________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૧૧
૩૬૯ કેમ કે પ્રભુ ચૈતન્ય વૃક્ષ છે-કલ્પવૃક્ષ છે આત્મા. આહાહા! એક સમયમાં પૂર્ણાનંદનો નાથ ભૂતાર્થ સત્યાર્થ સત્ય સત્નો પિંડ એકલો સત સત્ સત્ એનાં આશ્રયે સત્ દૃષ્ટિ થાય છે, એ વિના કોઈના આશ્રયે સમ્યગ્દર્શન થતું નથી. આહાહા ! વર્તમાન પર્યાયમાં અગિયાર અંગનું જ્ઞાન હોય, દેવગુરુશાસ્ત્રની શ્રદ્ધા હોય એ રાગ. એને આશ્રયે એ સત્ય નથી કાંઈ. આહાહાહા ! તેથી તેને આશ્રયે સમ્યગ્દર્શન થાય એમ ઈ સત્ નથી ઈ તો અસત્ છે, પર્યાય માત્રને અહીંયાં અસત્ કીધી છે ગૌણ કરીને ખુલાસો આવશે. આહાહાહા!
(શ્રોતા: મિથ્યાષ્ટિને દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ શ્રદ્ધા હોય તો?) એ પણ રાગ છે, એ પણ એકત્વ બુદ્ધિ છેદે છે. એ રાગથી લાભ થાય એ બુદ્ધિ ત્રિકાળને આશ્રયે સમ્યગ્દર્શન થતાં એ બુદ્ધિ છેદાઈ જાય છે, ભાવ હોય ખરો, પણ એનાથી લાભ થશે અને એ મારી ચીજ છે એનું નામ તો મિથ્યાત્વ છે. દેવગુરુધર્મની શ્રદ્ધાનો ભાવ એ પણ રાગ છે. પંચમહાવ્રતના પરિણામ એ પણ રાગ છે. એ રાગને આશ્રયે તો રાગ જ થાય. આહાહાહા ! આંહી તો ત્રિકાળને આશ્રયે સમ્યગ્દર્શન થાય, રાગને આશ્રયે સમ્યગ્દર્શન થાય નહીં) આહાહા! અને તે નિશ્ચય સમ્યગ્દર્શન, ત્રિકાળ સત્યાર્થ સત્ સત્ સત્ સત્ પરમપરિણામિક-જ્ઞાયકભાવરૂપી પરમ સત્ય તેના આશ્રયે સમ્યક્ થાય. તે પછી એને દેવગુરુશાસ્ત્રની શ્રદ્ધા હોય એવા વિકલ્પને પણ વ્યવહાર સમકિતનો આરોપ આપ્યો છે. એ વ્યવહાર સમકિત, સમક્તિય નથી. છે તો રાગ ચારિત્રદોષની પર્યાય, દેવગુરુધર્મની શ્રદ્ધા, પંચમહાવ્રતના પરિણામ, શાસ્ત્ર તરફના વિકલ્પવાળું જ્ઞાન (એ) છે તો રાગ, છે તો રાગ. સમજાણું કાંઈ ? આહાહા ! છે તો રાગ, પણ આંહી નિશ્ચય સ્વભાવની દૃષ્ટિ જયારે થઈ ત્યારે તે રાગને વ્યવહાર સમકિતનો આરોપ આપીને વ્યવહાર સમકિત કહ્યું, ઈ સમકિત છે નહીં. પણ આનો આરોપ આપીને નિરૂપણ કથન કર્યું, કથન કર્યું. વસ્તુ એમ છે નહીં, વસ્તુ તો એક જ ત્રિકાળ દ્રવ્યને આશ્રયે સમ્યગ્દર્શન તે જ દર્શન છે. દેવગુરુની શ્રદ્ધા તે સમકિત દર્શન, તે તો આંહી નિશ્ચય થયું હોય એને વ્યવહારનો આરોપ આપીને કથન કર્યું છે, પણ એ કાંઈ સમ્યગ્દર્શન નથી. એ તો રાગ છે. સમજાણું કાંઈ ?
(શ્રોતા ઝટ સમજાય એવું નથી, જલ્દી સમજાય એવું નથી)
આ અમારે શેઠ રહ્યા લાલચંદ! જૂના માણસ, નથી સમજાય એવું નથી, એ તો પ્રેમથી આવ્યા છે ને સાંભળવા પ્રેમથી. કેમ શેઠ? સમજાય એવું છે ને હળવે-હળવે. આહાહા ! ભગવાન આત્મા છે ને પ્રભુ, આહાહા ! પ્રભુ તારી તને તારા ઘરની ખબર ન પડે, એમ કેમ કહેવાય? કલંક લાગે પ્રભુ તને. આહાહા!
અંદર ચૈતન્ય ચળકતો હીરો જેની ચમકનો પાર નથી. જેની જ્ઞાનની ચમક, દર્શનની ચમક, ત્રિકાળની હોં! આનંદની ચમક; અસ્તિત્વની ચમક, પ્રભુત્વની ચમક પ્રકાશ-પ્રત્યક્ષ થાય તેવી શક્તિની ચમક, આહાહા ! સર્વદર્શિત્વ શક્તિની ચમક; સર્વજ્ઞત્વ શક્તિની ચમક, એવા અનંત ગુણોની ચમકવાળો ભગવાન (નિજાત્મા) પૂર્ણાનંદ પ્રભુ એવો જે પરમ સત્ય પ્રભુ એ પરમ સત્યને આંહીયા નિશ્ચયનય શુદ્ધનય કહ્યો, કહીને પછી ફેરવ્યું કે ભાઈ એ પણ ત્રિકાળ છે તેનો આશ્રય કરે તેને સમ્યગ્દર્શન થાય. આહાહા! આહાહા! છે કે નહીં? એ શબ્દાર્થ-ગાથાર્થ કર્યો.
હવે, ટીકાઃ– “વ્યવહારનય” પાઠમાં વ્યવહારનય અસત્યાર્થ છે એમ કહ્યું હતું. હવે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com