ કોને કરે ? તળેટીને ગૌણ ક૨વી ને ઉ૫૨
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com