________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬૨
સમયસાર સિદ્ધિ ભાગ-૧ સર્વોત્કૃષ્ટ એ પરમાત્મા કહેવાય છે. એ તું પોતે જ સર્વોત્કૃષ્ટ પ્રભુ છો વસ્તુ અંદર હોં. એને જે જ્ઞાન સીધો અનુભવે એને, એનું નામ પરમાર્થ અને એ જ્ઞાન તે આત્મા (ભેદ પાડીને) એમ જે જ્ઞાન જણાવે (છે) વ્યવહાર કરીને, વ્યવહાર કહ્યો પણ વ્યવહારે બતાવ્યો તો આત્માને પણ એટલો ભેદ પાડયોને કે આ “જ્ઞાન ને આત્મા” જ્ઞાન એ આત્માને સીધો અનુભવે એ તો નિશ્ચય પરમાર્થ. પણ “જ્ઞાન તે આત્મા એમ વ્યવહાર કરીને પણ બતાવ્યો આત્મા, એટલા વ્યવહારે “જ્ઞાન તે આત્માને બતાવ્યો એ જ્ઞાન પરને બતાવ્યું છે એવું કાંઈ છે નહિ. આહાહા ! અન્ય કાંઈ ન કહ્યું જોયું?
શું કહ્યું ઈ? કે આ જ્ઞાન આમ જાણે છે કે, વર્તમાન જાણવાની દશા તે આત્મા, આ જ્ઞાન તે આત્મા, જ્ઞાન તે આ રાગ ને જ્ઞાન તે પર જાણે તે આ જ્ઞાન, એમ કંઈ જ્ઞાને કહ્યું નથી. જ્ઞાન પરને જાણે તે જ્ઞાન એમ (કંઈ કહ્યું નથી) એ જ્ઞાન અને જાણે, જ્ઞાન તે આ આત્મા છે. આને જાણે તેનું નામ જ્ઞાન, એમ જ્ઞાને ભેદ પાડીને કહ્યું તેથી તેને વ્યવહાર કહ્યો અને તે વ્યવહારે પણ જણાવ્યો છે આત્માને. આહાહાહા ! કેટલું યાદ રાખવું આમાં? નવી વાતો બધી એવી છે. બાપુ! અંતરમાં માર્ગ એવો છે.
વળી પરમાર્થનો અન્ય વિષય તો કથંચિત્ વચનગોચર પણ નથી, શું કહે છે? આત્માનો અનુભવ આત્મા-આત્મા એનું કહેવું એને શી રીતે સમજાવવું પરમાર્થને, ભેદ પાડીને સમજાવે કે જ્ઞાન તે આત્મા. સીધો (અભેદ) આત્મા એકલો તો સમજાવી શકાય એમ નથી. આહાહા ! પરમાર્થનો વિષય તો કથંચિત્ વચનગોચર પણ નથી” ત્રિકાળી વસ્તુ. તેથી વ્યવહારનય આત્માને પ્રગટપણે કહે છે એમ જાણવું. એ “જ્ઞાન તે આત્મા” એમ વ્યવહારનયે આત્માને જ્ઞાન સહિત જ્ઞાનનું તાદાભ્ય સંબંધ એની સાથે છે એમ વ્યવહાર જણાવે છે. એ ગાથા પૂરી થઈ. કહો હીરાભાઈ ! ઝીણું તો આવ્યું ઘણું. આહાહા !
રાગ ને પર ને એની અહીં વાત જ નથી. અહીં તો જ્ઞાનનો જે ભાવ છે અંદર, રાગ વિનાનું જ્ઞાન એ જ્ઞાન સીધો આત્માને અનુભવે, એ તો નિશ્ચય, સત્ય પરમાર્થ વસ્તુ છે, પણ જે જ્ઞાન એમ જણાવે કે આ “જ્ઞાન તે આત્મા” એમ ભેદથી બતાવે એને વ્યવહાર કહેવામાં આવે છે. એ જ્ઞાનને વ્યવહાર શ્રુતકેવળી કહેવામાં આવે છે. અને તે વ્યવહાર શ્રુતજ્ઞાને પણ કહ્યું એ શું? કે “જ્ઞાન તે આ આત્મા ” એટલો ભેદ પાડીને પણ પરમાર્થને એણે બતાવ્યો માટે તેને વ્યવહાર કહેવામાં આવે છે. કહો સમજાય છે કાંઈ ? આહાહા ! આવું છે.
હવે ગાથા ઊંચી આવી જૈનદર્શનનો પ્રાણ ! બરાબર ઠીક છે આજે અહીં આજ આવ્યા છે. ભાઈ બાબુલાલ જી. આ ગાથા જૈનદર્શનનો પ્રાણ છે. ૧૧મી ગાથા. આહાહા ! ત્રિલોકનાથ જૈન પરમેશ્વર, એ જ પરમેશ્વર છે ને એણે જ ત્રણ કાળ ત્રણ લોકને જોયા. બીજા કોઈ છે જ નહિ. એ પરમેશ્વરનું જે શાસન છે જૈન શાસન જૈન (અર્થાત્ ) શિખામણ, જૈનનો માર્ગ એનો આ પરમાર્થ આ ગાથા. જૈન દર્શનના પ્રાણ છે. કે જે પ્રાણથી જૈન દર્શન જીવે ને ટકે, (જેમ) આ પ્રાણ હોય તો શરીર ટકે. એમ આ પ્રાણ હોય તો આત્મા ટકે. જૈનદર્શનનો પ્રાણ, કૈલાસચંદજીએ પણ લખ્યું છે એક ફેરે હો આ ગાથા માટે એમ કે આ ગાથા તો જૈન દર્શનનો પ્રાણ છે, કૈલાસચંદજી છે ને એણે લખ્યું 'તું એકવાર આ તો અલૌકિક વાતું છે.
DD Gજ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com