________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯-૧૦
૩૩૧ શ્રુતજ્ઞાન ભાવશ્રુત જ્ઞાન, જેમાં રાગ નહિ સ્વસ્વરૂપને જાણનારું ભાવશ્રુતજ્ઞાન જે ભાવ શ્રુતજ્ઞાનથી આત્માને જાણે છે તે શ્રુતકેવળી પરમાર્થે છે. કેમકે આત્મા આખો જાણ્યો જેણે. ભાવૠત. દ્રવ્યશ્રુત નહિ, વિકલ્પ નહિ, રાગ આ શુભ આદિ, રાગ તો અંધકાર છે. રાગમાં જાણવાની શક્તિ નથી. જાણવાની શક્તિ જે રાગથી ભિન્ન, જે સ્વ-રૂપને પકડવાનું જે ભાવશ્રુતજ્ઞાન વર્તમાન પર્યાય વર્તમાન ભાવશ્રુતજ્ઞાન નિર્મળ પર્યાય, રાગ વિનાની એવા નિર્મળ શ્રુતજ્ઞાનથી આત્માને સીધો જાણે એ તો નિશ્ચય સમકિતી એટલે કે નિશ્ચય શ્રુતકેવળી. આહાહાહા! નિમિત્તથી જાણવામાં આવે છે એમેય નહીં, વ્યવહાર શ્રુતના શબ્દોથી જાણવામાં આવે છે એમેય નહીં, એમ દયા દાન વ્રત ભક્તિના રાગની મંદતાના ભાવ શુભભાવથી જાણવામાં આત્મા આવે એમેય નહીં. આહાહાહા ! અંતરમાં ભાવશ્રુતજ્ઞાન દ્વારા અંતર્મુખ થઈને (જાણે છે.) અપૂર્વ વાત છે. અનંત કાળથી કદી કર્યું નથી એણે.
અહિં બે પ્રકારે વર્ણન કરશે. નિશ્ચય શ્રુતકેવળી અને વ્યવહાર શ્રુતકેવળી, સત્ સાચા શ્રુતકેવળી અને ઉપચારી કથનના શ્રુતકેવળી. જે સાચા શ્રુતકેવળી એને કહીએ કે જેણે અંદર ભાવશ્રુતજ્ઞાન દ્વારા, દ્રવ્યશ્રુતજ્ઞાન દ્વારા ભાવાર્થમાં ભલે એમ લીધું છે પણ દ્રવ્યશ્રુત તો નિમિત્ત છે અને ભાવશ્રુત તો પોતાથી થએલ છે. એ ભાવશ્રુતના વર્તમાન જ્ઞાનની પર્યાયથી દ્રવ્ય નામ જ્ઞાયકભાવને જાણે એ જ સાચો નિશ્ચય સત્ શ્રુતકેવળી છે. એણે જે જાણવું હતું એ જાણી લીધું. આહાહા ! બાર અંગમાં જે કહેવાની વાત હતી, અનુભૂતિ કરવાની, કે જ્ઞાન દ્વારા આત્માને વર્તમાન જ્ઞાન દ્વારા આત્માને પકડવો સીધો, એ અનુભૂતિ એમાં આત્માનું જ્ઞાન આવ્યું એ જ પરમાર્થે શ્રુતમાં પૂર્ણ થયો એ, કેમકે શ્રુતને જાણનારું જ્ઞાન એ તો ત્રિકાળી સ્વરૂપ છે. એને જેણે શ્રુતજ્ઞાન દ્વારા જાણ્યું એ તો શ્રુતકેવળી પરમાર્થે થઈ ગયો. આહાહા!
નરકનો નારકી હોય કે પશુ હો તિર્યંચ પણ એ અંતરના જ્ઞાનના ભાવ(શ્રુત જ્ઞાન દ્વારા આત્માને જેમ અનુભવે જાણે, તો એ શ્રુતકેવળી છે. બધુંય જાણ્યું એણે. આહાહા! એણે બધું જાણું, “જાણનારને જાણ્યો એણે બધુય જાણ્યું. આહાહાહાહા ! ઝીણી વાત છે ભાઈ. એ આત્મા જે એક સમયમાં એકલો જ્ઞાયકભાવ જેમાં ગુણો હોવા છતાં, ગુણનો ભેદ નહિ એવો જે અભેદ દ્રવ્યસ્વભાવ કે જે ભાવકૃતથી એને જાણે એણે પરમાર્થે આત્માને જાણ્યો તો પરમાર્થે તેને શ્રુતકેવળી કહેવામાં આવે છે. આહાહા !
ભલે બીજું શાસ્ત્રનું જ્ઞાન વિશેષ ન હોય, સમજાવવામાં પણ કદાચિત્ ન આવડે. આહાહા ! જેણે અંતરજ્ઞાન રાગના વિકલ્પ વિનાનું જે જ્ઞાન એવો જે શ્રુતભાવ તેને ભાવવાન એવો ભગવાન આત્મા એને જેણે જાણ્યો એ સમ્યગ્દષ્ટિ અને એ ભાવશ્રુતકેવળી. આહાહા! બાબુલાલજી! છોટાભાઈ ! આવો માર્ગ છે બાપા. આહાહા !
જે જાણવાયોગ્ય ચીજ હતી પરમાત્મ સ્વરૂપ સર્વોત્કૃષ્ટ જ્ઞાયકભાવ (તે જાણ્યો) બપોરે તો આવ્યું'તું ને ઘણું, હજી આજે બપોરે આવશે. આહાહા ! જેમાં મુનિની પર્યાયના લિંગ, કેવળીની પર્યાય અને સિદ્ધ પર્યાય પણ જેમાં નથી ત્રિકાળી જ્ઞાયકમાં નથી એવા જ્ઞાયકને જેણે વર્તમાન ભાવસૃતથી જાણ્યો, આહાહા ! એ સાચો નિશ્ચય પરમાર્થે શ્રુતકેવળી છે. આહાહાહા ! છે? એ પહેલી લીટી થઈ. પ્રથમ-પ્રથમ બતાવત્ ”શબ્દ છે ને મૂળ સંસ્કૃતમાં છે છેલ્લો બતાવત્'
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com