________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩૪
સમયસાર સિદ્ધિ ભાગ-૧ ઉપર તરત બત્રીસ લાખ તો વિમાન છે. એક એક વિમાનમાં અસંખ્ય તો દેવ છે. કોક વિમાન નાનું હશે, બાકી ઘણા, અસંખ્ય છે. એનો સ્વામી છે, કરોડો તો અપ્સરાઓ છે. પણ અંદરમાં આહાહા ! એ ભાવશ્રુતજ્ઞાનથી આત્માને જાણી લીધો છે. આહાહા ! તો એ કોઈ ચીજ મારી નથી, (અભિપ્રાય છે કે, હું ઇન્દ્ર નથી, હું આ ઇન્દ્રાણીનો સ્વામી નથી. હું ૩ર લાખ વિમાનનો ધણી નથી. આહાહાહા ! હું તો એક શ્રુતજ્ઞાન દ્વારા ત્રિકાળીને મેં જાણ્યો છે. આહાહા ! ભગવાન એને શ્રુતકેવલીઓ, શ્રુતકેવળી કહે છે. આહાહા ! અને તે એ જાણનારું જે જ્ઞાન છે. જાણનારું જ્ઞાન છે, એને સર્વશ્રુત કહી અને તે જ્ઞાન આત્માનું છે આત્મા સાથે સંબંધ એવો વ્યવહાર છે. એટલો ભેદ પાડીને સમજાવ્યું એ વ્યવહાર થયો. આહાહાહા ! દયા, દાન ને આદિ વ્યવહારના વ્રતના વિકલ્પની તો ક્યાંય વાત રહી નહીં.
ફકત જે શ્રુતજ્ઞાન જે આત્માને જાણનારું જ્ઞાન ભલે એ અલ્પજ્ઞાન હો પણ એને સર્વશ્રુત કહ્યું, કારણ કે જે જાણનારો છે તેને જાણનારા હારે આ જ્ઞાનનો સંબંધ છે એ જ્ઞાન તે આત્મા છે. આહાહાહા ! (શ્રોતા:- સર્વશ્રુતનો અર્થ સ્વપર પ્રકાશક લેવાય?) એ સર્વ એટલે આત્માને જે જાણનારું જ્ઞાન તે સર્વ શ્રુત. આત્મા જે જ્ઞાન છે. એ આત્માને સીધો જાણે એ તો સીધી વાત છે પરમાર્થ, હવે એ જ્ઞાનને અહીં, એ જ્ઞાનને સર્વશ્રુત કહ્યું કેમકે એ સર્વ આત્માને જાણનારું જ્ઞાન છે. એ જ્ઞાન ને આત્મા બેયને સંબંધ છે. તાદાભ્ય તરૂપ એ કારણે જ્ઞાનને સર્વજ્ઞાન કહ્યું અને તે જ્ઞાન તે શ્રુતકેવળી છે. એ વ્યવહાર કહ્યો. એ જ્ઞાન તે શ્રુત કેવળી છે એને જાણે એને શ્રુતકેવળી કહેવો એ વ્યવહાર છે. અને એ જ્ઞાન આત્માને જાણે તેને નિશ્ચય શ્રુતકેવળી કહે છે. આહાહા!
કહો કાન્તિભાઈ ? અધિકાર તો જ્યારે આવે ત્યારે સ્પષ્ટીકરણ થાય ને? ( શ્રોતા:- સર્વ શ્રુતજ્ઞાન અતીન્દ્રિય જ્ઞાન છે?) હા, એ “અતીન્દ્રિયજ્ઞાન” છે. અહીં તો એટલું કહેવું છે, કે આ જ્ઞાન એનો સંબંધ તત્ત્વ આત્મા હારે છે. માટે તે તાદાભ્ય સંબંધ હોવાથી “જ્ઞાન તે આત્મા' એમ જે ભેદ પાડીને સમજાવવું તે જ્ઞાનને વ્યવહાર શ્રુતકેવળી કહેવામાં આવે છે. આહાહા ! નવરંગભાઈ આવી વાતું છે!
પહેલી ૧૨ ગાથાઓમાં તો આખું સમયસારનું આખું સ્વરૂપ પહેલું ભરી દીધું છે. પછી ૧૩ માંથી એનો વિસ્તાર. ૧૨ ગાથા પહેલી ગજબ કુંદકુંદાચાર્યની રચના અને અમૃતચંદ્રાચાર્યની ટીકા દિગંબર સંતો! આહાહા ! અતીન્દ્રિય પ્રચુર આનંદના વેદનમાં પડ્યા છે. એને આ વિકલ્પ આવ્યો ને ટીકા રચાઈ ગઈ. છતાં એ પોતે એમ કહે કે પ્રભુ એ ટીકાનો હું રચનાર નથી હોં, એ તો શબ્દ રચાઈ ગઈ છે. આહાહાહા ! હું તો સ્વરૂપમાં આત્મામાં છું, હું તો સ્વરૂપગુપ્ત છું. આહાહા! હું જ્યાં છઉં ત્યાં તો રાગેય નથી. ત્યાં પરને સમજાવવાનો વિકલ્પ નથી. અને હું
જ્યાં છઉં અને જે છું તે ટીકાના શબ્દને રચે એ આત્મા નથી. આહાહાહા ! કિંચિત્ માત્ર મારું કર્તવ્ય નથી એમ કીધું છે. એ ટીકાના શબ્દની રચના થઈ એમાં કિંચિંત્, અકિંચિંતકર જરીએ મારું કર્તવ્ય નથી. આહાહાહા !! વસ્તુનું સ્વરૂપ છે એમાં હોં. પરદ્રવ્યની રચના કોણ કરે પ્રભુ? એ પરદ્રવ્યોનાં રજકણોની તે સમયે તે પર્યાય થવાની હોય એ પરદ્રવ્યથી થાય. આહાહા !
અહીં તો એ મોટા ધંધા ને રોજગાર ને એનાં બધા (કામ) હું છું તો થાય છે. હું એને કરું છું. ઘણી ભ્રમણા. આ તમારે શેઠિયા જેવાને ધંધા મોટા હોય બધાં મોટા મોઢા આગળ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com