________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ છેલ્લી લીટી, ટીકાની છેલ્લી લીટીમાં છે. આહા ! તે વ્યવહાર પરમાર્થનો કહેનાર છે, તો એવા વ્યવહારને કેમ અંગીકાર ન કરવો? એવો જેને-સમજવા માટે પ્રશ્ન ઊઠયો છે-મેળ ખાતો નથી એને સમજનારને, પણ સમજનાર એટલું પકડી શક્યો છે કે વ્યવહાર અંગીકાર ન કરવો એમ આપે કહ્યું અને વળી કહ્યું કે વ્યવહાર પરમાર્થનો કહેનારો છે, એ પરમાર્થ બતાવે છે, કે જ્ઞાન તે આત્મા આમ ત્રિકાળી એને બતાવે છે, તો એવો વ્યવહાર કેમ અંગીકાર ન કરવો? એવો એને પ્રશ્ન અંદરમાંથી ઊઠયો એને આ ઉત્તર દેવામાં આવે છે. સમજાણું કાંઈ?
આવી સ્થિતિ જેને મગજમાં જ્ઞાનમાંથી ખ્યાલ ઊઠયો છે કે, ઓહો! આ તો કહે છે કે “જ્ઞાન તે આત્મા', અને દર્શન (જ્ઞાન) ચારિત્રને પ્રાપ્ત થાય તે આત્મા એવો તો વ્યવહાર છે, એ વ્યવહાર નિશ્ચયને બતાવ્યો છે, અને એ વ્યવહાર આવ્યા વિના રહેતો, (નથી) વ્યવહાર સ્થાપવા યોગ્ય છે; વ્યવહાર છે એમ સ્થાપવા યોગ્ય છે, છતાં એ વ્યવહાર આદરણીય નથી. અંગીકાર કરવા લાયક નથી. એનો ઉત્તર શું છે? સમજાણું કાંઈ ? (ગાથા) અગિયાર.
ववहारोऽभूदत्थो भूदत्थो देसिदो दु सुद्धणओ। भूदत्थमस्सिदो खलु सम्मादिठ्ठी हवदि जीवो।।११।। વ્યવહારનય અભૂતાર્થ દર્શિત, શુદ્ધનય ભૂતાર્થ છે
ભૂતાર્થને આશ્રિત જીવ સૃષ્ટિ નિશ્ચય હોય છે. ૧૧ હજી તો સમ્યગ્દર્શન કેમ થાય, એની વાત છે-ચોથું ગુણસ્થાન. આહાહાહા ! ગુણસ્થાનની પર્યાય દ્રવ્યમાં નથી. ગુણસ્થાનોના ભેદ વસ્તુમાં નથી. પણ વસ્તુને આશ્રયે થતી પર્યાયસમ્યગ્દર્શન એ શું ચીજ છે? વ્યવહાર અંગીકાર ન કરવો તમે કહ્યું, તો વ્યવહાર તો આવ્યા વિના રહેતો નથી વ્યવહારે તો સમજાવ્યું છે એને, તો એનો ઉત્તર શું છે-એનું સમાધાન શું છે?
તો ગાથા (નો) અર્થ પહેલો લઈએ:- “વ્યવહારનય અભૂતાર્થ છે', સામાન્ય વાત કરી. બધીય વ્યવહાર એવી ભાષા અહીં ન લીધી, એ ટીકામાં લેશે. વ્યવહારનય અભૂતાર્થ-અસત્યાર્થ છે. અસત્યાર્થ નામ જુઠી છે. વ્યવહારનય અસઅર્થ અભૂત અર્થ છે, છતો અર્થ નથી એ તો અસત્ય છે, અને શુદ્ધનય ભૂતાર્થ છે. –શુદ્ધનય ભૂતાર્થ છે પોતે હોં, શુદ્ધનયનો વિષય ભૂતાર્થ છે એ પછી કહેશે, પણ પહેલું તો એ કહે છે કે ત્રિકાળી ભૂતાર્થ છતો પદાર્થ જ્ઞાયકભાવસ્વભાવભાવ અભેદભાવ એ શુદ્ધનય છે. એ શુદ્ધનય છે, શુદ્ધનયનો વિષય છે તેને આંહી શુદ્ધનય કીધી છે. ભારે આકરી ગાથા છે બાપુ!
ઈ? કે વ્યવહારમાત્ર પછી કહેશે એ તો, હજી તો વ્યવહાર અસત્ય છે અને શુદ્ધનય તે સત્ય છે તો શુદ્ધનય છે. એ તો જ્ઞાનનો પર્યાય છે. એનો વિષય છે ઈ ત્રિકાળી ભૂતાર્થ છે, પણ આંહી તો ઈ ભૂતાર્થને જ શુદ્ધનય કીધો. નય અને નયના વિષયનો ભેદ પણ કાઢી નાખ્યો પહેલું. આહાહા ! સમજાણું કાંઈ? માળે ! આવી વાતું.
શું કીધું? શુદ્ધનય ભૂતાર્થ, શુદ્ધનય ભૂતાર્થ છે. નય તો જ્ઞાનનો અંશ છે. જ્ઞાનનો અંશ છે એ તો પર્યાય છે, ભલે નિશ્ચયનું, નિશ્ચય જ્ઞાન છે પણ છે તો એ પર્યાય-જ્ઞાનનો અંશ છે. એને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com