________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩૮
સમયસાર સિદ્ધિ ભાગ-૧ એવા જ્ઞાયક ભાવને જેણે જાણ્યો એ તો શ્રુતકેવળી છે નિશ્ચય. આહાહા! અને એને કેવળજ્ઞાન તો અલ્પ કાળમાં થવાનું જ છે, પણ એને જાણનારું જે જ્ઞાન છે એમ એવું જે, એ જાણનાર જ્ઞાનને પણ અમે સર્વશ્રુત કહીએ છીએ, સંતો મહાવ્રતધારી, સાચાં મહાવ્રતધારી હોં. આહાહા ! આત્મજ્ઞાન વિનાના જેટલા મહાવ્રતધારી છે એ બધાં તો ખોટાં છે. આહાહા ! એ સત્ય મહાવ્રતધારીઓ એમ પોકાર કરે છે, કે પ્રભુ તારા આત્માને જે જાણનારું, જે જ્ઞાન છે ને? આહાહા! અમે સત્ય મહાવ્રતધારી કહીએ છીએ, ઋષિશ્વરો કહે છે એમ આવ્યું તું ને, ઋષીથરો એમ પાઠમાં આવ્યું હતુ’ને ઋષિ ઋષિના ઈશ્વર નામ ગણધરો પણ એમ કહે છે. આહાહા ! આ ભવિષ્યના ઈશ્વર પરમાત્મા છે જિનેશ્વરદેવ એ પણ એમ કહે છે.
જેણે આત્માને અનુભવ્યો જ્ઞાનથી સીધા ભાવથી એ તો પરમાર્થ શ્રુતકેવળી છે પણ તેને જાણનારું જ્ઞાન છે અને સર્વ કહીએ છીએ, એને વ્યવહાર શ્રુતકેવળી કહીએ છીએ. આહાહા ! કારણકે એ જ્ઞાનનો સંબંધ આત્મા હારે છે. એ જ્ઞાનનો સંબંધ કોઈ, વ્યવહાર રત્નત્રયનાં રાગ હારે પણ જેનો સંબંધ નથી. આહાહા!
કેમકે રાગ તો અજ્ઞાન છે. અજ્ઞાન એટલે? એમાં જ્ઞાનનો અંશ નથી. વિપરીત જ્ઞાન એમ નથી કહેવું પણ જે દયા દાન વ્રત કે વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ છે રાગ, એમાં જ્ઞાનનો અંશ નથી કેમકે રાગ જાણતું નથી, રાગ પોતાને જાણતું નથી, તેમ જોડે ચૈતન્ય છે તેને જાણતું નથી પણ તે રાગ ચૈતન્ય દ્વારા જણાય છે માટે તે અચેતન છે. આહાહાહાહા !
અહીં બે પક્ષ લઈ પરીક્ષા કરીએ” હવે ઓલું જ્ઞાનને જાણે તે વ્યવહાર શ્રુતકેવળી કહ્યું અને સર્વ જાણનારું કહ્યું અને હવે એનું જરી સ્પષ્ટીકરણ કરે છે. એ જ્ઞાન જે ભાવક્રુત છે, એ જ્ઞાનને સર્વશ્રુત કહ્યું અને એ જ્ઞાનને વ્યવહાર શ્રુતકેવળી કહ્યું. કારણ કે જ્ઞાન આમ પકડયું નથી અનુભવમાં ગયું નથી, ભિન્ન રહીને વાત કરવી છે અત્યારે, એ જ્ઞાનને વ્યવહાર શ્રુતકેવળી કહ્યું કેમ? અહીં બે પક્ષ લઈને પરીક્ષા કરીએ છીએ. ઉપર કહેલું “સર્વ જ્ઞાન આત્મા છે કે અણાત્મા?” જે જ્ઞાન આત્માને જાણનારું છે તે જ્ઞાન આત્મા છે કે એ અણાત્મા છે? આહાહા ! આ કોર્ટમાં જેમ કાયદા બોલે ને તેમ આ કાયદા કરે છે. ભગવાનનાં ઘરનાં, કાયદા કાઢે છે, કલમ કાઢે છે, એ સાંભળ તો ખરો એક વાર તું પ્રભુ. અમે ભગવાન આત્મા એને જાણનારું જ્ઞાન, એ જ્ઞાનને અમે સર્વ કહ્યું, અને એને વ્યવહાર શ્રુતકેવળી કહ્યું, એનું કારણ? કે તે જ્ઞાન છે. આહાહા ! છે? એ આત્મા છે કે અણાત્મા? એ જ્ઞાન આત્મા સાથે સંબંધ રાખે છે કે એ જ્ઞાન રાગાદિ અણાત્મા સાથે સંબંધ રાખે છે? સમજાણું કાંઈ ? આહાહાહા !
જો ઉપર કહેલું સર્વ જ્ઞાન સર્વ એટલે વ્યવહાર શ્રુતજ્ઞાન, દ્રવ્યશ્રુત નહિ. એની તો વાત જ ક્યાં અહીં? આહાહા! ઉપર કહેલું સર્વ જ્ઞાન, માથે કહ્યું 'ને સર્વ શ્રુતજ્ઞાન એ ઉપર કહેલું સર્વ જ્ઞાન આત્મા છે કે અણાત્મા? જો અનાત્માનો જો પક્ષ લેવામાં આવે, તો તે તો બરાબર નથી. કેમ? કે સમસ્ત જે જડરૂપ અનાત્મા આકાશાદિ પાંચ દ્રવ્યો, આહાહા ! ધર્માસ્તિ, અધર્માસ્તિ, પુગલ પરમાણુ, આકાશ, કાળ એ તેમનું જ્ઞાન સાથે તાદાભ્ય બનતું જ નથી. પાંચ જે જડ પદાર્થ છે તે જ્ઞાનને ને જડને એકરૂપતા હોતી જ નથી. આહાહા ! સમજાણું કાંઈ?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com