________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬૮
સમયસાર સિદ્ધિ ભાગ-૧ જે અવલંબન ત્યે તેને સમ્યગ્દષ્ટિ કહેવામાં આવે છે. આ તો સાદી ભાષા છે. મોહનલાલજી! આહાહા ! ગુજરાતીમાં કહો કે હિન્દીમાં કહો. આ તો ભાષા તદ્ન સાદી છે.
ભૂતાર્થ ત્રિકાળ એકરૂપ રહેનાર વસ્તુ વર્તમાનમાં હો એકરૂપ ત્રિકાળ. આહાહા!આહાહા ! ભલે ઈ ભવિષ્યમાં રહેશે, ભૂતમાં હતો. પણ અહીં તો એકરૂપ વર્તમાનમાં જે છે–ત્રિકાળ રહેનારું સત્વ; અભેદ-એક-એકરૂપ-સામાન્યરૂપ-નિત્યરૂપ ધૃવરૂપ-અભેદરૂપ તેને પહેલો નિશ્ચય શુદ્ધનય કહ્યો હતો. હવે આંહી કહે છે કે જે દૃષ્ટિ ને નય એનો આશ્રય કરે દષ્ટિ (એ) દષ્ટિને એને સમ્યગ્દર્શન કહેવામાં આવે છે. છે સમ્યગ્દર્શન પર્યાય પણ સમ્યગ્દર્શન પર્યાયનો વિષય (ધ્યેય) પર્યાય નહીં કારણ કે સમ્યગ્દર્શનાદિ ચૌદ ગુણસ્થાન તો દ્રવ્યમાં છે જ નહીં. આહાહાહા !
આવું ક્યાં સમજવું આમાં? કહો હિંમતભાઈ આ લોઢાના વેપાર આડે ક્યાં આમાં નવરાશ મળે છે આમાં? લેવો પડશે આ નવરાશ. આહાહા ! લોઢાનો વેપાર એટલે રાગનો (વેપાર) રાગ જ છે ને? લોઢાનો વેપાર! આહાહા!
ભગવાન સોના સમાન, જેને કાટ નથી. આહાહા ! ઝંક-ઝંક સોનાને ઝંક ન હોય, પ્રભુ ત્રણ લોકના નાથને મેલ ન હોય એવી એ ચીજ છે અંદર. આહા! એ પવિત્રતાનું ધામ છે. ભગવાન પૂર્ણ શુદ્ધ ઘામ આપણે આવ્યું 'તું ને બપોરે તીર્થ શુદ્ધ ધામ-ભગવાન તે તીર્થ છે. આહાહા ! એને આશ્રયે તરવાનો ઉપાય પ્રગટ થાય છે, માટે તે વસ્તુ પોતે જ તીરથ છે! આહાહા !
(શ્રોતા – આત્મા તીર્થ છે કે રત્નત્રય તીર્થ છે?) વસ્તુને જ તીર્થ કીધી આંહી તો, વસ્તુને આશ્રયે પછી પ્રગટ થાય તે રત્નત્રય ઉપાય છે, પણ ઉપાય જેનાથી પ્રગટયો એ જ વસ્તુ તીર્થ છે, એમાં સ્નાન કર્યું એ દ્રવ્યમાં સ્નાન કર્યું ત્યારે સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર પ્રગટ થયું. આહાહા ! એ ભૂતાર્થનો આશ્રય કરે છે તે જીવ નિશ્ચય નામ સાચે સાચ, પરમ સત્યનો જેણે આશ્રય લીધો, પરમ ટકાઉ ચીજ જે ત્રિકાળી એકરૂપ ટકાઉ, ટકતી ચીજનો જેણે આશ્રય લીધો, તે સમ્યગ્દષ્ટિ-તે સદૈષ્ટિ.
ત્રિકાળ સત્નો જેણે આશ્રય લીધો ત્રિકાળી સત્તનો તેથી તે દૃષ્ટિને પણ સત્યદૃષ્ટિ અને સમ્યગ્દષ્ટિ કહીએ છીએ. આહાહા ! સમ્યક નામ સત્ય દૃષ્ટિ. સત્ય દૃષ્ટિ તેને કહીએ જે પરમ સત્ય પ્રભુ ભૂતાર્થ-સત્યાર્થ વસ્તુ ભૂતાર્થ કહો કે સત્યાર્થ કહો સરૂપ કાયમ એનો જેણે આશ્રય લીધો તે દૃષ્ટિને સમ્યગ્દષ્ટિ કહીએ. આહાહાહા ! આ તો મૂળ ચીજની વાત છે.
ઝાડ મોટું હોય આંબલીનું કે તેનાં પાંદડાં ને ડાળાનાં પાંખડા તોડે પણ મૂળ સાજું હોય તો પાછું પંદર દિ' એ પાંગરી જશે-ફાલી જશે. પણ જેનું મૂળ છેવું પછી એ પાંદડાં-ફાંદડા. પંદર દિ' એ સૂકાઈ જવાના. એમ આંહી તો જેણે મિથ્યાત્વનું મૂળ જે સંસારનું એને છે. કઈ રીતે? કે ત્રિકાળી ભગવાનનો આશ્રય લઈને સમ્યગ્દર્શન થયું એણે સંસારના મૂળને કાપી નાખ્યું. સમજાણું કાંઈ? હવે થોડાં રાગ-દ્વેષ અસ્થિરતાના પાંદડાં રહ્યાં, એ ક્રમે ક્રમે એને ખરી જશે. આહાહા! જેને મૂળ જ હાથ આવ્યું નથી. આહાહા! જેને ચીજ જ હાથ આવી નથી એને પર્યાય નિર્મળ ને પ્રગટ ક્યાંથી થાય? આહાહા !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com