________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬O
સમયસાર સિદ્ધિ ભાગ-૧ આહાહા ! પરમાત્મા ત્રણલોકના નાથ સર્વજ્ઞદેવ ઉસસે સૂની હુઈ વાણી સંતો શાસ્ત્ર રચકર બતાતે હૈં. આહાહા!
એ અંદરમેં જરી જાય ખ્યાલ આવે તો ઉસકો ઉસકી મહિમાકા ખ્યાલ આતે હૈ. આહાહા ! ઐસા વ્યવહાર પરમાર્થક, વ્યવહાર પરમાર્થક પ્રતિપાદકત્વ હોનેસે. વ્યવહાર વ્યવહારકો બતાતે હૈ એ માટે નહીં આહાહાહા ! જ્ઞાન એ વ્યવહાર, ત્રિકાળી વસ્તુ તે નિશ્ચય એ જ્ઞાન બતાતે હૈ ત્રિકાળીકો માટે વ્યવહાર સ્થાપન કરને યોગ્ય હૈ, વ્યવહાર આતા હૈ, વ્યવહાર હૈ પણ વ્યવહાર આશ્રય કરને લાયક હૈ ઐસે નહીં, આશ્રય કરને લાયક વ્યવહાર કહેતે હૈ કે ત્રિકાળકા આશ્રય કરે એ વસ્તુ અખંડાનંદ પ્રભુ, પ્રતિપાદકત્સે અપનેકો દેઢતાપૂર્વક સ્થાપિત કરતા હૈ લ્યો. ઉસકા ભાવાર્થ આયેગા લ્યો. પ્રમાણ વચન ગુરુદેવ
* * *
પ્રવચન નં. ૩૬ ગાથા ૯-૧૦ તા. ૧૭-૭૮ સોમવાર, અષાઢ સુદ-૧૨ સં. ૨૫૦૪
ભાવાર્થ:- જે શાસ્ત્રજ્ઞાનથી અર્થાત્ અંતરના જ્ઞાનથી ભાવજ્ઞાન, શ્રુતજ્ઞાન એનાથી અભેદરૂપ જ્ઞાયકમાત્ર શુદ્ધાત્માને જાણે વર્તમાન સમયમાં અભેદ ચીજ છે. જેમાં પર્યાયનોય ભેદ નથી, જેમાં વર્તમાનમાં જેનું ત્રિકાળીરૂપ ધ્રુવ છે. એને જે જ્ઞાન સીધું ભગવાન આત્માને જાણે તે નિશ્ચય શ્રુતકેવળી છે. એણે જાણું ખરું જે જાણવાનું હતું એ જાણ્યું. આહાહા ! જે અંતરજ્ઞાનથી ભાવજ્ઞાનથી, શાસ્ત્રજ્ઞાન તો એક નિમિત્તથી કથન છે. પણ એ શાસ્ત્ર જ્ઞાનથી થયેલું સ્વને આશ્રયે થયેલું જે જ્ઞાન એવું જે જ્ઞાન એ તદ્દન જ્ઞાતાને જાણે, અભેદને એક સમયમાં અભેદ ચીજ છે, એને જે અનુભવે એને જાણે એ શ્રુતકેવળી છે. “એ તો ખરેખર પરમાર્થ છે.” સમજાય છે કાંઈ? જેણે અંદર જ્ઞાનાનંદ પ્રભુ શુદ્ધ વિજ્ઞાનઘન વર્તમાનમાં પૂર્ણ
સ્વરૂપ એવી ચીજને જે જ્ઞાને જાણી, તે જાણનાર જે જ્ઞાન છે, એણે જે દ્રવ્યને જાણું, વસ્તુને જાણી તે જ્ઞાન પરમાર્થે નિશ્ચય છે, એ સત્ય જ્ઞાન છે, અથવા સત્ય શ્રુત કેવળી છે. આહાહા !
“વળી જે સર્વ શાસ્ત્ર જ્ઞાનને જાણે બેય ઠેકાણે એમ લીધું, મૂળ તો જ્ઞાનને જે જાણે, જ્ઞાનને જે જાણે એણે પણ જ્ઞાનને જાણવાથી આત્માને જ જાણ્યો, કારણ કે જ્ઞાન છે તે (નો) આત્મા સાથે સંબંધ છે. ને જે જ્ઞાનને જાણે તે આત્માને જાણે એવો જે ભેદથી કથન એને વ્યવહાર શ્રુતકેવળી કહેવામાં આવે (છે) જ્ઞાનને હોં, જે જ્ઞાન વસ્તુને જાણે તે જ્ઞાનને વ્યવહારશ્રુત કહેવામાં આવે છે. કેમકે જ્ઞાન તે આત્મા, એમ જ્ઞાને ભેદથી બતાવ્યું માટે તે જ્ઞાનને વ્યવહાર શ્રુત કહેવાય છે. અરે! આવી વાતું! જ્ઞાન તે આત્મા છે. “વળી જ્ઞાન-જ્ઞાનીનો ભેદ કહેનારો વ્યવહાર.” “જ્ઞાન તે આત્મા.” આ જાણનાર, જાણનાર જણાય જ્ઞાન તે આત્મા, એમ જ્ઞાન અને જ્ઞાનીનો ભેદ કહેનારો વ્યવહાર તેણે પણ પરમાર્થ જ કહ્યો.
એ જ્ઞાન તે આત્મા એમ પરમાર્થ તો આત્માને જ તેણે કહ્યો. જે સીધો જ્ઞાનથી આત્માને જાણે એકદમ એ તો નિશ્ચય પણ જ્ઞાન તે આત્મા, એમ જ્ઞાને પણ આત્માને જણાવ્યો માટે તે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com