________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ નિર્મળભાવતિરોભૂત (આચ્છાદિત) થઈ ગયો છે એવા જળનો અનુભવ કરનારા પુરુષોજળ અને કાદવનો વિવેક નહિ કરનારા ઘણા તો, તેને (જળને) મલિન જ અનુભવે છે; પણ કેટલાક પોતાના હાથથી નાખેલા તકફળ- (નિર્મળી ઔષધિ) ના પડવામાત્રથી ઊપજેલા જળ-કાદવના વિવેકપણાથી પોતાના પુરુષાર્થ દ્વારા આવિર્ભત કરવામાં આવેલા સહજ એક નિર્મળભાવપણાને લીધે, તેને (જળને) નિર્મળ જ અનુભવે છે; એવી રીતે પ્રબળ કર્મના મળવાની જેનો સહજ એક જ્ઞાયકભાવ તિરોભૂત થઈ ગયો છે એવા આત્માનો અનુભવ કરનાર પુરુષો-આત્મા અને કર્મનો વિવેક નહિ કરનારા, વ્યવહારથી વિમોહિત હૃદયવાળાઓ તો, તેને (આત્માને ) જેમાં ભાવોનું વિશ્વરૂપપણું (અનેકરૂપપણું) પ્રગટ છે એવો અનુભવે છે; પણ ભૂતાર્થદર્શાઓ (શુદ્ધનયને દેખનારાઓ) પોતાની બુદ્ધિથી નાખેલા શુદ્ધનય અનુસાર બોધ થવામાત્રથી ઊપજેલા આત્મ-કર્મના વિવેકપણાથી, પોતાના પુરુષાર્થ દ્વારા આવિર્ભત કરવામાં આવેલા સહજ એક જ્ઞાયકભાવપણાને લીધે તેને (આત્માને) જેમાં એક જ્ઞાયકભાવ પ્રકાશમાન છે એવો અનુભવે છે. અહીં, શુદ્ધનય ક્તકફળના સ્થાને છે તેથી જેઓ શુદ્ધનયનો આશ્રય કરે છે તેઓ જ સમ્યક અવલોકન કરતા હોવાથી) સમ્યગ્દષ્ટિ છે પણ બીજા (જેઓ અશુદ્ધનયનો સર્વથા આશ્રય કરે છે તેઓ ) સમ્યગ્દષ્ટિ નથી. માટે કર્મથી ભિન્ન આત્માના દેખનારાઓએ વ્યવહારનય અનુસરવા યોગ્ય નથી.
ભાવાર્થ:- અહીં વ્યવહારનયને અભૂતાર્થ અને શુદ્ધનયને ભૂતાર્થ કહ્યો છે. જેનો વિષય વિદ્યમાન ન હોય, અસત્યાર્થ હોય, તેને અભૂતાર્થ કહે છે. વ્યવહારનયને અભૂતાર્થ કહેવાનો આશય એવો છે કે-શુદ્ધનયનો વિષય અભેદ એકાકારરૂપ નિત્ય દ્રવ્ય છે, તેની દૃષ્ટિમાં ભેદ દેખાતો નથી; માટે તેની દૃષ્ટિમાં ભેદ અવિધમાન, અસત્યાર્થ જ કહેવો જોઈએ. એમ ન સમજવું કે ભેદરૂપ કાંઈ વસ્તુ જ નથી. જો એમ માનવામાં આવે તો તો જેમ વેદાન્તમતવાળાઓ ભેદરૂપ અનિત્યને દેખી અવસ્તુ માયાસ્વરૂપ કહે છે અને સર્વવ્યાપક એક અભેદ નિત્ય શુદ્ધબ્રહ્મને વસ્તુ કહે છે એવું ઠરે અને તેથી સર્વથા એકાંત શુદ્ધનયના પક્ષરૂપ મિથ્યાષ્ટિનો જ પ્રસંગ આવે. માટે અહીં એમ સમજવું કે જિનવાણી સ્યાદ્વાદરૂપ છે, પ્રયોજનવશ નયને મુખ્ય-ગૌણ કરીને કહે છે. પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિ કાળથી જ છે અને એનો ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે. વળી જિનવાણીમાં વ્યવહારનો ઉપદેશ શુદ્ધનયનો હસ્તાવલંબ (સહાયક) જાણી બહુ કર્યો છે; પણ એનું ફળ સંસાર જ છે. શુદ્ધનયનો પક્ષ તો કદી આવ્યો નથી અને એનો ઉપદેશ પણ વિરલ છે. ક્યાંક ક્યાંક છે. તેથી ઉપકારી શ્રી ગુરુએ શુદ્ધનયના ગ્રહણનું ફળ મોક્ષ જાણીને એનો ઉપદેશ પ્રધાનતાથી (મુખ્યતાથી) દીધો છે કે- “શુદ્ધનય ભૂતાર્થ છે, સત્યાર્થ છે; એનો આશ્રય કરવાથી સમ્યગ્દષ્ટિ થઈ શકાય છે; એને જાણ્યા વિના જ્યાં સુધી જીવ વ્યવહારમાં મગ્ન છે ત્યાં સુધી આત્માનાં જ્ઞાનશ્રદ્ધાનરૂપ નિશ્ચય સમ્યકત્વ થઈ શકતું નથી.” એમ આશય જાણવો.
* * *
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com