________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા - ૧૧
૩૭૭ આહાહાહા ! આવો મારગ !
ભગવાન આત્મા, એક સમયમાં સત્યાર્થ સ્વરૂપ, પૂરણ સ્વરૂપ, અભેદ સ્વરૂપ; સામાન્ય સ્વરૂપ; સત્યાર્થ વસ્તુ ત્રિકાળ, તે તો શુદ્ધનનો વિષય છે એથી એને ત્રિકાળને શુદ્ધનય પણ કહેવામાં આવે છે. અને અહી (સાધકને) જે રાગ એનામાં (પર્યાયમાં) છે, હજી સાધક છે એની વાત છે ને અહીંયા. નયનું જ્ઞાન તો શ્રુતજ્ઞાનીને હોય છે ને? કેવળીની આ વાત નથી કાંઈ, એટલે શ્રુતજ્ઞાનથી જેણે જ્ઞાયકને આમ જાણ્યો-અનુભવ્યો એ તો નિશ્ચય, પણ એ શ્રુતજ્ઞાનમાં હુજી આ બાજુમાં જે રાગ છે એ ખ્યાલમાં આવે એવા રાગને “અસભૂત ઉપચાર વ્યવહાર” કહે છે. અને ખ્યાલમાં ન આવે એને “અસદભૂત અણઉપચાર'(વ્યવહારનય) કહે છે.
પણ એનામાં છે તેને જાણવું આંહી તો એમ કહ્યું કે “બધોય’ અભૂતાર્થ-અવિદ્યમાન નથી' તેને કહે છે. એનો અર્થ? કે ત્રિકાળની સની અપેક્ષાએ એ વસ્તુ નથી, પર્યાયની અપેક્ષાએ એમાં છે. આહાહા! ત્રિકાળને જ્યારે મુખ્ય કરીને નિશ્ચય કહીએ, ત્યારે ભેદને ગૌણ કરીને “નથી' એમ કહીએ, ગૌણ કરીને અભૂતાર્થ હોવાથી અભૂતાર્થ હોવાથી, અસત્યાર્થ હોવાથી, જૂઠું હોવાથી... આહાહાહા ! શશીભાઈ ! આવો વિષય છે. આ લોકો એકદમ સમજ્યા વિના, બહારના આ દયા ને વ્રત ને એ તો બધા અજ્ઞાન છે મિથ્યાત્વ.
જે રાગ, સ્વરૂપમાં નથી તે રાગને કરવો ને માનવો એ તો મિથ્યાત્વ છે. કરવો ને માનવો એમ. આમ સ્વરૂપનું જ્ઞાન થયા પછી, રાગ થાય તેને “અસત્યાર્થ હોવાથી' એમ કહ્યું. કેમ કે કાયમની ચીજની દૃષ્ટિની અપેક્ષાએ વ્યવહારનો વિષય જે નથી અવિદ્યમાન છે. વિદ્યમાન તો ત્રિકાળી ચીજ છે તે છે. આહાહા!
વસ્તુ છે સમ્યગ્દર્શનનો વિષય, એ તો શુદ્ધનયનો વિષય તે સમ્યગ્દર્શનનો વિષય ત્રિકાળી, ત્રિકાળી ભગવાન, પૂર્ણાનંદનો નાથ પ્રભુ ધ્રુવ (આત્મા) એ સત્યાર્થ છે. અને તેનો આશ્રય કરવાથી સમ્યગ્દર્શન થાય છે. હવે જ્યારે પર્યાયમાં પણ હજી રાગ છે, તો એ રાગને શું કહેવું? કે તેને અહીંયા ત્રિકાળીને સત્ય કહ્યું છે એ અપેક્ષાએ રાગ છે તેને અસત્ય કહ્યો છે, છે?
તેને ત્રિકાળીને જ્યારે સત્ય કહ્યું તો આ (રાગ પર્યાયમાં) છે તેને અસત્ કહ્યું છે પણ નથી એમ નહીં. સમજાણું કાંઈ? એ રાગના બે પ્રકાર જાણવા એ અસભૂત વ્યવહારના ઉપચારઅણઉપચારના બે પ્રકાર થયાં. હવે બે ભેદ બીજા સભૂતના. એ પણ “અભૂતાર્થ હોવાથી ' આંહી કહ્યું છે. વ્યવહારનયનો સભૂતનો વિષય એ પણ “નથી' –અવિદ્યમાન છે એમ કીધું. એ કઈ અપેક્ષાએ? કે ત્રિકાળ સને મુખ્ય કરીને જ્યારે નિશ્ચય છે એમ કહ્યું ત્યારે આ પર્યાયને ગૌણ કરીને “નથી' એમ કહ્યું છે.
હવે એ સદ્ભૂતના પણ બે પ્રકાર, કે જે જ્ઞાનનો વર્તમાન પર્યાય રાગને જાણે છે એમ કહેવું જાણે છે એમ કહેવું એ સદ્ભૂત ઉપચાર, એ પણ ત્રિકાળની અપેક્ષાએ “અવિદ્યમાન છે. આરે! આવી વાતું. સમજાણું કાંઈ? વર્તમાનની અપેક્ષાએ તો સત્ છે. ન હોય તો તો વેદાંત થઈ જાય છે. પર્યાય નથી–રાગ નથી, આ તો વીતરાગ સર્વશનું શાસન છે. આહાહા !
એટલે કે સભૂત વ્યવહાર એટલે? એનાં બે પ્રકાર, કે જે જ્ઞાન પોતામાં (છે) પર્યાયની વાત છે હવે અત્યારે. જ્ઞાનની પર્યાય પોતામાં છે એથી સભૂત, પણ એ જ્ઞાન રાગને જાણે છે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com