________________
Version 001: remember fo check h±tp://www.AtmaDharma.com for updates
ગાથા
૯–૧૦
૩૩૦૭
'
અમે સર્વ જ્ઞાન કહીએ છીએ અને ‘ જ્ઞાન તે આત્મા ’ એટલો ભેદ છે માટે એ જ્ઞાનને વ્યવહાર શ્રુતકેવળી કહીએ છીએ. આહાહા ! બાપુ આવી વાત મળવી મુશ્કેલ છે ભાઈ. આહાહા ! બહુ મુશ્કેલ થઈ ગયું બાપુ ! આહાહા ! ૫૨મ સત્યનો પ્રવાહ તો આ છે. આહાહા !
જે સર્વ શ્રુતજ્ઞાનને જાણે છે. ઓલામાં શું હતું ? કેવળ શુદ્ધ આત્માને જાણે છે એમ હતું. છે ને ? શ્રુતથી કેવળ શુદ્ધ આત્માને જાણે છે એમ હતું અને આમાં, સર્વશ્રુતજ્ઞાનને જાણે છે. ફે૨ છે. આહાહા ! સમજાણું કાંઈ ? સંતોની વાણી એટલી ગંભીર છે એને માટે ઘણો અભ્યાસ જોઈએ અને ટાઈમ લેવો જોઈએ બાપુ. આહા ! અને તે પોતાના આત્માના હિતને માટે છે ને ? અહિતના રસ્તા ને ધંધા તો તું કરી રહ્યો છો પ્રભુ. આહાહા !
એ વાતની વિશેષતા શું થઈ ? કે જે આત્મા વસ્તુ છે એ જ્ઞાનાદિ અનંતગુણનું એકરૂપ છે. તો એવા જ્ઞાનને એવી વસ્તુને જાણી લ્યે એ જ્ઞાન તો અભેદ થઈ ગયું એટલે શ્રુતજ્ઞાન, નિશ્ચય શ્રુતકેવળી થઈ ગયું. પણ જે જ્ઞાન વસ્તુને જાણનારું છે, એને જાણવામાં ગયું નથી, અભેદ થયું નથી, એ જાણનારું જ્ઞાન છે એનું આત્માનું અને આત્મા ઠારે એ જ્ઞાનનો સંબંધ છે. એ જ્ઞાનને રાગ વ્યવહાર રત્નત્રય હારે કે દેવ ગુરુ-શાસ્ત્ર કે બીજા અજીવ તત્ત્વ હારે જ્ઞાનનો આમ સંબંધ નથી. આહાહા ! જ્ઞાનનો આમ આત્મા હારે સંબંધ છે. તાદાત્મ્ય તે માટે તે જ્ઞાનને સર્વ જ્ઞાન કહીએ, અને તે જ્ઞાનને સર્વ શ્રુતકેવળી કે વ્યવહાર કહીએ. આહાહાહા ! કાલ તો બપોરની વાત હતી કે અધિકા૨ સારો આવ્યો હતો. બાબુલાલજી ! દુપોહરકી( બપોરે ) ચીજમેં એ અધિકાર બહોત અચ્છા આયાથા કલ મુનિપણું, કેવળી એ પર્યાય આત્મામાં નથી. આહાહા ! આજે આવશે વિશેષ દોપહરકો. આહાહા !
જે સર્વ શ્રુતજ્ઞાનને જાણે છે. ભાષા ફરી ગઈ ? પહેલામાં એમ હતું કેવળ શુદ્ધ આત્માને જાણે છે, એમ હતું એ નિશ્ચય અને આ સર્વ શ્રુતજ્ઞાનને જાણે છે. સમજાણું કાંઈ ? સર્વ શ્રુતજ્ઞાનને જાણે છે. સર્વ કહેવાનો આશય તો ત્રિકાળીને જાણે છે, તેવું જે જ્ઞાન, છે હજી ભિન્ન. પણ એને વ્યવહા૨ શ્રુતકેવળી એને જે જાણે છે એને વ્યવહાર શ્રુતકેવળી કહીએ. આહાહાહા ! તે વ્યવહા૨ છે. જોયું ? અંતરના ભાવશ્રુતજ્ઞાન દ્વારા અનુભવમાં ચાલ્યો ગયો દ્રવ્યમાં, દ્રવ્યનાં અનુભવમાં અભેદ જ્ઞાન થયું. એ તો ૫૨માર્થે સત્ય જ્ઞાન શ્રુત કેવળી છે. સાચો શ્રુતકેવળી ૫૨માર્થે શ્રુતકેવળી. આહાહા ! કેમ કે એમાંથી તો એને કેવળજ્ઞાન થવાનું છે.
ભગવાનનો અનુભવ થયો જે જ્ઞાન દ્વારા અનુભવ કર્યો. એ ભગવાનના જ્ઞાનમાંથી તો અત્યારે ભલે આટલું જ્ઞાન આવ્યું પણ એ તો શ્રુતકેવળી નિશ્ચય કીધો એથી એને ૫૨માર્થે કેવળજ્ઞાન અલ્પકાળમાં થવાનું છે, એ દ્રવ્યમાંથી થવાનું છે. આહાહાહા ! સમજાણું કાંઈ ? જેમાંથી કેવળજ્ઞાન થવાનું છે, એને જે જ્ઞાને અનુભવ્યો માટે તે નિશ્ચય શ્રુતકેવળી ૫૨માર્થથી છે. આહાહા ! ગંભીર વાત-ગંભીર વાત !!
દિગંબર સંતોના સિદ્ધાંતો ગજબ છે કાંઈ, ક્યાંય મળે એવા નથી. આહાહા ! લોકોને દુઃખ થાય. અરે ત્યારે અમારો સંપ્રદાય ખોટો ? બાપુ, ભાઈ ! આ હિતની વાત છે. જેમાં અહિત થાય તે વસ્તુ શું ? આહાહા ! જેના જનમ મરણ ટળીને, આહાહા ! જેનામાં જનમ મરણ ને જનમ મરણનો ભાવ નથી, અરે ! જેનામાં મોક્ષના માર્ગની પર્યાય પણ નથી. આહાહાહા !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com