________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૧
૩૭૧ અણઉપચાર કહ્યો. જાણવામાં આવે તેને ઉપચાર કહ્યો. જાણવામાં ન આવે એને અણઉપચાર કહ્યો. ત્યાં બે નય થઈ. અસભૂત વ્યવહારનયના બે પ્રકાર થયાં. એ નિષેધ કરવાલાયક છે.
હવે, આવી બે બીજી (નય) સભૂત વ્યવહારનય. કે જે જ્ઞાન રાગને જાણે જ્ઞાનનું અસ્તિત્વ મારા પોતામાં છે, માટે સભૂત પણ રાગને જાણે ઓલો (નય) રાગને જાણે એ તો અસભૂત રાગને જાણે પણ અહીં તો રાગને જાણવાનું જ્ઞાન પોતે કરે પોતાથી. રાગને જાણવાનું જ્ઞાન પોતાથી. સ્વપરપ્રકાશક જ્ઞાનપર્યાયના સામર્થ્યથી રાગને જાણવાનું જ્ઞાન કરે એમ કહેવું છે, તો જાણવાનું જ્ઞાન પોતાનું-રાગને જાણવાનું જ્ઞાન છે તો પોતાનું, પણ એ રાગને જાણે છે એમ કહેવું એ “સબૂત ઉપચાર નય ” કહેવામાં આવે છે. આ બધામાં આ ચાર બોલ છે.
ઓલું તો રાગને જાણે છે, જાણવા એને અસદ્દભૂત ઉપચાર વ્યવહારનય કહ્યો, અને અહીંયાં તો રાગને જાણવાનું જ્ઞાન પોતાથી થયું છે માટે તે સદ્ભુત છે પણ એને રાગને જાણે છે એમ કહેવું તે “ઉપચાર છે. સમજાણું કાંઈ ? આહાહા !
એ સભૂત જ્ઞાનનો પર્યાય છે પોતામાં માટે સભૂત, એ રાગને જાણે છે એમ કહેવું તે ઉપચાર છે. એટલે સદ્ભૂત ઉપચાર નય થઈ ગયો. “સદભૂત વ્યવહાર ઉપચાર થયો, અને ચોથો, “એ જ્ઞાન તે આત્મા છે' જે હમણાં આવ્યું તું એવો ભેદ પાડીને કથન છે, તે “સબૂત અણઉપચાર વ્યવહારનય છે. કારણ કે જ્ઞાન પોતામાં છે અને આ આત્માને બતાવે છે આમ, જ્ઞાન “આ આત્મા છે” એટલો ભેદ છે માટે વ્યવહાર છે. આહાહા ! સમજાણું કાંઈ ?
પોતામાં છે માટે સદભૂત છે અને આમ ભેદને બતાવે છે માટે વ્યવહાર છે અને તેને અણઉપચાર કહ્યું કારણકે જ્ઞાન તે આત્મા છે એ તો બરાબર છે એ અપેક્ષાએ તેને સભૂત અણઉપચાર વ્યવહારનય કહેવામાં આવે છે.
ચાર (નય) થઈ. એ બધોય' શબ્દમાં આ ચાર પ્રકાર) આવે. બે અસભૂતનાં ને બે સભૂતનાં વ્યવહારનય (છે). આહાહા ! આ દરકાર જ કરી નથી છોટાભાઈ ? આ રળવું ને આ કરવું. આહાહા ! ત્રણલોકના નાથનો મારગ જિનેશ્વરનો. ક્યાંય છે નહીં એની ગંધ ક્યાંય નથી. આહા ! એ મારગ સમજવા માટે (નિવૃત્તિ જોઈએ). (શ્રોતાઃ આપ કહો છો ત્યારે બહુ ખુશી થઈએ છીએ) એમાં શું પણ હજી એ સમજે તો.. ખુશી થવાનું છે ને કે વીતરાગે કહ્યો તે જ મારગ સત્ય છે એવું પોતાને અંદર સમજાય ત્યારે ખુશી થાય ત્યારે આનંદ આવે. આહાહા !
વ્યવહારનય, એટલે? ભેદને અને અસભૂતને જાણનારું નય તેને વ્યવહારનય કહીએ ભેદને અને એમાં નથી ત્રિકાળીમાં એવાને જાણનાર નયને વ્યવહારનય કહીએ. એ વ્યવહારનય બધોય. “બધોય ” એટલે ચાર.“અસભૂત ઉપચાર વ્યવહારનય' રાગ આવે છે પણ ત્રિકાળમાં નથી માટે અસદ્દભૂત અને તેને જાણવામાં આવ્યું છતાં કહેવું કે આ રાગ એ ઉપચાર થયો. એ અસભૂત ઉપચાર વ્યવહારનય એ નિષેધવા લાયક છે. હવે તે વખતે રાગ છે સૂક્ષ્મ એ જાણવામાં આવતો નથી, છતાં છે એમ તો જ્ઞાનમાં જણાય, જ્ઞાનમાં જણાય એટલે જ્ઞાનમાં ખ્યાલમાં આવે આમ આ રાગ છે એમ ખ્યાલમાં ન આવે ભલે, પણ હજી આંહી રાગ સૂક્ષ્મ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com