________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૧૧
૩૬૫
પ્રવચન નં. ૩૬ ગાથા - ૧૧
તા. ૧૭-૭-૭૮ આહાહા! હવે વળી એવો પ્રશ્ન ઊઠે છે કે પહેલાં એમ કહ્યું હતું કે વ્યવહારનયને અંગીકાર ન કરવો-આઠમી ગાથામાં તો એમ કહ્યું હતું, કે વ્યવહારનું અનુસરણ ન કરવું અને તમે વળી કહો છો કે વ્યવહાર એ પરમાર્થને જણાવે છે તો એ વ્યવહાર કેમ અંગીકાર ન કરવો? છે? વ્યવહારને અંગીકાર ન કરવો પણ તે પરમાર્થનો કહેનાર છે તો એવા વ્યવહારને કેમ અંગીકાર ન કરવો?
શું પ્રશ્ન છે? પ્રશ્નનું રૂપ શું છે? પ્રશ્નની રીતની સ્વરૂપ સ્થિતિ શું છે? પ્રશ્નકારનો એ પ્રશ્ન છે કે તમે પહેલાં તો આઠમી ગાથામાં એમ કહ્યું કે દર્શન, જ્ઞાન, ચારિત્રને પ્રાપ્ત થાય તે આત્મા એવો વ્યવહાર કહ્યો, અને એ વ્યવહાર અનુસરણ કરવા લાયક નથી, કહેનારને અને સાંભળનારને, એમ આઠમી ગાથામાં તો તમે કહ્યું. વળી તે વ્યવહાર અનુસરવા લાયક નથી અને વળી તમે કહો છો કે વ્યવહાર પરમાર્થનો કહેનારો છે. એ વ્યવહાર અંતર પરમાર્થને જણાવનારો છે, તો એ વ્યવહાર અંગીકાર કેમ ન કરવો? પ્રશ્ન સમજાય છે કાંઈ ? એનું પ્રશ્નનું રૂપ આ છે.
જયારે તમે એમ કહ્યું, કે ભગવાન આત્મા, એ આત્મા કહેતાં એ ન સમજ્યો ત્યારે તમારે ભેદ પાડીને સમજાવવું પડ્યું, કે આત્મા એટલે શું? કે દર્શનશાનચારિત્રને હંમેશા પ્રાપ્ત થાય, દર્શનજ્ઞાનચારિત્રથી પ્રાપ્ત આત્મા થાય એમ નહિ. પણ જે આત્મા છે તે દર્શનજ્ઞાનચારિત્રને પ્રાપ્ત થાય એમ ભેદથી એને સમજાવ્યું. છતાં પાછું આપે એમ કહ્યું કે એવા ભેદથી અમે સમજાવ્યું છે, અમને પણ વિકલ્પમાં એ સમજાવવાનો ભાવ આવ્યો અને તને પણ કહીએ છીએ, છતાં એ ભેદનું અનુસરણ કરવા લાયક નથી. આહાહા...! ભેદ આદરવા લાયક નથી. અંદર (અભેદ) ત્રિકાળ વસ્તુ છે તે આદરણીય છે. આહાહાહાહા ! સમજાણું કાંઈ ?
ભાષા તો સાદી છે. પણ ભાઈ, ભાવ તો જે કંઈ હોય એને હેઠાં શી રીતે ઊતારવા? આહાહા! અંદર ચૈતન્યરત્નાકર ભગવાન અનંત અનંત ગુણમણીનો રત્નમાળાથી ભરેલો ભગવાન, આહા! અનંત અનંત ગુણની ખાણ, બાપુ! આત્મા એટલે શું? આહાહા! સર્વોત્કૃષ્ટ પ્રભુ આત્મા અંદર વસ્તુ એને આપે ભેદ કરીને સમજાવ્યો કે જે આત્મા છે એ આમ દર્શનશાનચારિત્રને પ્રાપ્ત થાય. રાગને પ્રાપ્ત થાય અને પરને પ્રાપ્ત થાય એમ ન કહ્યું. ફક્ત આટલો તમારે ભેદ સમજાવવો પડયો.
આ આત્મા શ્રદ્ધા, જ્ઞાન ને સ્થિરતાને પ્રાપ્ત થાય તે આત્મા. તો આપે વ્યવહારથી તો સમજાવ્યું, ભેદ પાડીને તો સમજાવ્યું, તો વ્યવહાર તો આવ્યો. વળી તમે કહો છો કે વ્યવહાર અંગીકાર કરવો નહીં. વ્યવહાર આવ્યા વિના રહે નહીં અને વ્યવહાર અંગીકાર કરવા લાયક નહીં. આ શું તમે કહો છો? સમજાણું કાંઈ? આહાહાહા!
આવી વાતું- આ તો જૈનદર્શનના મંત્રો છે. આહાહા! હવે વળી એવો પ્રશ્ન ઊઠે છે કે પહેલાં એમ કહ્યું હતું કે વ્યવહારને અંગીકાર ન કરવો, વળી એમ તમે કહ્યું કે વ્યવહાર પરમાર્થના પ્રતિપાદકપણાંને પોતાને દેઢપણે સ્થાપિત કરે છે, છેલ્લી લીટી આવીને? ટીકાની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com