________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૩૭૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ છે. કેમ ? ન હોય તો તો અંદર આનંદ આવવો જોઈએ. સમજાય છે કાંઈ ? એ રીતે રાગને સૂક્ષ્મ છે તેને ખ્યાલમાં સીધો આવતો નથી, પણ છે માટે તે રાગને અસદ્ભૂત અણઉપચાર વ્યવહારનય કહેવામાં આવે છે. એ અસદ્ભૂતના બે (પ્રકાર) થયાં.
હવે સદ્ભુતના બે (પ્રકાર ). એ રાગને જાણનારું જ્ઞાન, એ જ્ઞાન છે તો પોતાનું, એથી છે પોતાનું માટે સદ્ભૂત પણ એ રાગને જાણે છે એમ કહેવું તે ઉપચાર છે. આહાહાહા ! પકડાય એટલું પકડવું બાપુ આ તો મારગ... આહાહા ! એ સદ્ભુત ઉપચાર વ્યવહા૨ એટલે કે પર્યાય છે તે રાગને જાણનારી છે તે પર્યાય પોતાની છે. પણ રાગને જાણે છે એમ કહેવું તે સદ્ભૂત વ્યવહા૨ છે. સમજાણું કાંઈ ? અને તેથી તે રાગને જાણે છે એમ કહેવું તે સદ્ભૂત વ્યવહા૨ ઉપચાર છે. આહાહા ! રાગને જાણે છે એમ કહેવું એ તો સદ્ભુત ઉપચાર છે. ખરેખર તો ‘રાગનું જ્ઞાન છે તે જ્ઞાનને જ્ઞાન જાણે છે.' સમજાણું કાંઈ ? આહાહા ! આવો મારગ છે.
(શ્રોતાઃ) ૫૨ને જાણવું તે ઉપચાર અને સ્વને જાણવું તે અણઉપચાર એમ લેવું ? (ઉત્ત૨: ) જાણવામાં-રાગનું જ્ઞાન થયું, એ જ્ઞાન તો થયું છે પોતાથી, પણ છતાં રાગને જાણે છે એમ કહેવું એ સદ્ભુત ઉપચાર છે. આહાહા ! અને તે જ્ઞાન તે આત્મા, એ અહીં ‘ જ્ઞાન તે આત્મા ’ એવો જે ભેદ પાડયો તે સદ્ભૂત અણઉપચાર વ્યવહારનય છે.
ચારેય નયો અસત્ય છે એમ કહેવું છે આંહી. આહાહા ! અસત્ છે એટલે ? કે એ આશ્રય કરવા લાયક નથી. ગૌણ કરીને તેને અસત્યાર્થ કહેવામાં આવે છે. નહીંતર ‘ જ્ઞાન તે આત્મા વસ્તુ તે બરાબર છે. પણ તેનો ભેદ ઉ૫૨ લક્ષ જશે તો એને વિકલ્પ ઊઠશે તેથી તે વ્યવહારનયમાંઅણઉપચારનયને પણ અસત્ કહી દીધી છે.
એક કોર સદ્ભૂત પર્યાય છે એનામાં અને એ જાણે છે રાગને એમ સદ્ભૂત વ્યવહારનય ઉપચાર અને “એ જ્ઞાન આત્મા છે” એમ સદ્ભૂત અણઉપચાર, એકકો૨ પર્યાય છે તેને સદ્ભૂત કીધી, પર્યાયને હોં. આહાહાહા ! છતાં તેને ગૌણ કરીને જેને સત્ કીધી 'તી તેને અસત્ કીધી છે. આહાહાહા!
ફરીને હોં ? હળવે હળવે આ તો હળવેકથી, પાંચ મિનિટ છે.
વસ્તુ છે પ્રભુ ! પૂરણ એકરૂપ અભેદ એ તો દૃષ્ટિનો વિષય (છે). અને એ તો ભૂતાર્થ
છે તેને વિષય કરે છે દૃષ્ટિ.
હવે, દૃષ્ટિનો વિષય નથી એવી નય છે ચાર. એક તો ઈ કે રાગ છે–એને જાણવું / રાગનું આંહી જ્ઞાન થાય ઈ અત્યારે આંહી વાત નહીં. ફક્ત રાગ જાણવામાં આવે છે કે આ રાગ છે એ અપેક્ષાએ તેને અસદ્ભૂત વ્યવહારનય ઉપચાર કહે છે. જાણવામાં આવ્યો છે અને છતાં રાગ આંહી છે એમ ઉપચારથી કહ્યું, અને તે રાગને સૂક્ષ્મપણું તે ટાણે છે થોડું, એ જાણવામાં આવતું નથી છતાં રાગ છે એમ જ્ઞાનમાં આવે-ખ્યાલમાં ન આવે સીધું, પણ જ્ઞાનમાં હોય કે હજી આ સ્થૂળ રાગ છે તેમ સૂક્ષ્મ પણ રાગ છે, તેથી તે રાગના જાણનાર જ્ઞાનને ‘ અસદ્ભૂત અણઉપચાર વ્યવહારનય ’ કહેવામાં આવે છે. આહાહા !
હવે, સદ્ભૂતના બે ભેદ. કે રાગને ઓલું જાણે છે એ બીજી થઈ ગઈ વસ્તુ. આ તો રાગને જાણનારું જ્ઞાન છે, એ જ્ઞાન છે પોતાનું એટલે પોતાનું સદ્ભુત છે છતાં એ જ્ઞાન રાગને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com