________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯-૧૦
૩૩૩ પ્રશ્ન કર્યો 'તોને શ્રુતનો. આહાહા! અહીં કહે છે પ્રભુ એકવાર સૂન તો સહી કે તારા જે જ્ઞાનની દશા છે. સ્વરૂપનું જ્ઞાન વાસ્તવિક એ જ્ઞાન, શાસ્ત્રનું જ્ઞાન ને પરનું જ્ઞાન એ અહિંયા વાત નથી. આહાહા ! શાસ્ત્રથી પણ જ્ઞાન જે થયું એ પણ પોતાથી થયું તેને અહિંયા જ્ઞાન કહેવામાં આવે છે. દ્રવ્યશ્રુતને સાંભળીને થયું એ જ્ઞાન પણ વાસ્તવિક જ્ઞાન નહીં. કેમકે સાંભળીનેય પણ એ જ્ઞાન થયું છે તો પોતાથી, પણ એ પરલક્ષી જ્ઞાન થયું, એ લક્ષ કરવા માટે તે જ્ઞાન કામ ન આવે. આહાહા !
આવો વીતરાગ માર્ગ. આહાહા ! દિગંબર જૈન ધર્મ સનાતન સત્ય ત્રણ કાળમાંય ક્યાંય છે નહિ બીજે. આહાહા! એવી આ ચીજ તો જુઓ સૂનનેમેં ય મિલે નહિ એને. આહાહાહાહા ! દિગંબર મુનિઓ કેવળીના કેડાયતો, અલ્પ કાળમાં કેવળજ્ઞાન એકાદ ભવમાં લેનારા છે. એ સંતો જગતને સમજાવે છે. આહાહાહાહા ! વાડા બાંધીને બેઠા એ, આ વાત એમાં ભાઈ નથી બાપુ. આહાહા ! આ તો વસ્તુનું સ્વરૂપ છે. આ કાંઈ જૈન કોઈ સંપ્રદાય નથી, જૈન કોઈ વાડો નથી એ વસ્તુનું સ્વરૂપ છે.
જિન સો હિ હૈ આત્મા, અન્ય સો હિ હૈ કર્મ;
એહિ વચનસે સમજ લે, જિન પ્રવચનકા મર્મ ઘટ ઘટ અંતર જિન વસે. અને ઘટ ઘટ અંતર જૈન.
મત મદિરાકે પાનસો, મતવાલા સમજે ન.-સમયસારનાટક મતવાલા- અપના મતના અભિપ્રાય નામ ઘેલછા, ઘેલા, ભગવાન જિનરૂપી પ્રભુ આહાહા ! પરમાત્મા પ્રકાશમાં ભાઈ આવે છે ને ૮૮ ગાથા, જેમાં ભાવલિંગનું સ્વરૂપ ઉપચારથી જીવનું છે. પરમાર્થે તો મુનિપણાનું ભાવલિંગ મોક્ષમાર્ગ એ જ્ઞાયકપણામાં નથી. આહાહા ! એવો જ્ઞાયક છે એને જે જ્ઞાને જાણ્યું એ જ્ઞાન ભાવશ્રુતે જાણ્યું એ તો શ્રુતકેવળી પરમાર્થ છે, યથાર્થ છે સત્યાર્થ છે. પણ જે જ્ઞાન ભાવશ્રુતજ્ઞાન દ્વારા, આ જ્ઞાન તે આ આત્મા, આમ જે સમજાવ્યું છે કેમકે જ્ઞાન ને આત્માને તાદામ્ય સંબંધ છે એકરૂપ સંબંધ છે. જેમ ઉષ્ણતાને ને અગ્નિને તરૂપ સંબંધ છે. એમ આ જ્ઞાન ને આત્માને તરૂપ તાદાભ્ય સંબંધ છે. એ કારણે કહ્યું કે જે સર્વ શ્રુતજ્ઞાનને જાણે છે. સર્વ શ્રુતજ્ઞાનને આત્માને જાણે છે એ અહીં નથી અત્યારે, આત્માને શ્રુતજ્ઞાન દ્વારા જાણે છે એ તો નિશ્ચયમાં ગયું.
હવે એ આત્માને જાણનારું જ્ઞાન, એ જ્ઞાન જે છે, એ સર્વ શ્રુતને જાણનારું છે એ, છે? જે સર્વ શ્રુતજ્ઞાનને જાણે છે. આહાહાહા! ભલે તે જ્ઞાન અલ્પ હોય અને ધ્રુવને જાણે અંદરમાં, તો તે જ્ઞાનને પણ સર્વ શ્રુતજ્ઞાન કહ્યું છે. સમજાણું કાંઈ? આહાહાહાહા ! આવો માર્ગ પકડતા કઠણ પડે, દિગંબર જૈન ધર્મ સનાતન અનાદિ અનંત જેને ગણધરોએ સ્વીકાર્યો, ઇન્દ્રોએ સત્કાર કરીને અનુભવ્યો, ઇન્દ્રો એકાવતારી એક ભવે મોક્ષ જનારા છે શકેન્દ્ર સુધર્મ દેવલોક બત્રીસ લાખ વિમાન, એક-એક વિમાનમાં અસંખ્ય દેવ, એનો સ્વામી ઇન્દ્ર છે. અત્યારે શકેન્દ્ર ભગવાનના શાસ્ત્રમાં સિદ્ધાંતમાં એમ કહ્યું છે. કે તે ત્યાંથી મનુષ્ય થઈને મોક્ષ જવાનો છે. આહાહા ! (ઇન્દ્ર) સમકિતી છે. બાબુલાલજી? ઇન્દ્ર સુધર્મ, દેવલોક છે, ઉપર પહેલું મેરૂપર્વત
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com