________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩પ૬
સમયસાર સિદ્ધિ ભાગ-૧ નવા માણસને તો એવું લાગે કે આ શું કહે છે આ તે, આમાં કંઈ જૈનદર્શનમાં વીતરાગ, બાપુ! મારગડા એવા છે ભાઈ. સર્વજ્ઞથી સિદ્ધ હુઆ ને તુમ ભી પ્રભુ સર્વજ્ઞસ્વરૂપી હો, એ સર્વશે જો પ્રગટ કિયા જો ઉસકી આજ્ઞામેં આયા એ આ માર્ગ આયા. આહાહા!
બીજી વાત, કે રાગસે આત્મા જાનનેમેં આતા હૈ એ તો વ્યવહારેય નહીં. જ્ઞાનસે આત્મા જાનનમેં આતા હૈ એ ઉસકો અહીંયા વ્યવહાર કહા. આહાહા ! અને તે વ્યવહારે તો રાગકો જણાયા ઐસા નહીં એ વ્યવહારે જણાયા આત્મા. આહાહા! આ જાનન પર્યાય જે અવસ્થા સ્વપર જાનનેકી અવસ્થા એ, એ શક્તિ વસ્તુ જો ત્રિકાળ ( જ્ઞાયક ) હૈ ઉસકા વો જ્ઞાન હું એમ યે બતાતે હૈ. વ્યવહાર નિશ્ચયકો બતાતે હૈ. આહાહા ! વ્યવહાર-વ્યવહાર ઉપર લક્ષ કરાના એમ નથી. સમજાય એટલું સમજવું પ્રભુ, આ તો કોઈ અલૌકિક વાતું છે શું કહીએ? આહાહા !
ઉસસે ભી પરમાર્થ માત્ર હી કહા જાતા હૈ, કયા કિયા? જો જાનન- જાનન- જાનન આત્માકો જાને ને પરકો જાનેં ઐસા જ્ઞાન, એ જ્ઞાન આત્માકો બતાતા હૈ. આ આત્મા સાથે સંબંધ હૈ. એ જ્ઞાને પરમાર્થકો બતાયા. હૈને? ઓર ઉસસે ભી પરમાર્થ માત્ર હી કહો જાતા હૈ, જ્ઞાન તે આત્મા. ઐસા પરમાર્થકો બતાયા. એ જ્ઞાને પરમાર્થ વસ્તુકો બતાયા. વ્યવહારે પરમાર્થ વસ્તકો બતાયા. જ્ઞાનરૂપી વર્તમાન પર્યાય જે ભેદરૂપ વ્યવહાર ઉસને ભી અભેદ જ્ઞાયકકો બતાયા. આહાહાહા ! ઘણું સૂક્ષ્મ.
આ તો અગાધ સર્વજ્ઞ ત્રિલોકનાથ પરમાત્મા સર્વજ્ઞ પ્રભુ એક સેકન્ડના અસંખ્ય ભાગમાં ત્રણ કાળ ત્રણ લોકને જાણે એવી પોતાની પર્યાયનું સામર્થ્ય, એને જાણે કહેવું એ વ્યવહાર છે. એવી સર્વજ્ઞ દશા જ્યાં પ્રગટ થઈ અને ઇચ્છા વિના વાણીનો ધોધ નીકળ્યો, એ વાણીમૅર્સે શાસ્ત્ર રચ્યા. એ શાસ્ત્રમાંસે આ ભાગ અવયવ હૈ ઉસકા, સમયસાર!
મુખ ઓમકાર ધ્વનિ સૂનિ અર્થ ગણધર વિચારે, ભગવાનની મુખમાંથી વાણી, ઓ...મધ્વનિ, દિવ્ય ધ્વનિ, પ્રધાન અવાજ ઉસકો સૂનકર સંતો, આગમકી રચના કરે છે, રચી આગમ ઉપદેશ ભવિક જીવ સંશય નિવારે, આહાહા ! એ આગમને સૂનકર ભવ્ય લાયક પ્રાણી સંશયકો નાશ કરે. આહાહા! સમજમેં આયા? આરે! આવી વાતું.
ઉસસે ભિન્ન કુછ નહીં કહા જાતા'. વ્યવહાર જ્ઞાન હૈ. “ઇસકો ભલે હમ (ને) વ્યવહાર કહા, પણ વો વ્યવહારે બતાયા તો ત્રિકાળી જ્ઞાયકકો, ઉસસે કુછ ભિન્ન ચીજ તો બતાયી નહીં એને. આહાહા ! જ્ઞાન સ્વભાવ જો પર્યાયમેં સ્વ ને પરકા જાનનેકી તાકાતવાળા જ્ઞાન કીધું એ તો સ્વપરપ્રકાશક હે ને? છતાં એ સ્વપર પ્રકાશકકી પર્યાય આ જ્ઞાન આત્મા સાથે સંબંધ રાખતી હૈ. એ પરમાર્થ આત્માકો બતાતે હૈં. એ સ્વપર પ્રકાશક જ્ઞાનકી પર્યાય, એ બતાતી હૈ સંબંધ રાખતી હૈ આત્માને સાથ. એ સ્વપરપ્રકાશક જ્ઞાન પરકે સાથે સંબંધ નહીં રાખતે. આહાહાહા ! સમજમેં આયા? કેટલું યાદ રાખવું? એક કલાકમાં, બહુ ઝીણું બાપા. આહા ! અલૌકિક ચીજ હૈ. આહાહા !
કહે છે ઇસ પ્રકાર જ્ઞાન ઔર જ્ઞાનીકે ભેદસે, પર્યાય જ્ઞાન અને જ્ઞાની દ્રવ્ય, એનાં ભેદસે કહેનેવાલા વ્યવહાર ઉસસે ભી પરમાર્થ માત્ર હી કહા જાતા હૈ. એ જ્ઞાને બતાયા કે આ આત્મા. ઐસા પરમાર્થ ત્રિકાળી સ્વરૂપકો જ્ઞાન જાનતે હૈ તો ઉસને વ્યવહાર નિશ્ચયકો બતાયા. વ્યવહાર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com