________________
૩૩૫
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯-૧૦ દુકાનપર બેસે થડે, થડો કહેવાયને શું? દુકાનની પેઢી ઉપર આ કરો આ કરો ને આમ કરો. આહાહા! કોણ કરે પ્રભુ? પરદ્રવ્યની કોણ ક્રિયા કરે નાથ? આહાહા ! તું જ્યાં છો ત્યાં એ કરવાનું સ્વરૂપ છે જ નહિ.
અરે! તું જ્યાં છો ત્યાં મોક્ષના માર્ગની પર્યાય પણ જ્યાં એમાં દ્રવ્યમાં નથી. આહાહા ! એ પર્યાયમાં છે. આહાહા ! આવો જે સ્વભાવ બાપુ એ સ્વભાવને જે જાણનારું જ્ઞાન એ જ્ઞાનને અહીં સર્વશ્રુત કહેવામાં આવે છે. કેમકે તે “ જ્ઞાન તે આત્મા” જ્ઞાનનો સંબંધ, આત્મા હારે આમ છે. જ્ઞાનનો સંબંધ કોઈ અણાત્મા હારે છે નહિ, એ જ્ઞાનનો સંબંધ, વ્યવહાર રત્નત્રયનો રાગ છે, ઊઠે છે એની હારેય સંબંધ નથી. આહાહાહાહા ! સમજાય છે કાંઈ
જે ભાવશ્રુતજ્ઞાન છે એના દ્વારા સીધો આત્માને જાણે, ભેદ પડ્યા વિના એ તો સાચો શ્રુતકેવળી નિશ્ચય પરમાર્થ. પણ તે પદાર્થને જાણનારું ભાવ શ્રુતજ્ઞાન જ છે. જે જ્ઞાનનો સંબંધ | ( નિજાત્માને) આત્મા હારે છે, તેથી તે જ્ઞાનને આત્મા કહીને, એ જ્ઞાનને વ્યવહાર સર્વ શ્રુતકેવળી કહેવામાં આવે છે. આહાહાહા ! ગજબ વાત છે. આહાહાહા ! આવી વાત. તીર્થકરના ઘરની વાત છે આતો. જેને ગણધરો સાંભળતા હતા. જેને એકાવતારી એકભવતારી ઈંદ્રો સાંભળતા હતા એ આ વાત છે. આહાહા! ભગવાન (સીમંધરનાથ) બિરાજે છે ત્યાંથી તો આ વાત આવી છે. આહાહાહા !
હજી તો નિશ્ચય ને વ્યવહાર કોને કહેવો એ વાત અત્યારે ચાલે છે. આહાહા ! જે અંતર જ્ઞાન દ્વારા આત્માનો અનુભવ કરે સીધો એ તો યથાર્થ નિશ્ચય પરમાર્થ શ્રુતકેવળી, પણ તે પરમાર્થ સ્વરૂપનું જાણનારું જે જ્ઞાન એ જ્ઞાન એને તાદાત્મય (આત્મા) હારે સંબંધ છે, વસ્તુ હારે, એ તો ભેદ જાણીને એ જ્ઞાનને સર્વશ્રુત કહ્યું અને એ જ્ઞાનને વ્યવહાર કહ્યો, એ વ્યવહાર શ્રુતકેવળી કહ્યો. આહાહાહાહા ! કહો, રતિભાઈ ? આવી વાતું છે. હવે મૂળ ચીજ બહુ ફેરફાર થઈ ગયો છે. આહાહા ! અભ્યાસ નહીંને? એટલે કઠણ પડે એવી લાગે આ વાત. વસ્તુ તો આ રીતે જ છે. અને એ જ પરમ સત્ય છે. આહાહા!
જ્ઞાન”, શાસ્ત્રનું જ્ઞાન નહિ, આત્માનું જે થયેલું જ્ઞાન, એ “જ્ઞાન તે આત્મા” છે, એટલો ભેદ પાડીને સમજાવવું છે, એ જ્ઞાન તે આત્મા અનુભવે છે એ પરમાર્થને કહેવું એ ભેદ વિના સમજાવી શકાય નહિ, એથી વચમાં આવો એક વ્યવહાર ભેદ (આવે છે) એ ભેદ આ, કે જ્ઞાન જે આત્માને જાણનારું છે, તે જ્ઞાન આત્માને જાણે એમ સંબંધ છે, તેથી તે જ્ઞાનને સર્વશ્રુત કહીને તેને વ્યવહાર શ્રુતકેવળી કહેવામાં આવે છે. આહાહા! ધીરૂભાઈ ! આવો માર્ગ છે. આહાહા !
અરેરે! જેને સાંભળવા મળ્યું નથી. આવા મનુષ્યપણાં, પરમ દિવસ તો એ વિચાર આવ્યા હતાં કીધુંને? અરેરે ! વહાલા કહેતા મારી બા ને મારા બાપા! વાલા મારી બા ને મારો બાપ વહાલા કહેતા(તાં) એ ક્યાં ગયા હશે, એ વિચાર કર્યો છે? બાબુલાલજી! આહાહા ! તું આમ (તું) કહેતો મારી બા, આમ ખોળામાં બેસાડે ને સાચવે. આહાહા! બે પગ લાંબા કરીને દસ્ત થાય, આ બે પગ લાંબા કરીને આમ બેસાડે આમ કરે ને બાળકને જંગલ, દિશા માટે પગને, પગ કરેને નાનું બાળકને એને આહાહા ! એ જેણે મોટો કર્યો ને જેણે વહાલપ કરીને બા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com