________________
Version 001: remember fo check h±tp://www.AtmaDharma.com for updates
ગાથા ૧૧
૩૭૫
છે આ તો. આ ગાથા તો જૈનદર્શનનો પ્રાણ છે. જેમ પ્રાણ વિના જીવન ન રહે એમ આ ગાથાના ભાન વિના જૈનશાસન દૃષ્ટિમાં નહીં આવે. આહાહા ! સમજાણું કાંઈ ? વ્યવહા૨નય એટલે કે રાગને અને ભેદને વિષય ક૨ના૨, એવો જે વ્યવહારનય, સમજાણું કાંઈ ? વ્યવહારનય એટલે ? જે જ્ઞાનનો વ્યવહા૨નય અંશ છે. એ નય ભેદને વિષય કરે–જાણે અને એનામાં નથી એવા રાગને પણ જાણે એ જાણે એનાં પ્રકાર પછી બે અને ભેદ છે એનાં પ્રકાર બે.
જાણે કે રાગ છે, એ ખ્યાલમાં આવે એવો રાગ છે એને અસદ્ભૂત વ્યવહાર ઉપચાર ( કેમકે ) ખ્યાલમાં ( રાગ ) આવ્યો છતાં છે એને ઉપચાર. અને તે ટાણે ઉપયોગ સ્થૂળ છે તેથી રાગ જાણવામાં આવે એની સાથે રાગ બીજો છે થોડો એ જાણવામાં આવતો નથી. જાણવામાં આવતો નથી માટે તેને અણઉપચા૨ કહ્યો અને આત્મામાં નથી માટે અસદ્ભૂત કહ્યો; અસદ્ભૂત અણઉપચાર, જાણવામાં નથી આવતો ઉપયોગમાં, છે ખરો, તેથી તેને અણઉપચાર અસદ્ભૂત વ્યવહારનય કહેવામાં આવે છે. પકડાય એટલું પકડવું બાપુ આ તો.
(શ્રોતાઃ અપ્રમત્તની વાત થઈ આ તો ) નહીં, નહીં. અપ્રમત્તની વાત નથી. આ તો રાગ હોય છે ત્યા૨ની વાત છે. છઠ્ઠ ગુણસ્થાને પણ રાગ હોય છે ને ? સાતમે અબુદ્ધિપૂર્વક છે એમ અત્યારે આંહી નથી લેવું. સાતમે અબુદ્ધિપૂર્વક અને છકે બુદ્ધિપૂર્વક એમ નથી લેવું. દેવકીનંદને અર્થ એવો કર્યો 'તો. દેવકીનંદન હતા' ને પંડિત, ઈન્દોરના. એવો અર્થ કર્યો છે એણે, પંચાધ્યાયીનો પછી આંહી આવ્યાં. શેઠની હારે, કીધું કે આ અર્થ તો તમારો ખોટો છે. અબુદ્ધિપૂર્વક સાતમે અને બુદ્ધિપૂર્વક છઠે–એમ નહીં, આંહી વાત-એમ નથી, આંહી કીધું. પણ, માણસ સ૨ળ હતા, (કહે) સમજાવો. મહારાજ સુધારાવો. દેવકીનંદન હતા ને ઇન્દોરવાળા બહુ શાસ્ત્રના જાણનારા હતા. નરમ માણસ હતા ને. ગુજરી ગયા બિચારા.
એમણે પંચાધ્યાયીમાં એવો અર્થ કરેલો કે અબુદ્ધિપૂર્વક સાતમે અને બુદ્ધિપૂર્વક છઢેએટલે સાતમે છે એ અબુદ્ધિપૂર્વક છે એ અણઉપચાર અસદ્ભૂત અને આંહી બુદ્ધિપૂર્વક છે તે ઉપચાર અસદ્ભૂત. ઓલો અણઉપચાર અસદ્ભૂત ને ઉપચાર અસદ્ભુત, કીધું એમ નથી પણ માણસ બહુ સ૨ળ હતા. પંચાધ્યાયી છે એમનું આંહી, એમાં આવો અર્થ કર્યો છે પણ કીધું કે આ તમારી ભૂલ છે ( ત્યારે તે કહે ) અમે તો પંડિતો છીએ, ન સમજાય તો પણ લખી નાખીએ. કીધું એમ નો હાલે આ તો વીતરાગ મારગ છે. બહુ સરળ.
સાંભળો, અહીંયાં તો છઢે ગુણસ્થાનમાં જે રાગ છે તેના બે પ્રકાર, એક બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વક. આંહીયાં છઢે બુદ્ધિપૂર્વક અને સાતમે અબુદ્ધિપૂર્વક ઈ અહીં નથી લેવું. સાતમે એકલો અબુદ્ધિપૂર્વક છે એ આંહી નથી લેવું. અહીંયા તો / ગોમટસા૨માંય છે આ.
જે રાગ છે સમકિતીને- જ્ઞાનીને- મુનિને પણ એ રાગ છે, એમ જે છે એને જાણવો, બુદ્ધિપૂર્વક છે એમ ખ્યાલમાં આવે એને, એને અહીંયાં બુદ્ધિપૂર્વક અસદ્ભુત ઉપચારનય કહ્યો છે. અને એને ને એને જે રાગ અંદર છે ઈ ખ્યાલમાં આવતો નથી પણ છે ખરો, ઉપયોગ સ્થૂળ છે. એટલો એવો અબુદ્ધિપૂર્વક– ( રાગ ) છે અને ખ્યાલમાં નથી આવતો તે તે જ જીવને જે ખ્યાલમાં નથી આવતો તે જીવને, તે રાગને ‘ અણઉપચાર અસદ્ભૂત વ્યવહા૨નય ’ કહે છે. ભૈયા... ઝીણી વાત છે આ. આહાહા ! ધીમેથી કહીએ છીએ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com