________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates उ४०
સમયસાર સિદ્ધિ ભાગ-૧ સમોશરણમાં. આહાહાહા! જેની નીચે અસંખ્ય તો દેવ, એક એક વૈમાનમાં એવા બત્રીસ લાખ વૈમાન એનો લાડો ઇન્દ્ર આવીને, આહાહા ! એ ભગવાનની વાણી સાંભળે. એ વાણી કેવી હોય ભાઈ? (અલૌકિક ) આહાહા ! એ ભગવાન કેવા હોય ને એની વાણી કેવી હોય? આહાહા ! એની વિસ્મયતા અભૂતતા એને કોઈ દિ' આવી નથી. આહાહા !
આ બહારના ઠાઠ માઠ ફોસ્ફરસ હાડકાનાં તેજ છે બધાં મહાણમાં હાડકાની ફોસ્ફરસ ચમકે ચક ચક એમ આ શરીર ને પૈસા ને આબરૂ ને મકાન મોટા. ઓહોહો ! એ મહાણનાં હાડકાંની ફોસ્ફરસ છે બાપુ! તારી ચીજ કોઈ ભિન્ન છે અંદર. આહાહા ! તારી ચીજનું જ્ઞાન કરનારું જ્ઞાનને પણ વ્યવહાર શ્રુતકેવળી કહે. આહાહા ! હેં? ભલે એ શાસ્ત્ર જ્ઞાન ઓછું એને હોય. આહાહાહા ! તિર્યંચનું જ્ઞાન આત્માને પકડે છે તે જ્ઞાનને પણ સર્વ શ્રુત વ્યવહાર શ્રુતકેવળી, આહાહા ! સિંહ, સિંહ હોય જંગલનો અને સમકિતી છે, બહાર અઢી દ્વિપ બહાર અસંખ્યાતા સિંહ ને અસંખ્યાતા મચ્છ, અસંખ્યાતા વાઘ સમકિતી છે બહાર અઢી દ્વિપ બહાર. આહાહાહા !
જ્યાં આત્મજ્ઞાન પામે છે આહાહાહા ! એના જ્ઞાનને પણ વ્યવહાર શ્રુતકેવળી કહીએ, કહે છે. તિર્યંચના જ્ઞાનને પણ. આહાહાહાહા !
અહિંયા તો થોડું ઘણું જ્યાં બહારનું આવડે ત્યાં અભિમાન થઈ જાય કે અમે જાણીએ છીએ ને અમે મોટા છીએ ને અમે આવા છીએ ને અરે! બાપુ! ભાઈ તું ક્યાં જાવું છે તારે? આહાહા ! કોની હારે સંબંધ છે? તેમનું જ્ઞાન સાથે સાધન બનતું નથી. કેમકે તેમનામાં જ્ઞાન સિદ્ધ જ નથી. તેથી અન્ય પક્ષનો તો અભાવ હોવાથી જ્ઞાન આત્મા છે. એ પક્ષ સિદ્ધ થાય છે એ વાત વિશેષ કહેવાશે.
પ્રમાણવચન ગુરુદેવ.
* * *
પ્રવચન નં. ૩૪ ગાથા ૯-૧૦ તા. ૧૫-૭-૭૮ શનિવાર, અષાઢ સુદ-૧૦ સં. ૨૫૦૪
સમયસાર નવદિશ ગાથા ચલતી હૈ થોડી ચાલી ગઈ, હિન્દીમેં ફરીને.
પ્રથમ મુખ્ય બાત એ હૈ કે, જો શ્રુતજ્ઞાનસે ભાવ શ્રુતજ્ઞાન દ્રવ્ય શાસ્ત્રકા સૂનનેસે જ્ઞાન હો વો જ્ઞાન નહીં. યહાં તો સ્વાભાવિક સર્વજ્ઞ સ્વભાવી સ્વરૂપ પ્રભુ ઉસકા અવલંબનસે જો જ્ઞાન હુવા એ જ્ઞાનકો અહીંયા ભાવ શ્રુતજ્ઞાન કહેતે હૈ. સર્વજ્ઞ સ્વભાવી આત્મા, આત્મા હું એ સર્વજ્ઞ સ્વભાવ હૈ, અંતર સર્વજ્ઞ સ્વભાવ ન હો તો સર્વજ્ઞપણા આયેગા કહાંસે ? સર્વજ્ઞા પરમાત્મા હુઆ વો આયા કહાં સે? આહાહાહા! અહીં વળી બીજી રીતે ચાલ્યું આજે, એ સર્વજ્ઞ સ્વભાવી પ્રભુ ઉસકા સર્વજ્ઞકા અવલંબનસે જો જ્ઞાન અપનેમેં પર્યાયમેં હુઆ ઉસકો અહીંયા ભાવ શ્રુતજ્ઞાન કહેતે હૈ એ જે કોઈ જીવ ભાવ શ્રુતજ્ઞાનસે કેવળ શુદ્ધ આત્માકો, આહાહાહા ! એટલે ભાવશ્રુતજ્ઞાનસે કેવળ સર્વજ્ઞ સ્વભાવી શુદ્ધ આત્માકો, આહાહાહા ! પર્યાયમેં સર્વજ્ઞપણા હૈ નહિ પણ વસ્તુમેં સર્વજ્ઞસ્વરૂપ હૈ.
અહીં તો વિચાર ઐસા આયા ને વો સર્વજ્ઞની આજ્ઞા માનકર પીછે પરીક્ષા કરના. એકલા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com