________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૭૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ રાગ છે એ સ્વરૂપમાં નથી. માટે તેને અસભૂત કહ્યો હવે અસભૂતના બે પ્રકાર કે એક જાણવામાં આવે તેને અસભૂત ઉપચાર કહીએ અને તે જ ક્ષણમાં, તે જ વખતમાં જે રાગનો ભાગ છે અંદર, એ જાણવામાં આવતો નથી, માટે તેને અસભૂત અણઉપચાર (વ્યવહાર) નય કહેવામાં આવે છે. બુદ્ધિપૂર્વક (રાગ ) છઠું છે ને વ્યવહાર ઉપચાર અસભૂત કહીએ અને સાતમે (ગુણસ્થાને ) અબુદ્ધિપૂર્વક છે માટે તેને અસભૂત અણઉપચાર કહીએ, એ આંહી વાત નથી. બાબુલાલજી! સમજાય એવું છે ઘીમેથી હોં. ઝીણો વિષય બહુ બાપુ! આહા! વીતરાગ મારગ પરમેશ્વર ત્રિલોકનાથનો. આહાહા !
ફરીને, અમારે બાબુલાલભાઈ કહે છે ને ફરીને (લ્યો કહે છે) આ વધારે વિસ્તાર કર્યો છે ને?
આ આત્મા જે છે એ ત્રિકાળી ભૂતાર્થ જ્ઞાયકભાવ છે. એને ભૂતાર્થ કહીએ. છતી ચીજ, સત્ ચીજ, સત્ સાહેબો, સત્ સાહેબ પ્રભુ! આહાહા! અને તેની પર્યાયમાં ભેદથી એનું જ્ઞાન કરવું કે રાગ છે ઈ મારી પર્યાયમાં છે બુદ્ધિપૂર્વકનો ખ્યાલવાળો રાગ, તેને અસભૂત ઉપચાર કહીએ. અને તેને ખ્યાલમાં નથી આવતો એવો જે રાગ તેને અસભૂત અણઉપચાર વ્યવહાર કહીએ. કહો સમજાય છે કાંઈ?
અને સભૂતના બે પ્રકાર કે જે જ્ઞાન પોતાની પર્યાયમાં છે. પણ એ જ્ઞાન રાગને જાણે છે એમ કહેવું / ઓલું છે ઈ તો ફક્ત રાગ છે એમ જાણવું અને આંહી તો જ્ઞાનનો પર્યાય રાગને આમ જાણે પણ પર્યાય છે પોતામાં. એ પોતાની પર્યાય રાગને જાણે એમ સભૂત પર્યાય છે. માટે સબૂત પોતામાં છે. પણ એને જાણવું કહેવું એ ઉપચાર એટલે સદ્ભૂત ઉપચાર થયો વ્યવહાર.
ધીમેથી સમજવું ભાઈ ! આહા! આ તો જૈનદર્શનનો પ્રાણ છે અગિયારમી ગાથા તો. એ કૈલાસચંદજીએ લખેલું છે એકવાર છાપામાં કે ૧૧ મી ગાથા વીતરાગ પરમેશ્વર (ના) મારગનો પ્રાણ (છે) આ વિના જીવન-ચૈતન્ય કેમ છે એ તેને નહીં જણાય. આહા. હા!
(કહે છે કે ) એટલે વ્યવહારનય બધોય, બધોય એટલે ચાર પ્રકારનો).
જે રાગ છે, એ પર્યાયમાં છે, વસ્તુમાં નથી. પણ એ પર્યાયમાં છે ઈ તો વ્યવહાર થઈ ગયો. અને પર છે માટે અસદ્ભૂત થઈ ગયો. એ અસભૂત વ્યવહાર એનાં બે પ્રકાર-જે ખ્યાલમાં આવે એવા રાગને “અસદભૂત ઉપચારનય' કહીએ. અને તે જ વખતનો રાગ, ખ્યાલમાં નથી આવતો | ઉપયોગ સ્થળ છે માટે, તે રાગને–અબુદ્ધિપૂર્વક પડયો છે તેને તે જ જીવને એને અણઉપચાર (કહ્યો) ખ્યાલમાં આવતો નથી પણ છે, માટે અણઉપચાર અસભૂત વ્યવહારનય તેને કહેવામાં આવે છે. એ વસ્તુ (વ્યવહાર) બધોય અભૂતાર્થ છે, અભૂતાર્થ નામ વસ્તુમાં નથી, માટે તેને ગૌણ કરીને “નથી' એમ કહ્યું અસત્ય છે. છે તો ખરું, રાગ છે-ઈ બે પ્રકાર છે અને બુદ્ધિપૂર્વકનું જ્ઞાન તે વ્યવહાર અસભૂત ઉપચાર અને અબુદ્ધિપૂર્વક જ્ઞાનને અસભૂત વ્યવહાર અણ ઉપચાર “છે” (પરંતુ) આંહી કહે છે કે અભૂતાર્થ હોવાથી'.
શું કીધું? એ નથી” એટલે ગૌણ કરીને “નથી” એમ કહ્યું છે. બિલકુલ નથી તો તો વ્યવહારનયનો વિષય જ નથી વર્તમાનમાં. સમજાણું કાંઈ ? ગુણવંતભાઈ ! છેને પુસ્તક સામે ?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com